પ્રેમ આંધળો હોય છે આ કહેવત બોલીવુડના 5 કપલે સાબિત કરી દીધું છે

5 જોડી જોઈને કહેશો પ્રેમ આંધળો હોય છે

બોલીવુડના સિતારાઓ તેના લવ અફેરને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડના સિતારોનું નામ કોઈને કોઈ સાથેના સંબંધને લઈને સામે આવતું રહે છે. આજે અમે તમને બોલીવુડના એવા સંબંધ વિષે જણાવીશું જે ઘણા અલગ છે. આ કપલમાં પ્રેમની કોઈ કમી નથી પરંતુ આ કપલ સૌથી અલગ જ નજરે ચડે છે. આવો જાણીએ એ કપલ વિષે.

1.જોર્જિયા

જોર્જિયા હાલ મલાઈકા અરોરાના પૂર્વ પતિ અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. અરબાઝ ખાન અને જોર્જિયાની ઉંમરમાં 22 વર્ષનો ફર્ક છે. અરબાઝ ખાન જોર્જિયા કરતા 22 વર્ષ મોટો છે. બંનેને સ્પોટ કરવામાં આવે છે.

2.કરીના કપૂર

બોલીવુડના નવાબ અને એક્ટર સૈફઅલી ખાન અને સ્ટાઈલિશ એક્ટ્રેસ કરીના કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કરીના અને સૈફ અલી ખાનની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. કરીનાની ઉંમર 40 અને સૈફ અલી ખાનની ઉંમર 50 વર્ષ છે. બંનેએ કોઈની પરવાહ કર્યા વગર પ્રેમનો પારો ચડયો હતો.આજે બંને ઘણા ખુશ છે.

3.સુષ્મિતા સેન

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ સુષ્મિતા સેનએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતા સેને બોલીવુડમાં નામ પણ કમાયું છે. આમ છતાં પણ સુષ્મિતા સેને હજુ સુધી લગ્ન નથી કર્યા. 44 વર્ષની સુષ્મિતા સેન 29 વર્ષના રોહમન શોલને ડેટ કરી રહી છે. બંનેની ઉંમરમાં 15 વર્ષનો ફેર છે.

4.પ્રિયંકા ચોપરા

બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને બધા જ લોકો જાણે છે. પ્રિયંકાએ થોડા સમય પહેલા હોલીવુડના જાણીતા સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા અને નિકના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. નિક જોનાસ અને પ્રિયંકાની ઉંમરમાં 10 વરસનો તફાવત છે. પ્રિયંકા ચોપરા કરતા નિક જોનાસ 10 વર્ષ નાનો છે.

5.મલાઈકા અરોરા

મલાઈકા અને અરબાઝ ખાનના રસ્તાહવે તો અલગ થઇ ગયા છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂર મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે. તેના
લગ્નની ખબર તો સામે આવતી રહે છે. પરંતુ અર્જુન અને મલાઈકાએ હજુ સુધી કંઈ જણાવ્યું નથી.

disabled