ઉર્ફી જાવેદે પહેરી લીધો સાડીથી બનાવેલો હદથી વધારે બોલ્ડ ડ્રેસ, કંઇક આવી રીતે વિખેર્યો જલવો ! - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદે પહેરી લીધો સાડીથી બનાવેલો હદથી વધારે બોલ્ડ ડ્રેસ, કંઇક આવી રીતે વિખેર્યો જલવો !

સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ ઘણી બોલ્ડ છે અને તેને અજીબોગરીબ આઉટફિટ્સ માટે ઓળખવામાં આવે છે. સાડી હોય કે પછી બિકી તે બધા ડ્રેસને પોતાની રીતે કેરી કરે છે અને કંઇક હટકે બનીને લોકો સામે આવે છે. ટીવી અભિનેત્રી લગભગ દરરોજ તેના ખાસ અને બોલ્ડ અંદાજથી ચાહકોને ક્રેઝી બનાવતી નજર આવે છે. તે ઘણીવાર લાઇમલાઇટમાં રહે છે. બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અને અવાર નવાર તેની તસવીરો શેર કરી ચાહકોને ઘાયલ કરતી રહે છે. અભિનેત્રી તેની ફેશન સેન્સ અને કપડાને લઇને સૌથી વધારે ચર્ચામાં રહે છે. ઉર્ફી ઘણીવાર આઉટફિટ્સમાં એવા એવા પ્રયોગ કરે છે કે જોનારાની પણ આંખો ચાર થઇ જાય છે. ફરી એકવાર તેનો એક આઉટફિટ ચર્ચામાં છે. આ વખતે ઉર્ફી જાવેદે સાડી પરથી ફ્રંટ કટઆઉટ ડ્રેસ બનાવી દીધો. ઉર્ફી જાવેદ દ્વારા આ સમયનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો.

કહેવું પડશે કે ઉર્ફી જાવેદની અંદર ઘણી પ્રતિભા છે. ઉર્ફી જાવેદ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેમાં આગળથી એક ખુલ્લો કટ છે. ત્યાં તે હાઇ સ્લિટ કટમાં છે. ઉર્ફી જાવેદે આ દરમિયાન વાળ ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ કર્યોછે. ફોનની મદદથી તે બેડરૂમમાં અરીસા સામે ઉભા રહીને વીડિયો બનાવી રહી છે.

વીડિયોમાં ઉર્ફી જાવેદનો સિઝલિંગ અવતાર સારી રીતે જોઈ શકાય છે. ઉર્ફી જાવેદના તમામ મેકઅપ અને હેર એસેસરીઝ બેકગ્રાઉન્ડમાં પડેલા છે. ઉર્ફી જાવેદ દ્વારા બનાવવામાં આવેલ હોટલના રૂમની અંદરનો આ વીડિયો છે. આ વીડિયો સાથે ઉર્ફી જાવેદે તેના ચાહકોને એક ખાસ માહિતી પણ આપી છે.ઉર્ફી જાવેદે લખ્યું છે કે મિત્રો, શું તમને મારી આ સાડી યાદ છે?

જો ના હોય તો કહી દઉં કે આ એ જ સાડી છે જે પહેરીને હું એરપોર્ટ ગઇ હતી. હવે મેં તેમાંથી ડ્રેસ બનાવ્યો છે. તે માત્ર મને નવો લુક જ નથી આપી રહ્યો, પરંતુ ખૂબસુરત પણ લાગી રહ્યો છે. તમે તમારા જૂના કપડાનો પણ આ રીતે ઉપયોગ કરી શકો છો. આજ કાલ ઉર્ફી જાવેદ તેના એક મ્યુઝિક વીડિયોને લઇને ચર્ચામાં છે.

Live 247 Media

disabled