ખુશખબરી : આખરે આવી જ ગઈ દિગ્ગજ સેલિબ્રિટી વિરાટ અનુષ્કાની દીકરીની તસવીરો..જુઓ કેવી ક્યૂટ છે
સ્વર્ગની પરી જેવી ક્યૂટ દેખાય છે અનુષ્કા વિરાટની લાડલી, જોઈ લો તસવીરો
આ દિવસોમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં છે. દુબઈમાં ટી 20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને વિરાટને પ્રોત્સાહિત કરવા અનુષ્કા શર્મા ત્યાં પહોંચી છે. અનુષ્કાએ હાલમાં જ તેની ક્વોરેન્ટાઇન લાઇફની ઝલક ચાહકોને આપી હતી. હવે લાગે છે કે તેનો ક્વોરેન્ટાઇન પીરિયડ પૂર્ણ થઇ ગયો છે. સાથે જ હવે તે પતિ વિરાટ અને દીકરી વામિકા સાથે સમય વીતાવી રહી છે.
અનુષ્કા શર્માએ ખૂબ જ ક્યુટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ કોહલી દીકરી વામિકા સાથે રમતા જોવા મળઈ રહ્યા છે. તસવીરમાં વામિકા બોલ પિટમાં ઘણા બધા બોલ્સની સાથે બેઠી છે. આ તસવીર શેર કરતા અનુષ્કાએ લખ્યુ છે કે, મારુ પૂરુ દિલ એક ફ્રેમમાં.
અનુષ્કાની આ ખૂબ જ ક્યુટ તસવીરને ચાહકો ઘણો પ્રેમ આપી રહ્યા છે અને સાથે સાથે સેલેબ્સ પણ આને જોઇને પીઘળી રહ્યા છે. મસાબા ગુપ્તા, રકુલ પ્રીત સિંહ, નીતિ મોહન સાથે સાથે અન્ય એ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તસવીરને ક્યુટ જણાવતા હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા છે.
આ પહેલા અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની ઘણી તસવીરો શેર કરી હતી અને જણાવ્યુ હતુ કે, તે દુબઇના હોટલમાં ક્વોરેન્ટાઇન છે. તસવીરોમાં વિરાટને બાલકની અને લોનમાં દેખવામાં આવે છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન ઇટલીના ટસ્કનીમાં થયા હતા. બંને 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. અનુષ્કાએ 11 જાન્યુઆપી 2021ના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વિરાટ આ દિવસોમાં ટી20 વર્લ્ડ કપમાં વ્યસ્ત છે. ત્યાં અનુષ્કા શર્મા ફિલ્મ Qalaને પ્રોડ્યુસ કરી રહી છે.
View this post on Instagram