કોણ હતી સલમાન ભાઈજાનની પહેલી ગર્લફ્રેંડ? આ હિરોઈનના પ્રેમમાં દૂધવાળા પણ બની ગયા હતા ભાઈજાન

કોણ હતી ભાઈજાનની પહેલી ગર્લફ્રેંડ? સંગીતા કે ઐશ્વર્યા નહિ પણ…..હાલ તો વૃદ્ધ થઇ ગઈ જોઈ લેજો

સલમાન વિશે બોલિવૂડમાં એક વાત તો કહેવામાં આવે છે કે સલમાન ખાન માસુમ માણસ છે. સલમાન ખાન કામને દિલથી કરતા હોય છે કે પછી કરતા જ નથી પરંતુ તે વાત પણ ખોટી નથી કે સલમાન ખાનનું દિલ પર વારંવાર તૂટ્યું છે. સંગીતા બિજલાની, સોમી અલી, એશ્વર્યા રાય, કેટરીના કૈફ, ઝરીન ખાન, સ્નેહા ઉલ્લાસ આ બધા નામ સલમાન ખાન સાથે જોડાયા પરંતુ તેમની જિંદગીમાં ટકી શક્યા નહીં. સલમાને હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ, ગર્લફ્રેન્ડની બાબતમાં સલમાન આ યાદીમાં ટોચ પર છે. તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું હતું. તે તેના અફેરને લઈને ઘણીવાર વિવાદોમાં પણ આવ્યો હતો.

સલમાન ખાનની જિંદગીમાં પ્રેમે દસ્તક તો આપી પરંતુ દરેક વખતે સલમાન ખાનનું દિલ કાચની જેમ તૂટી ગયું. લોકોનું માનવું છે કે સંગીતા બિજલાની સલમાન ખાનનો પહેલો પ્રેમ હતી પરંતુ તે સત્ય નથી. જસીમ ખાને સલમાનની બાયોગ્રાફી ‘બીઇંગ સલમાન’માં તેમના પહેલા પ્રેમ વિશે કહ્યું હતું. સંગીતા બિજલાની પહેલા સલમાન ખાન આ છોકરીને ખુબ જ પ્રેમ કરતા હતા.

આપણા જમાનાના સુપર સ્ટાર અશોક કુમારની પૌત્રી શાહીન જાફરી સલમાન ખાનનો પહેલો પ્રેમ હતી. તે સમયે બંને 19 વર્ષના હતા. સલમાન ખાન જે કોલેજમાં ભણતા હતા ત્યાં જ શાહીન પણ ભણતી હતી. તે દિવસો દરમ્યાન સલમાન ખાન લાલ કલરની સ્પોર્ટ્સ કારને સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે ઉભેલી જોવા મળતી હતી.

સલમાન ખાન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. સલમાન અને શાહીનની મુલાકાત કિયારાની માતા જિનેવા અડવાણીએ કરાવી હતી. બંનેએ એકબીજાને ડેટ પણ કરતા હતા. સલમાન શાહીનને એ હદ સુધી પ્રેમ કરતા હતા કે શાહીનનો કોલેજના ગેટ આગળ કલાકો સુધી રાહ જોતા હતા. જસીમ ખાનનું બાયોગ્રાફીમાં કહ્યું છે કે સલમાન ખાન શાહીનના ઘરે દૂધ અને બ્રેડ પણ પહોંચાડતા હતા.

થોડા મહિનાઓ પછી સલમાન ખાને શાહીનને તેના પરિવાર સાથે પણ મળાવી હતી બંનેના પરિવારે આ સંબંધને સ્વીકારી પણ લીધા હતા. ઉમ્મીદ કરવામાં આવી હતી કે જલ્દી જ બંનેના લગ્ન થઇ જશે. પરંતુ તેવું થયું નહિ. તે સમય દરમ્યાન સલમાન ખાનની મુલાકાત મશહૂર મોડલ અને 1980ની મિસ ઇન્ડિયા રહી ચુકેલી સંગીતા બિજલાની સાથે થઇ ગઈ બંને વચ્ચે પ્રેમ થવાનો શરુ થઇ ગયો હતો. જેના લીધે સલમાન અને શાહીનનો સંબંધ તૂટી ગયો હતો.

થોડા સમય પહેલા સલમાન ખાન લુલિયા વંતૂરને ડેટ કરી રહ્યા હતા. સલમાન ખાન સાથેની લુલિયા વંતૂરની તસવીર ખુબ ચર્ચામાં હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સાંભળવામાં આવ્યું હતું કે સલમાન ખાન બધાની સામે એલાન કરવાના હતા કે લુલિયા વંતૂર તેમની ગર્લફ્રેંડ છે. પરંતુ તેવું થયું નહિ ફરી વખત સલમાન ખાનની જિંદગીએ યૂ ટર્ન મારી લીધો હતો.

સલમાને વર્ષ 1988માં ‘બિવી હો તો ઐસી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ”મૈને પ્યાર કિયા” મા મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે સલમાન ખાનનું નસીબ બદલી નાખ્યું. ફિલ્મી પડદા પર રોમેન્ટિક હીરો બનેલા સલમાન લોકો માટે ભાઈજાન અને ટાઇગર બની ગયા હતા.

disabled