ફ્રેશ શો દરમ્યાન ઉર્વશી રૌતેલાએ ગોલ્ડન શિમરી ડ્રસમાં વરસાવ્યો કહેર, લાખ-બે લાખ નહિ પરંતુ આટલી છે ડ્રેસની કિંમત - Chel Chabilo Gujrati

ફ્રેશ શો દરમ્યાન ઉર્વશી રૌતેલાએ ગોલ્ડન શિમરી ડ્રસમાં વરસાવ્યો કહેર, લાખ-બે લાખ નહિ પરંતુ આટલી છે ડ્રેસની કિંમત

શિમરી ગોલ્ડન ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ દેખાડ્યો હુસ્નનો જલવો, દિલકશ અદાઓને જોઈને ચાહકો થયા મદહોશ

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફેશન સેન્સ એટલી જોરદાર હોય છે કે તેની હોટ તસવીરો મિનિટોમાં વાયરલ થઇ જતી હોય છે. વેસ્ટર્ન બોલ્ડ આઉટફિટમાં ખુબ જ જબરદસ્ત રીતે શો ઓફ કરતી હોય છે. આ જ કારણ છે કે અદાકારા તેના કપડામાં એક્સ્પીરિમેન્ટ કરતા જરાય પણ ખચકાતી નથી. તાજેતરમાં જ કંઈક આવું જ જોવા મળ્યું હતું જયારે ઉર્વશીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તહેલકો મચાવી દીધો હતો.

ઉર્વશી રૌતેલા આ દિવસોમાં મુંબઈમાં છે અને ત્યાંથી ઘણીવાર તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે જોકે શેર કરતા જ વાયરલ થઇ જતી હોય છે. ઉર્વશીએ જે તસવીરો શેર કરી છે તેમાં અભિનેત્રી ગોલ્ડન શિમરી સ્કર્ટ ટાઈપ ડ્રેસમાં નજર આવી રહી છે જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. ફ્રોક સ્ટાઇલ આ ડ્રેસ પર સિક્કેસનું કામ કરેલું જોઈ શકાય છે.

તસવીરમાં ઉર્વશી રૌતેલાએ હાથમાં ડ્રેસ જેવા જ મોજા પહેરેલા છે અને વાળને હાઈ પોનીટેલ બનાવેલું છે જેમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ઉર્વશી રૌતેલાનો સ્મોકી મેકઅપ, લાલ લિપસ્ટિક, બ્લશ ગાલ, મસ્કરા કરેલી પાંપણ જોઈને ચાહકોને નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. તસવીરોમાં ઉર્વશી રૌતેલા કોઈ ઈનડોર સેટઅપમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે જે આવતા જ વાયરલ થઇ ગઈ હતી.


હલકા કપડાના આ ડ્રેસ પર ગ્રીન અને ગોલ્ડન કલરના સિક્કેસને જોડવામાં આવ્યું હતું. વેસ્ટલાઈન સુધી ડ્રેસને એકદમ ફિટેડ પેટર્નમાં રાખવામાં આવ્યું હતું જેમાં અભિનેત્રીના બોડી કર્વ્સ હાઈલાઈટ થઇ રહ્યા હતા. તેમજ સ્કર્ટ વાળા ભાગ પર 3D ફ્લોરલ મોટિકસને ઉમેરવામાં આવ્યું હતું. આ શોર્ટ આઉટફિટમાં અભિનેત્રી તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી દેખાઈ હતી તેમજ અભિનેત્રીએ ગોલ્ડન ડ્રેસને મેચ કરતા પગમાં ગોલ્ડન હિલ્સ પણ પહેરેલા હતા જે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. શો માટે ઉર્વશીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ઇન્ટરનેશનલ ડિઝાઈનર માકલ સિન્કોએ તૈયાર કરેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ડ્રેસ 1-2 લાખનો નથી પરંતુ તેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે.

ઉર્વશી રાઉતેલાને ઘણીવાર ઋષભ પંતની સાથે જોવામાં આવતી હોય છે. તેના કારણે બંનેના અફેરની વાતો કહેવામાં આવી રહી છે. જોકે બંનેએ અત્યારસુધી આ વાતને બધાની સામે સ્વીકાર કરી નથી. ઉર્વશી રૌતેલાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરેલું છે. તેના વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવતા હોય છે. ઉર્વશીને ઘણીવાર તેના ડ્રેસને લઈને પણ ટ્રોલ કરવામાં આવતી હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચાહકો અભિનેત્રી પર આરોપ લગાવતા હોય છે કે તે વધારે પડતું શો ઓફ કરતી હોય છે.

Live 247 Media

disabled