આ મહિલાએ જિમમાં કરી એવી કસરત કે જોઈને તમારો પણ પરસેવો છૂટી જશે... વાયરલ વીડિયોએ ખેંચ્યું લોકોનું ધ્યાન - Chel Chabilo Gujrati

આ મહિલાએ જિમમાં કરી એવી કસરત કે જોઈને તમારો પણ પરસેવો છૂટી જશે… વાયરલ વીડિયોએ ખેંચ્યું લોકોનું ધ્યાન

સોશિયલ મીડિયામાં જિમના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં લોકો કસરત કરીને પોતાની બોડી પણ શોઓફ કરતા હોય છે. આજે ઘણા યુવાનો પોતાની ફિટનેસને લઈને ખુબ જ જાગૃત બન્યા છે અને જીમમાં પરસેવો પણ વહાવી રહ્યા છે. ત્યારે ફક્ત આજે યુવકો જ નહિ યુવતીઓ અને મહિલાઓ પણ જિમમાં કસરત કરીને પોણા ઝંડા રોપી રહી છે.

ત્યારે જિમમાં કસરત કરતી ઘણી યુવતીઓ અને મહિલાઓ પણ પોતાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે જે વાયરલ થઇ જાય છે. હાલ એવી જ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ મહિલા સાડી પર સ્પોર્ટ્સ શૂઝ પહેરીને કસરત કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા જીમની અંદર ખતરનાક વર્કઆઉટ કરી રહી છે. આમાં આશ્ચર્યની વાત એ છે કે તેણે આખો વર્કઆઉટ સાડી પહેરીને કર્યો હતો. વર્કઆઉટ દરમિયાન તેણે એક ભારે ટ્રકનું ટાયર પણ પોતાના માથા પર ઊંચક્યું હતું, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Reena Singh (@reenasinghfitness)

રીના સિંહ નામની છોકરી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા જ વીડિયો અપલોડ કરતી રહે છે. તેના વીડિયોને લાખો લોકો જોઈ રહ્યા છે. ગુલાબી સાડી પહેરીને રીનાએ આ વખતે એવો વર્કઆઉટ કર્યો કે સેંકડો છોકરાઓને પરસેવો છૂટી ગયો. આ વીડિયોને શેર કરતાં રીનાએ કેપ્શનમાં લખ્યું કે, આ તો માત્ર શરૂઆત છે. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Uma Thakor

disabled