વિક્કી કૌશલ પત્ની કેટરીના કૈફ સાથે થયા રોમેન્ટિક, બાહોમાં આવી બોલ્યા- સારુ કનેક્શન... - Chel Chabilo Gujrati

વિક્કી કૌશલ પત્ની કેટરીના કૈફ સાથે થયા રોમેન્ટિક, બાહોમાં આવી બોલ્યા- સારુ કનેક્શન…

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં તેમના લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. હનીમૂન પછી તેમના કામમાં વ્યસ્ત હોવા છતાં, બંને ઘણીવાર સમય કાઢીને એકબીજા સાથે ફરતા જોવા મળે છે. હાલમાં જ આ કપલ કોઈ અજાણી જગ્યાએ રજાઓ ગાળવા માટે ગયું છે અને ત્યાંથી પોતાની તસવીરો પોસ્ટ કરી રહ્યું છે. કામના બ્રેક પછીની તસવીરો હોય કે પછી રોમેન્ટિક તસવીરો, વેકેશન પર હોવા છતાં બંનેએ સોશિયલ મીડિયા પર અપડેટ કરવાનું બંધ કર્યું નથી. શુક્રવારે સવારે, અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી. જેમાં તે શર્ટ કે ટી શર્ટ પહેર્યા વગર મોટરબોટની બાજુમાં ઉભો જોવા મળી રહ્યો છે.

તસવીરમાં, વિક્કીની સામે ઊંચા પહાડો પર હરિયાળી અને પાણી દેખાઇ રહ્યુ છે. ફોટો સાથેના કેપ્શનમાં  વિક્કી કૌશલ અને કેટરિના એકસાથે ઘણો રોમેન્ટિક સમય વિતાવી રહ્યા છે. વિક્કી અને કેટરીના વેકેશન પર ગયા છે. આવી સ્થિતિમાં બંને ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક જબરદસ્ત ફોટો શેર કરી રહ્યાં છે. ગુરુવારે, કેટરિના કૈફે ચાહકોને તેના રોમેન્ટિક વેકેશનની ઝલક આપી. તે બાદ શુક્રવારે વિક્કીએ કેટલાક શાનદાર ફોટા શેર કર્યા. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપરાંત વિક્કીએ ઇન્સ્ટા સ્ટોરીમાં પણ ઘણી તસવીરો શેર કરી છે.

ફોટો શેર કરતા વિક્કી કૌશલે લખ્યું – અહીં કોઈ Wi-Fi નથી, તેમ છતાં એક સારું કનેક્શન છે. વિક્કીએ જબરદસ્ત કેપ્શન આપ્યું છે, પરંતુ ઘણા યુઝર્સ તેની મજા પણ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘Wi-Fi નથી તો તમે ફોટો કેવી રીતે અપલોડ કર્યો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ત્યાં કોઈ Wi-Fi નથી, તો પણ ફોટો અપલોડ કરવાની રીત શોધી કાઢી છે.’ કેટલાક યુઝર્સ વિક્કી કૌશલના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે તેને ‘હીરો’ અને બીજાએ ‘હોટ’ કહ્યો. એવા ઘણા યુઝર્સ પણ છે જેઓ વિક્કી પર હાર્ટ અને ફાયર ઇમોજી વડે પ્રેમ વરસાવી રહ્યા છે.

વિક્કીએ તેના વેકેશનના કેટલાક ફોટો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા છે. એક ફોટોમાં તે સમુદ્રની વચ્ચે એક યોટ પર ઊભો જોવા મળે છે. અન્ય એક ફોટોમાં વિક્કી કૌશલ કેટરિના કૈફની બાહોમાં જોઈ શકાય છે. કેટરિનાએ વિક્કીના ગળામાં હાથ નાખ્યો છે. બંને જુદી જુદી દિશામાં જોઈ રહ્યા છે. આ પહેલા કેટરીના કૈફે વિક્કી કૌશલ સાથે લીધેલા વેકેશનના ફોટા શેર કર્યા હતા. આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા કેટરીના અને વિક્કી મુંબઈ એરપોર્ટ પર હાથ પકડીને જોવા મળ્યા હતા. બંને વેકેશન એન્જોય કરી રહ્યાં છે. બંનેના રોમેન્ટિક ફોટો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ ટૂંક સમયમાં લુકા છુપ્પી 2 માં જોવા મળશે. કેટરીનાએ તાજેતરમાં જ સલમાન ખાન સાથે ટાઇગર 3નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.આ ઉપરાંત તેની પાસે ઘણી ફિલ્મો છે.

Live 247 Media

disabled