ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર થઇ Oops મોમેન્ટનો શિકાર, બધાની સામે જ હવામાં ઉડવા લાગ્યો સ્કર્ટ - Chel Chabilo Gujrati

ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર થઇ Oops મોમેન્ટનો શિકાર, બધાની સામે જ હવામાં ઉડવા લાગ્યો સ્કર્ટ

ઉફ્ફ્ફ…ઘણું કંટ્રોલ કર્યું તો પણ ન દેખાવાનું નીચેથી દેખાઈ ગયું, વિશ્વસુંદરીને થવું પડ્યુ શર્મિંદા- વીડિયો વાયરલ

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે અવારનવાર પોતાના પર નવા-નવા આઉટફિટ્સ ટ્રાય કરતી રહે છે, પરંતુ એકવાર ઉર્વશીએ એવો ડ્રેસ પહેર્યો કે તેને બધાની સામે શરમાવું પડ્યું. લાખો પ્રયત્નો છતાં ઉર્વશીનો Oops મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગયો. ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. એરપોર્ટની અંદર જતા પહેલા, તે પેપરાજીની સામે પોઝ આપે છે અને ફોટા ક્લિક કરાવે છે, પરંતુ થોડા સમય પછી તે Oops મોમેન્ટનો શિકાર બની જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશી ફોટોગ્રાફર્સની સામે પોતાનુ માસ્ક ઉતારીને તસવીરો ક્લિક કરાવે છે. આ પછી તે એરપોર્ટની અંદર જવા લાગે છે. ગેટ પર ઉભી ઉર્વશી મોબાઈલમાં કંઈક કરવા લાગે છે, ત્યારે જ તેનો સ્કર્ટ હવામાં ઉડવા લાગે છે. તે ઝડપથી સ્કર્ટ નીચે કરે છે, પરંતુ બીજી વખત તેનો ડ્રેસ હવાને કારણે થોડો ઊંચો થઈ જાય છે, જેના કારણે ઉર્વશી તમામ પ્રયત્નો પછી પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાએ અરબ ફેશન વીકમાં ભાગ લીધો હતો. આ સાથે તે અરબ ફેશન વીકમાં બે વાર તેની હાજરી દર્શાવનાર પ્રથમ ભારતીય બની હતી. આ ફેશન વીકમાં ઉર્વશીએ ગોલ્ડન કલરનો હાઈ થાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો, જેની કિંમત 40 કરોડ રૂપિયા હતી. તેના આ લુકની ખૂબ ચર્ચા થઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા છેલ્લે ફિલ્મ ‘વર્જિન ભાનુપ્રિયા’માં જોવા મળી હતી જેમાં તેણે ગૌતમ ગુલાટી સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. હવે ચર્ચા છે કે ઉર્વશી તેલુગુ ફિલ્મ ‘બ્લેક રોઝ’માં જોવા મળશે. જો કે, લાંબા સમયથી આ ફિલ્મ વિશે કોઈ નવી અપડેટ બહાર આવી નથી. ઉર્વશી રૌતેલાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મો, આઈટમ નંબર અને મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે.

Live 247 Media
After post

disabled