જોતા જ મગજ ફાટી જાય એવી વિચિત્ર બ્રા પહેરીને ઉપડી ઉર્ફી, જેણે તસવીરો જોઈ તે આપવા લાગ્યા સલાહ - Chel Chabilo Gujrati

જોતા જ મગજ ફાટી જાય એવી વિચિત્ર બ્રા પહેરીને ઉપડી ઉર્ફી, જેણે તસવીરો જોઈ તે આપવા લાગ્યા સલાહ

પોતાની ડ્રેસિંગ સેન્સથી દરેકના હોશ ઉડાવી દેનાર ઉર્ફી જાવેદ જ્યારે પણ નવો ડ્રેસ પહેરીને પેપરાજીની સામે આવે છે ત્યારે સનસની ફેલાઇ જાય છે. આ વખતે પણ કંઈક આવું જ થયુ જયારે ઉર્ફી મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઇ. આ દરમિયાન ઉર્ફીએ એવો ડ્રેસ પહેર્યો હતો કે જેની કોઇએ કલ્પના પણ નહિ કરી હોય. આ વખતે ઉર્ફી જાવેદ તેના ડ્રેસને લઈને એટલી ક્રિએટિવ થઈ ગઈ છે કે તેનો ડ્રેસ જોઈને બધા દંગ રહી ગયા.

ઉર્ફીએ એક મોટી બંગડી જેવી ડિઝાઇન પર પર કપડું વીંટાળ્યું અને તેને બ્રા સ્ટાઈલ આપી. જો કે, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઉર્ફીએ ગ્લોવ્સથી બનેલી બ્રા પહેરી છે. ઉર્ફી જાવેદે આ બ્રા સાથે બ્લેક સ્કર્ટ પહેર્યું હતું. ખાસ વાત એ છે કે ઉર્ફીનો આ સ્કર્ટ ગળામાં બાંધેલી એક દોરી પર ટકેલો હતો. જે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઉર્ફી તેના લુકને પૂર્ણ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો હતો.

ઉર્ફીએ આ દરમિયાન હાઈ હીલ્સ કેરી કરી હતી. બુધવારે ઉર્ફી ખૂબ જ રિવિલિંગ ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રીએ સફેદ અને કાળા સંયોજનનો અલ્ટ્રા ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફી જાવેદે પેપરાજીને અનેક પોઝ પણ આપ્યા હતા. પોઝ આપતી વખતે જ ઉર્ફી જાવેદની સામે એક ઉંદર આવ્યો હતો. ઉર્ફી જાવેદ જમીન પર ઉંદરને જોઈને ડરી ગઇ. આ દરમિયાન એક વ્યક્તિ ઉર્ફી જાવેદને ઉંદર પકડવાનું કહે છે, તો તેણે કહ્યું કે હું તમારી ટીઆરપી માટે કંઈ પણ કરીશ શું. મને આનાથી દૂર રાખો. નહીં તો હું અહીંથી ભાગી જઈશ.

 

View this post on Instagram

 

A post shared by urf7i (@urf7i_search)

જો કે ઉર્ફી ઉંદર વડે પેપરાજીને ડરાવતી પણ જોવા મળી હતી. તે કહે છે કે મને આને તમારા પર ફેંકવા દો. સોશિયલ મીડિયા પર ફેન્સ ઉર્ફી જાવેદના નવા લૂકને લઈને દિવાના બની ગયા છે. ફરી એકવાર, ઉર્ફીએ તેની ફેશનથી હેડલાઇન્સ બનાવી હતી. ઉર્ફી જાવેદની આ દરમિયાનની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તેનું ટોપ ઘણું ક્રિએટિવ છે. તો કોઈએ આ સમગ્ર દ્રશ્યને તમાશો ગણાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmibeat (@filmibeat_insta)

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદની ડિઝાઈનર શ્વેતા શ્રીવાસ્તવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતે તેનો આઉટફિટ ડિઝાઇન કરે છે અને અમને આપે છે. કેટલીકવાર તેને બનાવવામાં 24 કલાકનો સમય લાગે છે. ઘણી વખત, હું અંગત રીતે દિવસ-રાત તેમના કપડા સીવું છું. ઉર્ફી જાવેદનો અસામાન્ય ડ્રેસ જોઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને પૂછી રહ્યા છે કે તે આ ડ્રેસને શું નામ આપશે. આ સાથે જ તેના આઉટફિટને લઈને ઘણા લોકો ફરીથી તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફી જાવેદના કરિયરની વાત કરીએ તો તેણે સિરિયલ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘ચંદ્ર નંદિની’ અને ‘મેરી દુર્ગા’ સહિત ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી હતી. બિગ બોસ ઓટીટીમાં તે તેના આઉટફિટને લઈને ચર્ચામાં આવી હતી. તાજેતરમાં જ ઉર્ફી કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

Live 247 Media

disabled