તેરી આંખ કા યો કાજલ..." ગીત પર લગ્નમાં ભાભીએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે જોનારા પણ આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

તેરી આંખ કા યો કાજલ…” ગીત પર લગ્નમાં ભાભીએ કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે જોનારા પણ આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા, વાયરલ થયો વીડિયો

લગ્નમાં આ ભાભીનો કાતિલ ડાન્સ જોઈને તો ક્ષણવાર માટે તમારું હૈયું પણ ઘાયલ થઇ જશે, લોકોએ કહ્યું, “લગ્ન બાદ ક્યાંથી આવે છે આવી એનર્જી ?” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નની સીઝન આવતા જ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ઘણા બધા વીડિયોન અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાવ. તો ઘણા વીડિયોમાં કેટલાક લોકો મન મૂકીને ડાન્સ કરતા પણ જોવા મળે છે. આવા ડાન્સને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે ઘણા બધા એવા ગીતો છે જેના પર લોકો લગ્નમાં ડાન્સની મજા અચૂક માણતા હોય છે, એવું જ એક ભોજપુરી ગીત છે તેરી આંખ કા યો કાજલ…” જેમાં સપના ચૌધરીએ ડાન્સ કર્યો હતો. ત્યારે હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ભાભી આ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા સપના ચૌધરીના પ્રખ્યાત ગીત “તેરી આંખ કા યો કાજલ…” પર જબરદસ્ત એનર્જી સાથે સારી ઝડપે ડાન્સ કરી રહી છે. આ મહિલા તેના ડાન્સમાં સંપૂર્ણપણે ખોવાઈ જાય છે. વીડિયોમાં તેની આસપાસ કેટલાક વડીલો પણ જોઈ શકાય છે, પરંતુ તે બધાને ભૂલીને તે પોતાની ધૂનમાં નાચી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Temre Katre (@kat__shraddha)

આ વાયરલ વીડિયોને શ્રદ્ધા ટેમરે કાત્રે નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને 1 લાખ 91 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયો પર લોકો ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આની આગળ તો સપના ચૌધરી પણ ફેલ થઈ ગઈ છે. આ ઉપરાંત કેટલાક લોકોએ એવું પણ લખ્યું હતું કે સંગીત એ પોતાને ભૂલી જવાનું એક માધ્યમ છે. આ જ કારણ છે કે પોતાના જ સૂરમાં ખોવાયેલી આ મહિલા બીજું કશું સમજી શકતી નથી.

Uma Thakor

disabled