દુબઇના શાસકની પત્નિના હતા બોર્ડીગાર્ડ સાથે સંબંધ, આ સંબંધને છૂપાવવા માટે કરોડો રૂપિયા કર્યા હતા ખર્ચ - Chel Chabilo Gujrati

દુબઇના શાસકની પત્નિના હતા બોર્ડીગાર્ડ સાથે સંબંધ, આ સંબંધને છૂપાવવા માટે કરોડો રૂપિયા કર્યા હતા ખર્ચ

દુબઇના શાસકની પત્નિના હતા બોર્ડીગાર્ડ સાથે માનવતા હતા રંગરેલિયા, જુઓ

એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે. રાજકુમારી હયા જે દુબઇના શાસક શેખ મોહમ્મદ અલ મકતૂમની છઠ્ઠી પત્નિ છે તેમણે તેમના બ્રિટિશ બોર્ડીગાર્ડને લગભગ 12 કરોડ રૂપિયા તેનું મોં બંધ કરવા માટે આપ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, હયાએ દુબઇના ત્રણ અન્ય શાહી પરિવારના અંગરક્ષકને પણ મોં બંધ કરવા માટે પૈસા આપ્યા હતા જેને આ કથિત સંબંધની જાણ હતી.

રાજકુમારી હયાએ 12 કરોડ રૂપિયાની સાથે મોંધા ગિફટ પણ આપ્યા હતા જેવા કે, 50 લાખની બંદૂક અને 12 લાખની ઘડિયાળ..

દુબઇના શાસકે ફેબ્રુઆરી 2019માં કહ્યા વગર જ રાજકુમારી સાથે તલાક લઇ લીધો હતો. રીપોર્ટ અનુસાર, રાજકુમારીના બોર્ડીગાર્ડ સાથેના અફેરને કારણે તલાક થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રાજકુમારી બ્રિટેનમાં રહે છે અને એવું માનવામાં આવે છેે કે, બંને વચ્ચે અફેર 2016થી શરૂ થયુ હતુ. ત્યાર બાદથી રાજકુમારી માટે બોર્ડીગાર્ડે કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

 

રાજકુમારી જયાં પણ જતી હતી ત્યાં તેમનો બોર્ડીગાર્ડ જતો હતો. બોર્ડીગાર્ડની પત્નિ દ્વારા એવું કહેવામાં આવ્યુ હતુ કે, ઘરે આવ્યા બાદ પણ તેઓ વચ્ચે કલાકો સુધી વાતચીત થતી હતી અને મેસેજ પણ આવતા હતા. બોર્ડીગાર્ડની પત્નિને તે બંને વચ્ચેના સંબંધને લઇને શક થયો હતો અને આ શક હકિકતમાં 2016માં સામે આવ્યો.

રીપોર્ટ અનુસાર રાજકુમારીનો બોર્ડીગાર્ડના પહેલાથી જ લગ્ન થયેલા હતા. પરંતુ આ અફેરને કારણે બોર્ડીગાર્ડના લગ્ન તૂટી ગયા હતા. તેમજ રાજકુમારી પણ દુબઇ છોડી બ્રિટેનમાં રહી રહી છે.

રાજકુમારીએ બાળકોની કસ્ટડી માટે બ્રિટેનની કોર્ટમાં કેસ પણ કર્યોો હતો. આ કસ્ટડીનો નિર્ણય હયાના પક્ષમાં આવ્યો હતો. રાજકુમારી હયા દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્નિ હતી. એવું પણ કહાવામાં આવે છે કે, રાજકુમારી તેના અફેરની વાતોને નકારી રહી છે.

Live 247 Media

disabled