42ની ઉંમરમાં ફરીથી પ્રેમમાં પડી કોમોલિકા, ઉર્વશી ઢોલકીયાએ પોતાની આવી તસવીર શેર કરીને કર્યો ખુલાસો - Chel Chabilo Gujrati

42ની ઉંમરમાં ફરીથી પ્રેમમાં પડી કોમોલિકા, ઉર્વશી ઢોલકીયાએ પોતાની આવી તસવીર શેર કરીને કર્યો ખુલાસો

અભિનેત્રી ઉર્વશી ઢોલકીયા કસૌટી ઝીંદગી કી ટીવી શો માં કોમલીકાના કિરદાર દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી.ઉર્વશી આ શો માં નકારાત્મક ભૂમિકામાં હતી પણ તેના લુક્સ, સાડી પહેરવાની સ્ટાઇલ અને તેના અભિનયે ચાહકોનું દિલ જીતી લીધું હતું.

ઉર્વશી પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.એવામાં ઉર્વશીએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

તસ્વીર શેર કેરીને ઉર્વશીએ એવો પણ ખુલાસો કર્યો કે તે કોઈકના પ્રેમમાં છે. સામે આવેલી તસ્વીરમાં ઉર્વશીએ સિલ્વર સાડી પહેરી રાખી છે.આ લુક સાથે ઉર્વશીએ ડાયમંડ નેકલેસ અને ઈયરરિંગ પહેરી રાખ્યા છે.ઉર્વશીએ પોતાના વાળમાં પોનીટેલ બનાવી રાખી છે.

લાઈટ મેકઅપ અને મસ્કરા-કાજલ કરેલી ઉર્વશીનો આ લુક ચાહકોને લુભાવી રહ્યો છે. ઉર્વશીએ આ સાડીમાં અલગ અલગ પોઝ આપ્યા છે. એક તસ્વીરમાં ઉર્વશી હાથમાં કેન્ડલ લઈને પોઝ આપી રહી છે. તેના આ લુક પર ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ઉર્વશીએ તસવીર શેર કરીને કહ્યું કે તે પોતાના આ લુકના પ્રેમમાં પડી ગઈ છે.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે ઉર્વશીના બે દીકરાઓ પણ છે. તેણે તેના પતિથી છૂટાછેડા લીધા છે અને આગળના ઘણા વર્ષોથી તે પતિથી અલગ રહે છે અને એકલી જ પોતાના બાળકોની સંભાળ લઇ રહી છે.

જો કે ઉર્વશી ઘણા સમય સુધી અભિનેતા અનુજ સચદેવા સાથે રિલેશનમાં પણ રહી હતી. બંનેની જોડી નાચ બલિયેમાં જોવા મળી હતી, જેમાં તેણે પોતાના રિલેશનનો ખુલાસો કર્યો હતો.

42 વર્ષની ઉંમરમાં પણ ઉર્વશી સુંદરતા અને ફિટનેસની બાબતમાં કોઈથી કમ નથી. તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. હાલ ઉર્વશી તેવી શો નાગિન-6 માં જોવા મળી રહી છે.

Uma Thakor

disabled