ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે વિરાટ કોહલી, 70 લાખની ઘડિયાળથી લઇને 80 કરોડના બંગલા સુધી આ મોંઘી વસ્તુઓના માલિક છે વિરુષ્કા - Chel Chabilo Gujrati

ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે વિરાટ કોહલી, 70 લાખની ઘડિયાળથી લઇને 80 કરોડના બંગલા સુધી આ મોંઘી વસ્તુઓના માલિક છે વિરુષ્કા

ઘણું સુખી જીવન જેવે છે ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલી, કલેક્શનમાં છે આ લગ્ઝરી વસ્તુઓ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે.  દુનિયાની એકથી એક ચડિયાતી અને શાનદાર વસ્તુ વિરાટ કોહલી પાસે છે. વિરાટ કોહલી દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે.કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાંના એક છે. ફોર્બ્સની લિસ્ટમાં વિરાટ કોહલી 196 કરોડ રૂપિયાની વર્ષની કમાણી સાાથે સૌથી અમીર ક્રિકેટર છે.

વિરાટ કોહલી ઘણી લગ્ઝરી વસ્તુઓના માલિક છે. જેમાં ઘડિયાળથી લઇને બંગલા સુધી અનેક વસ્તુઓ સામેલ છે. વિરાટ કોહલી પાસે મુંબઇના વર્લીમાં એક આલીશાન ફ્લેટ છે. આ ફ્લેટને વિરાટ અને અનુષ્કાએ પોતાના લગ્ન પહેલા વર્ષ 2016માં ખરીદ્યો હતો. આ એપાર્ટમેન્ટ 35માં ફ્લોર પર છે. આ એપાર્ટમેન્ટથી આખુ મુંબઇ શહેર અને અરબ સાગર જોઇ શકાય છે. આની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે.

એપાર્ટમેન્ટ ઉપરાંત વિરાટ કોહલી પાસે હરિયાણાના ગુરુગ્રામમાં એક શાનદાર બંગલો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બંગલામાં એક સ્વિમિંગ પુલ, જીમ અને શાનદાર સજાવટનો સામાન છે.

વિરાટ કોહલી કાર લવર છે. તેમનો કાર પ્રેમ કોઇનાથીછૂપાયેલો નથી. તેમની પાસે ઘણી કારોનું કલેક્શન છે. જેમાં ધ બેંટલે કોન્ટિનેંટલ તેમની ફેવરેટ કારોમાંની એક છે. આ કારને તેમણે વર્ષ 2018માં ખરીદી હતી. દીકરીના જન્મ પહેલા કોહલીને પત્ની અનુષ્કા સાથે આ કારમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ કારની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

ફાઇનેંશિયલ એક્સપ્રેસ અનુસાર, વિરાટ કોહલી પાસે બેંટલે ફ્લાઇંગ સ્પર કાર છે. આ સેડાન કારની કિંમત લગભગ 3.97 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીની સૌથી કિંમતી વસ્તુઓમાં તેમનું વોલેટ પણ સામેલ છએ. તેમની પાસે લોએસ મોયિતોંજીના બ્રાંડનું પર્સ છે, જેની કિંમત 85 હજાર રૂપિયા છે.

વિરાટ કોહલીને ઘડિયાળનો ઘણો શોખ છે. તેઓ જે  ઘડિયાળ પહેરે છે, તેની કિંમત સાંભળી તમે હેરાન રહી જશો. વિરાટ પાસે જે ઘડિયાળ  છે તેની કિંમત 70 લાખ રૂપિયા છે. કોહલી પાસે કપડા, શુઝ અને ઘડિયાળોનું બ્રાંડેડ કલેક્શન છે. વિરાટ કોહલીની ઘડિયાળમાં જબરદસ્ત ફિચર્સ છે. સાથે તેમાં નીલમ અને સોના તેમજ ડાયમંડનો ઉપયોગ થયેલો છે. જે ઘડિયાળના લુકને આકર્ષક બનાવે છે.

Live 247 Media

disabled