વિરાટ કોહલીએ શેર કરી અનુષ્કા અને દીકરી વામિકાની તસવીર, જુઓ વામિકાની ઝલક

Wow: ભગવાને અનુષ્કા વિરાટને પરી જેવી દીકરી આપી છે, જુઓ પહેલીવાર તસ્વીર આવી સામે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા અને દીકરી વામિકાની તસવીર શેર કરી એક ઇમોશનલ મેસેજ લખ્યો છે અને મહિલા દિવસની શુભકામના પાઠવી છે. વિરાટે લખ્યુ કે, અનુષ્કા શર્મા તેમના જીવનની સૌથી સ્ટ્રોંગ મહિલા છે અને તે ઇચ્છે છે કે તેમની દીકરી વામિકા પણ અનુષ્કાની જેમ બને.

વિરાટે તસવીર શેર કરતા લખ્યુ કે, બાળકને જન્મ આપવો સરળ વાત નથી. એ કોઇના માટે અવિશ્વનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઇ શકે છે. જયારે તમે જુઓ છો તો તમે મહિલાઓની અસલી તાકાત અને દિવ્યતાને સમજો છો અને તમે એ સમજી શકો છો કે, ભગવાને તેમના અંદર જીવન કેમ બનાવ્યુ છે. એવું એ માટે કે તે લોકો આપણી તુલનામાં વધુ મજબૂત છે.

વિરાટ કોહલીએ આગળ લખ્યુ કે, મહિલા દિવસની શુભકામનાઓ, મારા જીવનની સૌથી દયાળુ અને શક્તિશાળી મહિલાને અને તેને જે મોટી થઇને બિલકુલ તેની માતા જેવી બનશે. તેમજ સાથે સાથે દુનિયાની બધી મહિલાઓને મહિલા દિવસની શુભકામના.

તમને જણાવી દઇએ કે, આ વર્ષ કપલ 11 જાન્યુઆરીના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. તેમના ઘરે દીકરીનો જન્મ થયો અને તેની ખુશખબરી શેર કરતા વિરાટ કોહલીએ લખ્યુ હતુ કે, અમને બંનેને એ જણાવતા ખુશી થાય છે કે, આજે અમારા ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભકામનાઓ બદલ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

તમને જણાવી દઇએ કે, અનુષ્કા અને વિરાટની મુલાકાત એક શેમ્પુની જાહેરાતના શુટિંગ દરમિયાન થઇ હતી. વિરાટ અભિનય વિશે જાણતા ન હતા અને તે જ કારણે તેઓ અનુષ્કા સાથે શુટ વખતે ઘણા નર્વસ હતા. ત્યારે અનુષ્કાએ માહોલને થોડો હળવો કરવા જોક્સ સંભળાવ્યો અને તે બંને વચ્ચે ત્યારથી વાતચીતની શરૂઆત થઇ. તે બાદ તેમને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવતા.

આ દરમિયાન એવી ખબર આવી કે વિરાટ અને અનુષ્કા બંને એકબીજાને ડેટ કરે છે. પરંતુ આ વાતથી તેઓએ ઇનકાર કરી દીધો. વર્ષ 2017માં વિરાટ અને અનુષ્કાએ ઇટલીમાં લગ્ન કરી લીધા. તેઓએ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા અને તેમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

disabled