હે રામ, ઓમ શાંતિ કેજો, બોલીવુડની મોટી હસ્તીએ દુનિયાને ટાટા બાય બાય કહી દીધું- ફેન્સ ચોધાર આંશુએ રડી પડ્યા છે - Chel Chabilo Gujrati

હે રામ, ઓમ શાંતિ કેજો, બોલીવુડની મોટી હસ્તીએ દુનિયાને ટાટા બાય બાય કહી દીધું- ફેન્સ ચોધાર આંશુએ રડી પડ્યા છે

બોલિવૂડમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સિનેમાના દિવંગત દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન થયું છે. પામેલા ચોપરાએ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પામેલા ચોપરાના નિધનથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. પામેલા ચોપરાના બે પુત્રો છે, યશરાજ ફિલ્મ્સના ચીફ આદિત્ય ચોપરા અને અભિનેતા ઉદય ચોપરા. પરિવારે નિવેદન જારી કરીને તેમના નિધનની પુષ્ટિ પણ કરી છે. પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવ્યા.

આ વિશે માહિતી આપતા યશ રાજ ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ભારે હૃદય સાથે, ચોપરા પરિવાર એ જણાવવા ઈચ્છે છે કે પામેલા ચોપરાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં સવારે 11 વાગ્યે થયા હતા. અમે તમારી પ્રાર્થના માટે આભારી છીએ અને પરિવાર દુઃખની આ ઊંડી ક્ષણમાં ગોપનીયતાની વિનંતી કરવા માંગે છે.’ કેટલાક રિપોર્ટ્સ અનુસાર પામેલા ચોપરા છેલ્લા પંદરેક દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા.

ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા, પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. પામેલા ચોપરા છેલ્લે યશ રાજની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળ્યા હતા. જ્યાં તેમણે તેમના પતિ યશ ચોપરા અને તેમની સફર વિશે વાત કરી હતી. ‘ધ રોમેન્ટિક્સ’માં માત્ર યશ ચોપરા જ નહીં, પામેલા વિશેની એવી વાતો પણ જોવા મળી હતી, જેનાથી સામાન્ય લોકો અજાણ હતા. શોમાં પામેલાએ એ દિવસોને યાદ કર્યા જ્યારે નિર્માતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ (દાગ, 1973)ની રીલિઝ પહેલા ઘણી રાતની ઊંઘ હરામ થઇ ગઇ હતી.

યશ ચોપરા પણ ઘણીવાર તેમની પત્ની પાસે પહોંચ્યા અને ફીમેલ પર્સપેક્ટિવ કેવી રીતે કામ કરે છે તે સમજાવ્યુ. જણાવી દઇએ કે, પામેલા અને યશ ચોપરાના લગ્ન 1970માં પરંપરાગત વિધિથી થયા હતા અને તેમના અરેન્જ મેરેજ થયા હતા. પામેલા ચોપરાના દીકરા આદિત્ય સાથે અભિનેત્રી રાની મુખર્જીએ લગ્ન કર્યા છે અને આ સંબંધથી પામેલા ચોપરા રાની મુખર્જીની સાસુ છે.

Live 247 Media

disabled