"પહેલી સેલ્ફી ફ્રી, બીજી માટે ચાર્જ કરું છું પૈસા", ઉર્ફી જાવેદે સેલ્ફી લઇ રહેલા ફેન્સને આપ્યો ઝટકો, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

“પહેલી સેલ્ફી ફ્રી, બીજી માટે ચાર્જ કરું છું પૈસા”, ઉર્ફી જાવેદે સેલ્ફી લઇ રહેલા ફેન્સને આપ્યો ઝટકો, વાયરલ થયો વીડિયો

‘ઉફ્ફ…હવે આનાથી વધારે શું હોઇ શકે ?’ ફેશન દિવા ઉર્ફી જાવેદનો દરેક સિઝલિંગ લુક જોઈને ચાહકો વિચારે છે કે આનાથી વધુ બોલ્ડ શું હોઈ શકે? પરંતુ આ ઉર્ફી જાવેદ છે, જે તેના બોલ્ડ અને હદથી વધારે હોટ દેખાવથી ચાહકોને કેવી રીતે આશ્ચર્યચકિત કરવા એ જાણે છે.  બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પોતાનો હોટ અવતાર અવાર નવાર ફેલાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

બોલ્ડ અને અસામાન્ય આઉટફિટ સાથે ચાહકોના ધબકારા વધારી દેનાર ઉર્ફી જાવેદે ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કામ કર્યું છે પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘બિગ બોસ OTT’થી મળી. આ શો પછી તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા જ સામંથા રૂથ પ્રભુનું ગીત ‘અંતવા’ પર મજેદાર ડાન્સ કરીને લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી હતી. અભિનેત્રીએ ખુબ જ ઓછા સમયમાં જોરદાર ફેન-ફોલોઇંગ બનાવી લીધી હતી. ઉર્ફી જાવેદે વર્ષ 2016માં ‘બડે ભૈયા કી દુલહનિયા’ ધારાવાહિકથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ એક પછી એક શોમાં નજર આવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by India Forums (@indiaforums)

ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ અને બેદાગ સ્ટાઈલના કારણે હેડલાઈન્સમાં રહે છે. તે પોતાની અનોખી ફેશન સેન્સના કારણે અવારનવાર ટ્રોલ્સના નિશાના હેઠળ આવે છે. જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની ફેશન સેન્સના કારણે મોટી સ્ટાર બની ગઈ છે. લખનૌની રહેવાસી ઉર્ફીએ હાલમાં જ પોતાના વતનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રોલિંગને લગતા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી કહે છે કે ‘મને ફેશન ગમે છે અને આજે જ્યારે હું તે પરવડી શકું છું તો શા માટે ફેશનને ફોલો ન કરું?

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

એવામાં તાજેતરમાં જ ઉર્ફીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે ઉર્ફીએ પર્પલ કલરના આઉટફિટ પહેર્યા હતા જેમાં ટોપ અને પેન્ટ શામિલ હતું. ટોપની ડિઝાઇન એવી  હતી કે  તે માત્ર થોડા જ ભાગને કવર કરતું હતું, જેમાં તેનું ટેટુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હંમેશાની જેમ તે આ વખતે પણ હેવી મેકઅપમાં જોવા મળી હતી. આ  આઉટફિટ સાથે ઉર્ફીએ ઈયરરિંગ અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા.ઉર્ફીના આ લુકને જોઈને ચાહકો મદહોશ થઇ ગયા હતા. આ લુકમાં ઉર્ફીએ મીડિયા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા. ઉર્ફીને જોઈને ત્યાં હાજર લોકો પણ તેની સાથે તસવીરો લેવા માટે અધીરા બની રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જેનો એક વિડીયો પણ સામેં આવ્યો છે.વીડિયોની શરૂઆતમાં ઉર્ફી એક ચાહક સાથે કંઈક બોલતી જોવા મળી રહી છે, જે તેની સાથે સેલ્ફી લેવા માટે અપીલ કરી રહ્યો છે. જેના પછી ઉર્ફીએ તેની સાથે સેલ્ફી ક્લિક કરી હતી અને મજાકના મૂડમાં કહ્યું કે,”હું પહેલી સેલ્ફી ફ્રી માં આપું છું…પણ બીજી સેલ્ફી માટે ચાર્જ કરું છું”. જેના પછી ઉર્ફી હળવા હાસ્ય સાથે આગળ નીકળી જાય છે. ઉર્ફીનો આ વીડિયો જોઈને અમુક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી અને કહ્યું કે ઉર્ફી  આ વાત મજાકમાં નહિ પણ વાસ્તવમાં બોલી રહી છે. જો કે આવાર નવાર ઉર્ફી  પોતાના આઉટફિટ અને મંતવ્યને લીધે લોકોના નિશાન પર આવી જાય છે.

Uma Thakor

disabled