ઉર્ફી જાવેદના સ્કર્ટમાં એવી જગ્યાએ દેખાયો કટ કે... યુઝર્સ બોલ્યા- શરમ નથી કે શું... - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદના સ્કર્ટમાં એવી જગ્યાએ દેખાયો કટ કે… યુઝર્સ બોલ્યા- શરમ નથી કે શું…

ઉર્ફી જાવેદને હવે નથી રહી કોઈની શરમ, ફરી એકવાર ન દેખાડવાનું દેખાડી દીધું જોઈ લો

‘બિગ બોસ ઓટીટી’થી ઈન્ટરનેટ સેન્સેશન બનેલી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહે છે. તે જ્યાં પણ જાય છે, ગમે તે કરે છે, બધું પેપરાજીના કેમેરામાં કેદ થઈ જાય છે. ઉર્ફી જાવેદની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે તેની એક ઇન્સ્ટા પોસ્ટ સોશિયલ મીડિયા પર સનસનાટી ફેલાવી દે છે. ઉર્ફી ભલે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી નથી, પરંતુ તેના બોલ્ડ અને સિઝલિંગ લુક્સથી તે સતત ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં ઉર્ફી જાવેદ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફી પેપરાજીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઉર્ફી જાવેદ ફરી એકવાર સ્ટાઈલિશ ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળી પડી હતી. ઉર્ફી જાવેદ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રી ઉર્ફી જાવેદના આ ડ્રેસની ખાસ વાત એ હતી કે તે સાઈડથી ખુલ્લો હતો. ઉર્ફી જાવેદ હંમેશા પોતાની સ્ટાઈલથી કરોડો ચાહકોને ઘાયલ કરે છે. હાલમાં પણ તેણે પોતાના સ્ટાઈલિશ અવતારથી ચાહકોને બેચેન કરી દીધા હતા. ઉર્ફી જાવેદે બાજુથી ખુલ્લો ડ્રેસ પહેરીને ચાહકો વચ્ચે હંગામો મચાવી દીધો હતો.

ઉર્ફી જાવેદના આઉટફિટની વાત કરીએ તો દર વખતની જેમ આ વખતે પણ તે ખૂબ જ અલગ અને ખાસ દેખાઈ રહી હતી. પરંતુ તેને તેના આઉટફિટને કારણે યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. તેના આઉટફિટને જોઈને એક યુઝરે લખ્યું, “તે મુસ્લિમોનું નામ ખરાબ કરી રહી છે.” ઉર્ફીએ જે પહેર્યુ હતુ તેમાં સિલ્ક ક્રોપ શર્ટ ટાઈપના ટોપમાં પાછળની તરફ દોરી હતી. ઉર્ફી દ્વારા ગુલાબી થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ કેરી કરવામાં આવ્યો હતો

આના પર વેસ્ટ પર ત્રિકોણ કટ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેણે મેકઅપ કર્યો હતો અને વાળને ચોટલા સ્ટાઇલમાં કેરી કર્યા હતા. ઉર્ફી જાવેદનો મેક-અપ અને હેર લુક પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેટ્રિક્સ’ની કોપી હતો. હાલમાં જ પ્રિયંકા ચોપરાનો લૂક સામે આવ્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર તેના લૂકની ચર્ચા થઈ રહી હતી. આ પછી પ્રિયંકાએ બ્લુ અને વ્હાઈટ ચેકની લેન્થ ડ્રેસ સાથે આ લુક કેરી કર્યો હતો, જેના ફોટા પણ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પ્રિયંકાનો આ લુક પ્રેસ કોન્ફરન્સ માટે હતો, જેને ઉર્ફીએ કોપી કર્યો હતો. આ પહેલા પણ ઉર્ફી જાવેદ ઘણી હોલીવુડ અભિનેત્રીઓના લુકની કોપી કરતી જોવા મળી છે. તેમાં કિમ કાર્દાશિયનથી લઈને કાઇલી જેનરનો લુક સામેલ છે. ઉર્ફીનો દરેક લુક સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ઉર્ફી ચાહકોની ફેશન આઇકોન બની ગઈ છે. ઉર્ફી જાવેદ કોઈ સેલિબ્રિટીથી કમ નથી.

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને આ સાથે તેણે જેકેટ કેરી કર્યુ હતુ. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

મને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત ૨૪ વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

Live 247 Media

disabled