મર્ડર મિસ્ટ્રી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરથી લઇને ઘણુ બધુ... મહિલાઓ પર બની છે આ વેબ સ્ટોરી, એકવાર જરૂર જોજો - Chel Chabilo Gujrati

મર્ડર મિસ્ટ્રી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરથી લઇને ઘણુ બધુ… મહિલાઓ પર બની છે આ વેબ સ્ટોરી, એકવાર જરૂર જોજો

OTT પર એવી ઘણી સીરીઝ છે જે આઉટ ઓફ ધ બોક્સ બનાવવામાં આવી છે, જે ખાસ સ્ત્રી લક્ષી છે. આ સીરીઝમાં મહિલાઓને ખૂબ જ બોલ્ડ, મજબૂત અને મુક્ત બતાવવામાં આવી છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક વેબ સિરીઝ વિશે.

‘ધ મેરિડ વુમન’ બે મહિલાઓની કાછે. એક પરિણીત સ્ત્રી પતિ-સંતાન અને સારું ઘર હોવા છતાં પણ પોતાને અધૂરી મહેસૂસ કરે છે, જ્યારે બીજી પોતાની શરતો પર પોતાનું જીવન જીવે છે. આ સીરિઝ મહિલાઓના મનની ઉથલ-પુથલ, સંઘર્ષ અને ઈચ્છા પર આધારિત છે. આ સીરિઝ ALT બાલાજી પર જોઈ શકાય છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘રાત અકેલી હૈ‘ પણ મહિલા શોષણના મુદ્દાને ખૂબ જ રસપ્રદ રીતે ઉજાગર કરે છે. કહાની ઠાકુર પરિવારના વડાની હત્યાથી શરૂ થાય છે, જેમાં પરિવારના સભ્યો શંકાના દાયરામાં આવે છે. પિતૃસત્તા અને મહિલાઓ સામે ઘરેલું શોષણ પર હુમલો કરતી આ વેબ સિરીઝ સારી સાબિત થઈ છે.

નેટફ્લિક્સ પર આવેલી ‘બુલબુલ‘ પણ મહિલાઓ પર આધારિત છે જે ઘરેલુ હિંસા વિરૂદ્ધ ઉભી રહે છે. જો કે આ એક હોરર ફિક્શન સિરીઝ છે જે સમાજનું કાળું સત્ય બતાવે છે. 1881 બંગાળની પૃષ્ઠભૂમિ પર આધારિત આ કહાનીનું કેન્દ્ર બુલબુલ છે, જે 6 વર્ષની નાની ઉંમરે જમીનદાર પરિવારના મોટા પુત્ર સાથે લગ્ન કરે છે. પરંતુ તે તેના દિયર સત્યા પ્રત્યે આકર્ષાય છે,

જે તેની જ ઉંમરનો છે. સત્યા થોડા દિવસોમાં અભ્યાસ માટે લંડન ચાલ્યો જાય છે. જ્યારે તે 20 વર્ષ પછી પાછો ફરે છે ત્યારે સમગ્ર પરિવારની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય છે. મોટા ભાઈએ હવેલી છોડી દીધી હોય છે અને બીજાની હત્યા થઈ ગઈ હોય છે. બુલબુલ ઠકુરાઇન બની ગઇ હોય છે. સિરીઝમાં રહસ્યમય હત્યા, ચુડેલ જેવા ટ્વિસ્ટ પણ જોવા મળશે.

ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી લારા દત્તા અને રિંકુ રાજગુરુની વેબ સિરીઝ ‘હંડ્રેડ‘ 42 વર્ષની એસીપી સૌમ્યા શુક્લા અને મતગણના કંપનીમાં કામ કરનાર યુવા છોકરી નેત્રાની કહાની છે, જે પોતાના જીવનમાં પરેશાન છે. ACP સૌમ્યા શુક્લાનું દુઃખ એ છે કે તેની તમામ પ્રતિભા અને લગન હોવા છતાં, તે તેના વિભાગ માટે આઇટમ ગર્લ સિવાય બીજું કંઈ નથી, જ્યારે નેત્રાને અચાનક ખબર પડી કે તેની પાસે જીવવા માટે માત્ર 100 દિવસ બાકી છે. બંને અચાનક એક દિવસ ચોરાહા પર મળે છે અને કહાનીમાં ટ્વિસ્ટ આવે છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર સુષ્મિતા સેનની આર્યા વેબ સિરીઝ ‘પોનાઝા’ પર આધારિત ક્રાઈમ ડ્રામા છે. આ સીરીઝ વિવિધ મહિલાઓની કહાની વર્ણવે છે જેઓ તેમના પતિના આકસ્મિક મૃત્યુ પછી વિપરિત પરિસ્થિતિનો સામનો કરે છે. તે દર્શાવે છે કે કેવી રીતે આર્યા તેના પતિની હત્યા પછી બાળકોની સુરક્ષા માટે કુટુંબના ગેરકાયદેસર વ્યવસાયમાં ઉતરે છે અને તે તેના દુશ્મનો તેમજ તેના નજીકના લોકોની ચાલબાજીનો શિકાર પણ થાય છે.

પરિણીતી ચોપરા સ્ટારર ધ ગર્લ ઓન ધ ટ્રેન બ્રિટિશ લેખિકા પોલા હોકિન્સની 2015ની નવલકથા ધ ગર્લ ઓન ધ ટ્રેન પર આધારિત છે. આ હત્યાનું રહસ્ય ઘરેલું હિંસા, દારૂ અને ડ્રગ્સ દ્વારા ત્રણ મહિલાઓના જીવનમાં વણાય છે. ફિલ્મનું કેન્દ્ર લંડનમાં રહેતી મીરા કપૂર (પરિણિતી ચોપરા) છે, જેનું અંગત અને વ્યાવસાયિક જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.

બોમ્બે બેગમ્સ 5 મહિલાઓની અલગ અલગ કહાનીઓ રજૂ કરે છે. ડ્રગ્સ, એક્સ્ટ્રા મેરિટલ અફેર અને એવા તમામ મુદ્દાઓ આ સીરીઝમાં છે, જે મહિલાઓની અંદર ક્યાંક દટાયેલા છે. ઉચ્ચ સમાજથી લઈને વિદ્યાર્થી અને મધ્યમ વર્ગની મહિલાઓની કહાની અહીં જોવા મળશે. આ સીરીઝ Netflix પર જોઈ શકાય છે.

નેટફ્લિક્સ પર ત્રિભંગા ત્રણ પેઢીઓની મહિલાઓની કહાની છે, જે વાસ્તવિકતાના આધારે મહિલાઓના સંબંધો અને અપેક્ષાઓની ઝીણવટની તપાસ કરે છે. રેણુકા શહાણેએ કાજોલ, તન્વી આઝમી અને મિથિલા પાલેકરની વાર્તા બનાવી છે.

Live 247 Media

disabled