ઉર્ફી જાવેદે મુંબઈમાં અધરાત્રે જોરજોરથી બોલવા માંડી, કહ્યું- ઉપર ચઢી જઉં? જુઓ
ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને મોડલ એવી ઉર્ફી જાવેદ હંમેશા તેના ડ્રેસથી ચર્ચામાં રહે છે અને હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. બિગ બોસ ઓટીટીમાં હંગામો મચાવનાર ઉર્ફી આજે ફેશન જગતમાં હંગામો મચાવી રહી છે. ઉર્ફી જાવેદ તેની ફેશન અને સ્ટાઇલ સેન્સ માટે ફેમસ છે. તે હંમેશા તેના મનપસંદ આઉટફિટ પહેરીને લોકોને આકર્ષિત કરે છે અને લાઇમલાઇટ લૂંટે છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી ઉર્ફી ગુરુવારની સાંજે મુંબઈના રસ્તા પર સ્પોટ કરવામાં આવી છે. આ સમયે પણ તે હંમેશાની જેમ એકદમ બોલ્ડ આઉટફિટ પહેરીને જોવા મળી હતી અને એકદમ અલગ અંદાજમાં દેખાઈ હતી. ઘરેથી નીકડીને કારમાં બેસતી વખતનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી ગાડીમાં બેસીને જઈ રહી છે અને ફોટોગ્રાફર્સ તેની તસવીરો લેવામાં વ્યસ્ત છે.
View this post on Instagram
ત્યારે જ ઉર્ફી કહે છે કે,હવે ઘર સુધી પણ આવશો શું? પછી તે ગાડીની વિન્ડોમાંથી બહાર નીકડીને બૂમો પાડે છે અને કહે છે કે હું શું કરું? હવે શું ગાડીની ઉપર બેસી જઉં હું? પાગલ થઇ ગયા છો યાર”. જેના બાદ ઉર્ફી પોતાની સીટ પર બેસી જાય છે અને ડ્રાઇવરને જલ્દીથી ગાડી ચલાવવા માટેનું કહે છે.ઉર્ફીનો આ ફની અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો છે જ્યારે કોઈએ તેને ટ્રોલ કરતા કહ્યું કે,’સસ્તો નશો’ તો અમુકે કહ્યું કે,”આજે વધારે નશો કરી લીધો શું?”
View this post on Instagram
અમુક સમય પહેલા જ ઉર્ફીએ બ્લેડથી બનેલું ટોપ પહેર્યું હતું. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અત્યાર સુધી કાચ, પ્લાસ્ટિકની થેલીઓ, મોજાં, સાંકળ, ફૂલો, સુગર કેન્ડી, બોરીઓથી બનેલો ડ્રેસ પહેરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ગયા વર્ષે બિગ બોસ ઓટીટીમાં જોડાઇ હતી. આ શો પછી અભિનેત્રીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. દરરોજ ઉર્ફી તેની અસામાન્ય ફેશન અને ડ્રેસિંગ સેન્સને કારણે લાઈમલાઈટમાં રહે છે.
View this post on Instagram
એવામાં અમુક સમય પહેલા બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કોફી વિથ કરણ સીઝન 7ના ચેટ શોમાં કહ્યું હતું કે ઉર્ફીની ફેશન ખૂબ જ અનોખી છે.બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કરણ જોહરના ચેટ શોમાં સોશિયલ મીડિયા ક્વીન ઉર્ફી જાવેદ વિશે ઘણી વાતો કરી હતી. ઉર્ફી જાવેદના કટઆઉટ ડ્રેસ વિશે વાત કરતાં રણવીર સિંહે તેને સોશિયલ મીડિયાનો ‘ફેશન આઇકોન’ કહી.
View this post on Instagram
ઉર્ફી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલોને ઘાયલ કરતી રહે છે. વાત જ્યારે ઉર્ફી જાવેદની આવે તો તેના ડ્રેસ કોઇના વિચારથી પણ ઉપર હોય છે. દરેક વખતે અભિનેત્રી તેના જૂના ડ્રેસથી પણ વધારે બોલ્ડ બનીને સામે આવે છે અને ચાહકોને સરપ્રાઇઝ કરી દે છે. ઉર્ફી જાવેદ તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે.
View this post on Instagram
ઉર્ફી તેના કપડાના કારણે પણ ઘણી ટ્રોલ થાય છે પરંતુ તેને ટ્રોલર્સથી કોઇ ફરક પડતો નથી. તે જે પહેરવા માંગે છે તે પહેરે છે.ક્યારેક પોતાના નિવેદનોને કારણે તો ક્યારેક પોતાની અસામાન્ય શૈલીને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. કહેવું પડશે કે ઉર્ફી જાવેદ ખૂબ જ ક્રિએટિવ છે. ઉર્ફી જાવેદનું માનવું છે કે તે આ દુનિયાની દરેક વસ્તુમાંથી પોતાનો ડ્રેસ બનાવી શકે છે. અભિનેત્રી પણ દરેક ડ્રેસમાં પાયમાલ કરતી જોવા મળે છે.
View this post on Instagram
ઉર્ફીના આ વિડીયો પર લોકો દીવાના બની ગયા છે અને ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે જ્યારે વીડિયો પર અમુક લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે કે, જો કે હંમેશાની જેમ ઉર્ફીને આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો અને તે પોતાની મરજીથી ફેશન સ્ટાઇલ અપનાવતી રહે છે, ઉર્ફી મીડિયા સામે આવા ટ્રોલર્સનો કરારો જવાબ પણ અચકાયા વગર આપે છે.