અડધું ટોપ અને આખી બ્લેક બ્રા માં નજરે આવી ઉર્ફી જાવેદ, ફેન્સે કહ્યું બ્રા તો એડજસ્ટ કરી લે ઘણું બધું દેખાઈ રહ્યું છે
બિગ બોસ ઓટીટીથી ફેમસ બનેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની ફેન્સ સેન્સના કારણે ઘણીવાર લોકોમાં ચર્ચામાં રહે છે. ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી કામ કરતાં વધુ તેની વિચિત્ર શૈલી માટે વધુ જાણીતી છે. તેની ફેશન સ્ટાઈલ લોકોને આશ્ચર્યચકિત કરવાનું ક્યારેય ચૂકતી નથી. તે અવારનવાર એવા કપડા પહેરીને બહાર આવે છે અથવા આવા ફોટા અને વીડિયો શેર કરે છે, જેને જોઈને લોકોનું માથું ચકરાવા લાગે છે. આ વખતે પણ ઉર્ફીએ કંઈક એવું જ કર્યું, જ્યારે તે બુધવારે એરપોર્ટ પર જોવા મળી હતી.
View this post on Instagram
લોકપ્રિય બોલિવૂડ પેપરાજી વિરણ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, ઉર્ફી જાવેદ સફેદ કટ-આઉટ ટોપ અને ક્લાસિક ડેનિમ પેન્ટ પહેરેલી જોવા મળે છે. ઉર્ફીએ એટલું નાનુ ટોપ પહેર્યુ હતુ કે તેની બ્લેક બ્રા એકદમ સ્પષ્ટ જોવા મળી રહી હતી. ટીવી એક્ટ્રેસે એરપોર્ટ પર તેના ટોન્ડ ફિઝિકને ફ્લોન્ટ કર્યું હતું. પરંતુ આ વખતે જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતી ઉર્ફીની હેરસ્ટાઇલ. અભિનેત્રીના સફેદ ટોપની સાથે તેના વાળ પર અનેક ક્લિપ્સ (હેરપીન્સ) હતી.
View this post on Instagram
ફોટો માટે પોઝ આપતા ઉર્ફીએ એરપોર્ટની તસવીરો પણ શેર કરી હતી. તેણે લખ્યું, “હેરસ્ટાઇલ જોવા માટે જમણે સ્વાઇપ કરો!!ઉર્ફીની આ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતાં જ લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં. નેટીઝન્સ તરત જ વિડિયો પર કોમેન્ટ્સ કરવા લાગ્યા. હંમેશની જેમ, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રીને તેની હેરસ્ટાઈલ અને કપડાં માટે ટ્રોલ કરી.
View this post on Instagram
એક યુઝરે લખ્યું, “તેણે પોતાની ટી-શર્ટ કાપી નાખી છે.” એક યુઝરે લખ્યું કે, “એટલે જ મને આજે દુકાનમાં હેરપિન નથી મળી. અન્ય એક યુઝરે લખ્યું, “હું હસીને થાકી ગયો છું.” એક યુઝરે પૂછ્યું, ‘તે રોજ ક્યાં જાય છે?’. તો ત્યાં બીજા યુઝરે લખ્યું, “તે એરપોર્ટ જાય છે, ફોટા પાડે છે અને પાછી આવે છે”. એકે કહ્યું કે ‘હેરસ્ટાઇલ તાળી પાડવાને લાયક છે’.
View this post on Instagram
જણાવી દઇએ કે, ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટીવી શોની વાત કરીએ તો, ઉર્ફી ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી માં અને ડાયન જેવી ટીવી શોનો ભાગ રહેલી છે. આ ઉપરાંત તે બિગબોસ ઓટીટીમાં જોવા મળી હતી, પરંતુ તે 8માં દિવસે જ એવિક્ટ થઇ ગઇ હતી.
View this post on Instagram
“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.
View this post on Instagram
કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.