'કસૌટી જિદગી કી' ની 43 વર્ષની કોમલિકાએ બિકી પહેરી લીધી, બે બે છોકરાની માં છે આ...ફિગર જોઈને આંધળા થઇ જશો - Chel Chabilo Gujrati

‘કસૌટી જિદગી કી’ ની 43 વર્ષની કોમલિકાએ બિકી પહેરી લીધી, બે બે છોકરાની માં છે આ…ફિગર જોઈને આંધળા થઇ જશો

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા કહો કે નાના પડદાની મલાઈકા અરોરા… અભિનેત્રીને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એકતા કપૂરની સીરિયલ ‘કભી સોતન કભી સહેલી’થી નામ કમાવનાર ઉર્વશી આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ઉર્વશી ભલે આજે સફળતાના શિખરોને સ્પર્શી રહી હોય, પરંતુ એક સમયે તેને પોતાના બાળકોની ફી માટે પણ પૈસા એકઠા કરવામાં મુશ્કેલી પડતી હતી. ઉર્વશીના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ તે લાંબો સમય ટકી ન શક્યા અને તે તેના પતિથી અલગ થઈ ગઈ.

લગભગ 19 વર્ષની ઉંમરમાં તેણે જોડિયા પુત્રો ક્ષિતિજ અને સાગરને જન્મ આપ્યો. ઉર્વશી સિંગલ મોમ બની હતી અને તેણે પોતાના પુત્રોને એકલા હાથે ઉછેર્યા હતા. તેને તેની કારકિર્દી તેમજ અંગત જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ પોતે જ જણાવ્યું કે કેવી રીતે તેને બે બાળકોને એકલા ઉછેરવા માટે આર્થિક સંકડામણમાંથી પસાર થવું પડ્યું. ટીવીની જાણીતી હિરોઈન નહીં પરંતુ વિલન ગણાતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાને ‘કસૌટી ઝિંદગી કી’ની કોમોલિકા તરીકે ઓળખવામાં આવે છે.

એવામાં હાલમાં જ ઉર્વશીએ પોતાની લેટેસ્ટ તસ્વીર  શેર કરી છે, જેમાં તેણેમલ્ટી કલરનો વન પીસ ડ્રેસ પહેરી રાખ્યો છે. આ આઉટફિટ સાથે ઉર્વશીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે.સ્વિમિંગ પુલના કિનારે ઉભા રહીને ઉર્વશીએ હોટ પોઝ આપ્યા છે. તસવીરો શેર કરીને ઉર્વશીએ કેપ્શનમા લખ્યું કે,”તમે પોતે મેઘધનુષ્ય બનો” ઉર્વશીની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી હતી અને હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી હતી. આ સિવાય લોકોએ તેની ફિટનેસ અને સુંદરતાની ખુબ પ્રશંસા કરી હતી.

ઉર્વશીએ ક્યારેય બીજા લગ્ન વિશે વિચાર્યું ન હતું. જોકે, ઉર્વશીનું નામ એક્ટર અનુજ સચદેવા સાથે જોડાયું હતું. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ઉર્વશી અનુજ સાથે ‘નચ બલિયે’માં જોવા મળી હતી. આ પછી ઉર્વશીનું નામ એક ઉદ્યોગપતિ સાથે પણ જોડાયું હતું, પરંતુ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ આને અફવા ગણાવી હતી. ‘બિગ બોસ 6’ની વિજેતા ઉર્વશી ધોળકિયાની ફેન ફોલોઈંગ મજબૂત છે.

44 વર્ષની ઉર્વશી માટે કદાચ ઉંમર માત્ર એક આંકડો જ છે. આ ઉંમરે પણ તે પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે, તેની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ઉર્વશીએ આટલું નામ બનાવ્યું હોવા છતાં પણ તેને ઘણા વર્ષો સુધી કોઈ કામ મળ્યું ન હતું. લગાતાર મળી રહેલા નકારાત્મક રોલ પર ઉર્વશીએ કહ્યું કે,”મારી ઇમેજ લોકો વચ્ચે નેગેટીવ અભિનેત્રીની બની ગઈ છે. જો કે મને તેનાથી કોઈ સમસ્યા નથી હું માનું છું કે આ મારી યુએસપી છે.પણ અપેક્ષા છે કે કોઈ એક દિવસ મને અલગ નજરથી ચોક્કસ જોવામાં આવશે”.

અભિનેત્રી 2 દાયકાથી વધુ સમયથી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં છે. ઉર્વશી ટીવી પર ઘણા સુપરહિટ શોનો ભાગ રહી ચુકી છે. તેના દ્વારા ભજવવામાં આવેલ કોમોલિકાની ભૂમિકા આજે પણ લોકોમાં પોતાની છાપ છોડી રહી છે. ઉર્વશીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં રિલેશનશિપ વિશે વિચારતા કહ્યું હતું કે મને આ બધું વિચારવાનો સમય જ મળ્યો નથી. હું હંમેશા કામમાં વ્યસ્ત રહું છું અને એ સુનિશ્ચિત કરું છું કે મારા પુત્રોને સારું શિક્ષણ મળે અને આરામદાયક જીવન મળે.

મને લાગે છે કે કોઈપણ સંબંધમાં રહેવા માટે, તે સંબંધમાં તમારી હાજરી અને તમારી સહજતા જરૂરી છે. જો તમારે સંબંધ માટે તમારી જાતને બદલવી પડશે, તો તે સંબંધમાં કોઈ ફરક નથી પડતો. મારા બાળકો અને મારા પરિવારજનો ઇચ્છે છે કે મારું ઘર ફરીથી વસાવવામાં આવે પરંતુ મેં તેના વિશે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નથી. મારા બાળકો વારંવાર મારા લગ્ન કરવા ઇચ્છે છે.

કોઈને ડેટ કરવાની સલાહ આપે છે, પરંતુ જ્યારે પણ આ મુદ્દાઓ મારી સામે આવે છે, ત્યારે હું હસું છું. તેના વિશે વિચારી શકતી નથી. બીજું, હું ખૂબ જ આત્મનિર્ભર સ્ત્રી છું અને મારી પોતાની શરતો પર જીવન જીવુ છું. મારા પુત્રો 25 વર્ષના છે. મેં 25 વર્ષમાં પુનઃલગ્ન કરવાનું વિચાર્યું ન હતું. જો કે, બંને પુત્રો ઈચ્છે છે કે હું જીવનમાં સેટલ થઈ જાઉં, પણ હું મારા જીવનથી સંતુષ્ટ છું.” આ સિવાય ઉર્વશીનું નામ ડિરેક્ટર સાજિદ ખાન સાથે પણ જોડાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

આ અંગે અભિનેત્રીએ ડીએનએ સાથેની વાતચીતમાં કહ્યું કે લોકો નથી જાણતા કે હું સાજિદને છેલ્લા 15 વર્ષથી ઓળખું છું. મેં તેમની સાથે કામ કર્યું છે. તે હંમેશા મારો મિત્ર રહ્યો છે. હા, મેં સાજિદને કહ્યું કે મારા બંને પુત્રોને સેટ પર આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવી દો, ત્યાર બાદ મેં એકતા કપૂરને પણ કહ્યું, તેનો અર્થ એ નથી કે મારે તેની સાથે અફેર છે.

yc.naresh

disabled