ખૂબ જ વિચિત્ર કપડાં પહેરી સ્પોટ થઇ ઉર્ફી જાવેદ, ના દેખાવાનું દેખાઇ ગયુ, લોકો બોલ્યા- માનસિક હાલત ઠીક નથી આની

બિગબોસ OTT ફેમ ઉર્ફી જાવેદ લાઈમલાઈટમાં રહે છે. ઉર્ફીની ફેશન સેન્સ ઘણી અલગ છે, જેના કારણે તે દરેક વખતે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. પરંતુ એ પણ સાચું છે કે તે તેના આઉટફિટના કારણે ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર આવે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. થોડા સમય પહેલા જ ઉર્ફી જાવેદ એરપોર્ટ પર જોવા મળી હતી. ઉર્ફીએ જે પહેર્યુ હતુ, તે સોશિયલ મીડિયા પર યુઝર્સને બિલકુલ પસંદ ન આવ્યુ. જેના કારણે હવે ઉર્ફી ટ્રોલ થઈ રહી છે.

ઉર્ફી જાવેદે રેડ કલરનો આઉટફિટ પહેર્યો હતો, જેમાં આગળ એક મોટી કટઆઉટ ડિઝાઇન હતી. આ કટઆઉટને કારણે ઉર્ફીનો ડ્રેસ એકદમ રિવીલિંગ બની ગયો. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, ઉર્ફી જાવેદે મેકઅપ સાથે બે હાફ પોનીટેલ હેરસ્ટાઇલ કેરી કરી હતી. ઉર્ફી આ લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ઉર્ફી જાવેદનો આ લુક તેના બધા લુકની જેમ ટ્રોલ થઈ રહ્યો છે. લોકો ઉર્ફીના કટઆઉટ ડ્રેસની મજાક ઉડાવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘આ કેવો ડ્રેસ છે.’

બીજા યુઝરે લખ્યું, ‘કપડા આપો, તેની માનસિક સ્થિતિ સારી નથી.’ ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદે હોળીના અવસર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રીના આઉટફિટે દર વખતની જેમ લોકોને ચોંકાવી દીધા હતા. ઉર્ફીએ પરંપરાગત આઉટફિટ પહેર્યો હતો, પરંતુ ઉર્ફી દ્વારા તેને બોલ્ડ બનાવવામાં કોઇ કસર છોડવામાં આવી ન હતી. ઉર્ફીએ જે કુર્તી પહેરી હતી તે બેકલે હતી અને ફ્રન્ટમાં મોટી કટઆઉટ ડિઝાઇન હતી. ઉર્ફીએ સફેદ કુર્તી સાથે લાલ દુપટ્ટો કેરી કર્યો હતો. ઉર્ફીનો આ લુક એકદમ અનોખો હતો.

બિગ બોસ ઓટીટીથી લોકપ્રિય બનેલી ઉર્ફી જાવેદ દર બીજા દિવસે તેના બોલ્ડ લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તેના નવા લુક અને નવી ડિઝાઇન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે.’બિગ બોસ ઓટીટી’ પછી ઉર્ફી એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે જ્યારે પણ તે મુંબઈમાં ઘરની બહાર નીકળે છે ત્યારે પેપરાજી તેને ઘેરી લે છે. ઉર્ફી પણ પેપરાજીનું દિલ તોડતી નથી અને તે દરેક પોઝમાં તેમને ફોટો ક્લિક કરાવે છે.

ઉર્ફી જાવેદ બોલિવૂડ અભિનેત્રી બનવા માંગે છે, જો કે તે માને છે કે તેની ડ્રેસિંગ સેન્સ અને કપડાંને કારણે લોકો તેને ટ્રોલ કરે છે, જ્યારે તે એવા કોઈ કપડાં પહેરતી નથી, જેનાથી લોકો તેને કહે કે તે તેના શરીરને બતાવે છે.ઉર્ફી જાવેદનું સ્ટાઇલિશ નિવેદન તેણી તે એકદમ અનોખી છે.તેને આવા કપડા પહેરવા ગમે છે, જેના કારણે તે ચર્ચામાં રહે છે, જો કે તેના કપડામાં કોઈ જ ફરક નથી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તમને જણાવી દઈએ કે, તેણે ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે. દરરોજ ઉર્ફી તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

disabled