“ઐશ્વર્યા રાય મારી બાહોમાં છે.” જયારે આ અભિનેતાએ કહી હતી આ વાત ભડકી ઉઠ્યો હતો સલમાન પછી જે થયું
બોલીવુડમાં આમતો ઘણી જ પ્રેમ કહાનીઓ ચર્ચામાં રહેલી છે પરંતુ આ બધામાં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની પ્રેમ કહાની સૌથી વધુ ચર્ચામાં રહેલી જોવા મળે છે, અને ચાહકોને આ પ્રેમ કહાની સૌથી વધુ પસંદ પણ છે. પરંતુ સલમાન અને ઐશ્વર્યા એક ના થઇ શક્યા, ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની ગઈ જયારે સલમાન હજુ પણ કુંવારો છે. પરંતુ એ બંનેની પ્રેમ કહાની દરમિયાન જ બીજા એક અભિનેતા સાથે ઐશ્વર્યનું નામ જોડાયું હતું અને ત્યારે સલમાનનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો હતો.
ફિલ્મ હેમ દિલ દે ચુકે સનમના સેટ ઉપરથી જ સલામન અને ઐશ્વર્યા વચ્ચેનો પ્રેમ શરૂ થઇ ગયો હતો, આ બંને 4 વર્ષ સુધી એકબીજાના પ્રેમના બંધનમાં જોડાઈ રહ્યા પરંતુ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું જેનું કારણ હતી સલામણનો વ્યવહાર.
સલમાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાયને વર્ષ 2004માં કયો હો ગયાના ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય સાથે કામ કરવાનું થયું આને આ ફિલ્મના સેટ ઉપરથી જ વિવેક અને ઐશ્વર્યાના અફેરની ખબરો પણ આવવા લાગી.
વિવેક ઓબોરોએ નેશનલ ટીવી ઉપર આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેના પ્રેમની કબૂલાત પણ કરી હતી અને આ વાત સાંભળીને સલામન ખુબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો.
કરણ જોહરના એક ચેટ શો દરમિયાન વિવેકને કારણ જોહરે પૂછ્યું કે ઐશ્વર્યા રાય ક્યાં છે, હોલીવુડમાં કે બોલીવુડમાં ત્યારે તેના જવાબમાં વિવેકે જવાબ આપ્યો હતો કે ઐશ્વર્યા મારી બાહોમાં છે.
વિવેક ઓબોરોય અને ઐશ્વર્યનું નજીક આવવું સલમાનને સહેજ પણ પસંદ નહોતું, સલામને વિવેકને ફોન ઉપર ખરાબ ગાળો પણ બોલી હતી, અને જાનથી મારી નાખવાની ધમકી પણ તેને આપી હતી. જેના બાદ વિવેક ઓબોરોએ એક પ્રેસ કોન્ફ્રન્સ પણ બોલાવી હતી.
1 એપ્રિલ 2003ના રોજ વિવેકે સલમાન વિરુદ્ધ એક પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી જેમાં તેને કહ્યું હતું કે: “29 માર્ચ (2003)ની મોડી રાત્રેથી લઈને સવારે 5 વાગ્યા સુધીમાં સલમાન ખાને મને 41 વાર ફોન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.”
જો કે વિવેકે આ પ્રેસ કોન્ફ્રન્સ બાબતે એકે ટોક શોની અંદર પોતાની ભૂલ પણ કાબુલી હતી અને તેને કહ્યું હતું કે તેને પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી ભૂલ કરી છે, તેને મર્દની જેમ સામે જઈને પૂછવાનું હતું કે શું પ્રોબ્લેમ છે.
આ સમગ્ર મામલામાં એક એવોર્ડ ફંક્શનમાં વિવેકે સલમાન સામે બે હાથ જોડી અને માફી પણ માંગી હતી પરંતુ આ માફી માંગવાની પણ કોઈ અસર સલમાન ઉપર થઇ નહોતી.
થોડા સમય પહેલા જયારે એક ઇન્ટરવ્યૂમાં વિવેકને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે વિવેકે જણાવ્યું હતું કે આ બધી જૂની વાતો છે અને આપણે તેને ભૂલીને આગળ વધવું જોઈએ.