'સ્વર્ણ ઘર'ના ધરાવહિકના સીને ઉડાવી દીધા લોજીકના ધજાગરા, જુઓ ફની વીડિયો - Chel Chabilo Gujrati

‘સ્વર્ણ ઘર’ના ધરાવહિકના સીને ઉડાવી દીધા લોજીકના ધજાગરા, જુઓ ફની વીડિયો

આ દિવસોમાં ડેઈલી સોપના એવા અનેક દ્રશ્યો વાઈરલ થાય છે જેમાં લોજીકના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે આ કામ કલર્સ ટીવીના શો ‘સ્વર્ણ ઘર’ દ્વારા કરવામાં આવ્યું છે. કલર્સના આ શોના મુખ્ય કલાકારો સંગીતા ઘોષ અને રોનિત રોય છે. આ શો રિલીઝ થયાને ઘણો સમય થઈ ગયો છે. તેમજ તેના દ્રશ્યે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધો છે.

સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા કરતા એક યુઝર્સની નજર ”સ્વર્ણ ઘર’ના ધરાવહિકના મજેદાર સીન પર પડી હતી. વીડિયોમાં સંગીતા ઘોષ હોસ્પિટલના એક કૈપમાં નજર આવી રહી છે. જ્યાં અજીત એટલે કે શોના અજય ચૌધરી પણ મોજુદ છે. બને વચ્ચે કંઈક વાત ચાલી રહી હતી આ દરમ્યાન સંગીતાનો દુપટ્ટો પાછળ લાગેલા પંખામાં ફસાઈ જાય છે. દુપટ્ટો આરામથી પંખામાંથી નીકાળી શકાય તેવો હતો પરંતુ નહિ શો વાળાને આ દીલચપ્સ બનાવવું હતું અને જુઓ સીનને કેવી રીતે પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું.

દુપટ્ટો એક બાજુથી પંખા જોડે ફસાયેલો હતો. શોની અભિનેત્રી ઈચ્છે તો એક હાથથી દુપટ્ટો ગળામાંથી નીકાળી શકતી હતી પરંતુ તે ગળું ભરવાનો અભિનય કરી રહી હતી. બીજી બાજુ ઉભેલા લોકો તમાશો જોઈ રહ્યા હતા. બિચારી એક છોકરી પંખાનો પ્લગ નીકળવાની કોશિશ કરે છે પરતું તે પણ કામયાબ થઇ શકી નહિ. અજીત સંગીતને બચાવવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ એટલું મગજ નહિ લગાવે કે દુપટ્ટો નીકાળીને ફેંકી શકાય છે. કે પછી પંખાની સ્વીચ બંધ કરીને તેને બચાવી શકાય છે.

ત્યારબાદ તેણે તેના હીરો વાળુ રૂપ દેખાડતા દુપટ્ટાને દાંતથી કાપી નાખ્યો. શોના આ એપિસોડે લોજીકની જે બેન્ડ વગાડી છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સથી રહેવાયું નહિ અને તેમણે મજા લેવાની શરુ કરી દીધી.

યુઝર્સ બાદ હવે ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીએ પણ એપિસોડની કહાની પર તેનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કામ્યાએ લખ્યું હતું કે આવા કારણને લીધે જ સારા અભિનેતા હોવા છતાં ફિલ્મો અને વેબ સિરીઝની તુલનામાં ટીવી કન્ટેન્ટ ડાઉન દેખાય છે. જોકે કામ્યાએ સાચું જ કહ્યું છે. ટીવી ધારાવાહિકના ઘણા એવા સીન છે જેને જોઈને કોઈ પણ માણસ પોતાનું માથું પછાડી દેશે.

Live 247 Media

disabled