ઉર્ફી જાવેદ બા-બહેન સુધીની કહી દીધી આવી વાત, જુઓ વીડિયોમાં ઉર્ફી જાવેદનો ગુસ્સો - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદ બા-બહેન સુધીની કહી દીધી આવી વાત, જુઓ વીડિયોમાં ઉર્ફી જાવેદનો ગુસ્સો

મૉડલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર એવી ઉર્ફી જાવેદ દરેક રોજ ચર્ચાનો વિષય બનેલી રહે છે. ઉર્ફી જ્યારે પણ બહાર નીકડે છે તે મીડિયાના કેમેરામાં સ્પોટ થઇ જ જાય છે. તેની અતરંગી ફેશન સ્ટાઈલ લોકોને હેરાનીમા મુકવા માટે પૂરતી છે. ઉર્ફી અત્યાર સુધીમાં એવા એવા બોલ્ડ ડ્રેસ પહેરી ચુકી છે કે હંમેશા તેને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. જો કે ઉર્ફીને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો અને તે મીડિયા સામે પણ બેબાક પોતાનો જવાબ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

એવામાં ગત દિવસોમાં ઉર્ફી એકવાર ફરીથી ચર્ચાનો વિષય બની છે. હંમેશા મીડિયા સામે ફની અંદાજમાં જોવા મળતી ઉર્ફી આ વખતે મીડિયા સામે ભડકી ઉઠી હતી કેમકે મીડિયાકર્મીઓ એ એવી કંઈક વાત કહી કે ઉર્ફીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેને માં-બહેન સુધીની વાત પણ કહી દીધી હતી.

ગત દિવસોમાં ઉર્ફી એક ઇવેન્ટમાં સ્પોટ થઇ હતી. આ સમયે ઉર્ફીએ ગ્રીન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. લાઈટ મેકઅપની સાથે ઉર્ફીએ પોતાના વાળને કર્લ લુક આપતા ખુલ્લા રાખ્યા હતા. ઉર્ફીએ મેચિંગ હાઈ હિલ્સ પણ પહેર્યા હતા.ઉર્ફીનો આ ડ્રેસ એકદમ બોલ્ડ હતો અને તે આગળથી એકદમ ખુલ્લો હતો જેમાં એની હોટનેસ ઉભરાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

ઇવેન્ટના સમયે મીડિયાકર્મીના કોઈ એક વ્યક્તિએ તેના કપડા પર કમેન્ટ કરી હતી તેનાથી નારાજ ઉર્ફીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેઓને ખરી ખોટી સંભળાવી દીધી હતી. એક વ્યક્તિએ એવું કહ્યું હતું કે આજે ઉર્ફી ઢંગના કપડાં પહેરીને આવી છે તેના પર ઉર્ફીએ નારાજગી વ્યક્ત કરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉર્ફીએ તેના પર કહ્યું કે,”મિત્રો હું અહીં તેના માટે નથી આવી. પ્લીઝ, તમારે જો મારા કપડા પર કમેન્ટ કરવી છે તો પહેલા જઈને તમારી માં-બહેન અને ગર્લફ્રેન્ડના ઘરે જઈને કરો. મારા કપડા  પર આજ પછીથી કોઈ કમેન્ટ નહીં કરે.હું તમને લોકોને આટલી રિસ્પેક્ટ આપું છું તો બદલામાં હું પણ તે ઇચ્છુ છું. હું જયારે ઝલક પર આવી ત્યારે તમારામાંથી જ કોઈ એક વ્યક્તિએ કહ્યું કે આજે ઢંગના કપડા પહેરીને આવી છે”.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયલર થઇ થયો છે અને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ ઉર્ફીને આ બાબતે ટ્રોલ કરી રહ્યા છે તો કોઈ તેના સમર્થનમાં ઉર્ફીનો સાથ આપી રહ્યા છે.જો કે ઉર્ફીને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો.

yc.naresh

disabled