જાણો કોણ છે ટીમ ઇન્ડિયાના સ્ટાર અક્ષર પટેલની મંગેતર મેહા, ગ્લેમરસ તસવીરો જોઇ થઇ જશો દીવાના - Chel Chabilo Gujrati

જાણો કોણ છે ટીમ ઇન્ડિયાના સ્ટાર અક્ષર પટેલની મંગેતર મેહા, ગ્લેમરસ તસવીરો જોઇ થઇ જશો દીવાના

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાના 28માં જન્મદિવસ પર પોતાના જીવનનો મોટો નિર્ણય લીધો છે. અક્ષરે તેના જન્મદિવસે તેની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી હતી. અક્ષર અને મેહા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આખરે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ મેહાનું એક ટેટૂ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. મેહાએ તેના હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ બનાવ્યું છે. તેના હાથ પર ‘અક્ષ’ લખેલું છે.

અક્ષરે તેની બર્થડે પાર્ટી દરમિયાન સગાઈનું પ્લાનિંગ પહેલેથી જ કરી લીધું હતું. અક્ષરની બર્થડે પાર્ટીની તસવીરો પરથી આનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. ભારતીય ટીમના લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલે ગુરુવારે તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી હતી. અક્ષરે પણ મેહાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે ખાસ દિવસ પસંદ કર્યો હતો.

વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પદાર્પણ કરનાર અક્ષર પટેલનો જન્મદિવસ 20 જાન્યુઆરીએ હતો. અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં થયો હતો. અક્ષર ગુરુવારે તેનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો.અક્ષર પટેલ લાંબા સમયથી મેહાને ડેટ કરી રહ્યો હતો અને હવે તેણે ગુરુવારે મેહા સાથે સગાઈ કરી લીધી. મેહા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે.

અક્ષરે મેહાને અલગ રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ODI શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થયેલા અક્ષર પટેલે મંગેતર મેહાને અલગ રીતે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. અક્ષરે તેના જન્મદિવસ પર સગાઈ દરમિયાન “મેરી મી” બોર્ડ લગાવ્યા હતા અને તેણે ઘૂંટણિયે બેસી મેહાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. વર્ષ 2021માં 5 ટેસ્ટમાં 36 વિકેટ ઝડપી હતી. આ સાથે અક્ષરે પણ બેટ વડે લગભગ 30ની એવરેજથી 179 રન બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમની અંદર ઘણા ગુજરાતી ક્રિકેટરોનો દબદબો રહ્યો છે. વર્ષોથી ભારતીય ટીમમાં ગુજરાતી ક્રિકેટરો પોતાનું સ્થાન જમાવતા આવ્યા છે, જેમાં અજય જાડેજા હોય કે પછી રવિન્દ્ર જાડેજા, કે પછી યુવા ક્રિકેટર અક્ષર પટેલ. તેમને પોતાના પ્રદર્શનથી દેશ અને દુનિયામાં એક આગવું નામ બનાવ્યું છે.ક્રિકેટરોના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે.

ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરના રહેવાસી અક્ષર પટેલ મેહા નામની છોકરીને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહ્યો હતો. મેહા પણ ગુજરાતી જ છે અને તે ઘણીવાર અક્ષર પટેલને મેચ દરમિયાન ચીયર કરતી પણ જોવા મળી હતી. આ બંનેના આફેરની ખબરો પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી ત્યારે આખરે અક્ષરે તેના જન્મ દિવસે જ મેહા સાથે સગાઈ કરીને લોકોની અટકળો ઉપર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

અક્ષરે સગાઈની જાણકારી આપતા લખ્યું છે કે, “જીવનની આ નવી શરૂઆત છે. હંમેશા માટે અમે એક સાથે છીએ. તને આખી જિંદગી પ્રેમ કરતો રહીશ.” આ સાથે જ અક્ષરે પોતાની પ્રેમિકા મેહા સાથેની ઘણી તસવીરો પણ શેર કરી છે જેમાં બંને સગાઈ દરમિયાન એકબીજાને પહેરાવેલી વીંટી પણ બતાવી રહ્યા છે. આ ખાસ કાર્યક્રમમાં અક્ષર અને મેહાના પરિવાર ઉપરાંત કેટલાક નજીકના લોકો પણ હાજર રહ્યા હતા.

અક્ષરના તસવીરો શેર કરવાની સાથે જ ચાહકો તેને સગાઈ કરવાની શુભકામનાઓ આપી રહ્યા છે.આ ઉપરાંત અક્ષરને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ દ્વારા પણ મજાકિયા અંદાજમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. દિલ્હી કેપિટલ દ્વારા પણ અક્ષરને શુભકામનાઓ પાઠવામાં આવી છે. આ ઉપરાંત આર પી સિંહ, યુઝી ચહલ, જયદવેવ ઉનડકટ, સૂર્ય કુમાર યાદવ જેવા ક્રિકેટરોએ પણ તેને શુભકામનાઓ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Dt.♍️e h 🅰️🦋 (@meha2026)

Live 247 Media

disabled