ઉર્ફી જાવેદે લાલપીળી થઈને બોલી, તારી માં, બેન, ગર્લફ્રેન્ડની.... આવા શરમજનક કપડાંને ટ્રોલ કરનારા ચેતી જજો, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે લાલપીળી થઈને બોલી, તારી માં, બેન, ગર્લફ્રેન્ડની…. આવા શરમજનક કપડાંને ટ્રોલ કરનારા ચેતી જજો, જુઓ વીડિયો

ઉર્ફી જાવેદ તેના અત્રંગી કપડાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તે હંમેશા કેમેરાની સામે વિચિત્ર કપડાં પહેરીને સ્પોટ થતી હોય છે અને તેની તસવીરો અને વીડિયો પણ ઈન્ટરેન્ટ ઉપર વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર એવી પણ બનતું હોય છે કે ઉર્ફીનો આ અતરણાંગી પહેરવેશ લોકોને પસંદ આવે છે તો ઘણા લોકો તેના કપડાને લઈને ટ્રોલ પણ કરતા હોય છે અને અજીબો ગરીબ કોમેન્ટ પણ કરતા હોય છે.

ઉર્ફી જાવેદ જેટલી ખુશ મિજાજી તસવીરોમાં અને વીડિયોમાં જોવા મળે છે એટલો જ તેને ગુસ્સો પણ આવે છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે ગ્રીન બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. તેના આ લુકને જોઈને પેપરાજીમાં હાજર એક વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી હતી. પછી તો ઉર્ફી જાવેદને આવી ગયો ગુસ્સો. તેણે પેપરાજી પર પ્રહાર કરવાના શરૂકર્યા. ઉર્ફી જાવેદે કહ્યું કે હું તમારા લોકોનું સન્માન કરું છું, હું સારી રીતે વાત કરું છું, તેનો અર્થ એ નથી કે હું આ આને (અશ્લીલ ટિપ્પણી)ને લાયક છું.

ઉર્ફી જાવેદનો આ ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્ફી જાવેદ કહેતા જોવા મળે છે કે મિત્રો, હું અહીં આ માટે નથી આવી રહી. મહેરબાની કરીને જો તમારે મારા કપડા પર ટિપ્પણી કરવી હોય તો પહેલા તમારી માતા અને ગર્લફ્રેન્ડના ઘરે જઈને કરો. આજ પછી મારા કપડા પર કોઈ ટિપ્પણી નહીં કરે. આજ પછી કોઈના મોઢામાંથી કઈ પણ નીકળે તો હું સહન નહિ કરું. હું તમારા લોકોનું ખૂબ સન્માન કરું છું અને તમે લોકો મને આ આપી રહ્યા છો. જ્યારે હું ઝલક દિખલા જામાં આવી ત્યારે તમારામાંથી એક વ્યક્તિ કોમેન્ટ કરી રહી છે કે આજે તે ઢંગના કપડાં પહેરીને આવી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ઉર્ફી જાવેદ તેના કપડાને કારણે ટ્રોલના નિશાન પર રહે છે, હવે તેને પેપરાજીની અભદ્ર ટિપ્પણીઓ પણ સાંભળવી પડે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીને ગુસ્સો આવવાનો જ છે. તાજેતરમાં, સિદ્ધાર્થ કાનનના ચેટ શોમાં, ઉર્ફી જાવેદે પણ પૈસા ચૂકવીને મીડિયાને બોલાવવાની બાબત પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઉર્ફી જાવેદે કહ્યું કે તે પોતાને સ્ટાર નથી માનતી. તેમની પાસે પૈસા પણ નથી. દરેક અભિનેતા પાસે PR હોય છે અને તે મીડિયાને આમંત્રણ આપે છે.

ઉર્ફી જાવેદે કહ્યું કે હું કાઈલી જેનર છું ? પૈસા ક્યાંથી આવ્યા? હું અંબાણી પરિવારમાંથી નથી. ક્યારેક લોકો કહે છે કે મારી પાસે કપડાં પહેરવાના પૈસા નથી. બીજી તરફ લોકો કહે છે કે હું પૈસા આપું? તમને લાગે છે કે મારા પૈસા ક્યાંથી આવે છે? મને જુઓ. શું તમને ખરેખર લાગે છે કે મને કવર કરવા માટે મેં કોઈને પૈસા ચૂકવ્યા હશે? છેલ્લા આઠ વર્ષથી ઉર્ફી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીએ કહ્યું કે જ્યારે હું બિગ બોસમાં ગઈ હતી ત્યારે મેં લોન લીધી હતી. મેં જે કપડાં પહેર્યા હતા તે મેં ઉછીના લીધા. જ્યારે હું બિગ બોસમાંથી બહાર આવી ત્યારે મારા પર ઘણું દેવું હતું. હું આ શોમાં માત્ર એક અઠવાડિયું હતી, તેમાં પણ મેં વધારે કમાણી કરી ન હતી. જો હું કોઈ રીતે પૈસા કમાઈ રહી છું તો તે કરીને મારી જાતને માસ્ટર કેમ ન બનાવું. તેમાંથી વધુ પૈસા કમાઉ. આમાં શું સમસ્યા છે?

Uma Thakor

disabled