81 વર્ષની દાદીએ 46 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરી મનાવ્યુ હનિમુન, પછી રડતાં રડતાં બોલી... - Chel Chabilo Gujrati

81 વર્ષની દાદીએ 46 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરી મનાવ્યુ હનિમુન, પછી રડતાં રડતાં બોલી…

46 વર્ષ નાના મોહમ્મદ જોડે લગ્ન કરીને 81 વર્ષની દાદીએ મનાવ્યું હનીમૂન, પછી જે થયું બાપ રે

તમે ઘણા એવા કપલ જોયા હશે કે જેમની ઉંમરમાં અંતર હોય તેમ છતાં તેઓ એકબીજા સાથે સારો સમય વીતાવે છે. પછી તેઓના પરિવારવાળા તેમના વિરૂદ્ધ કેમ ન જાય. આવો જ એક કિસ્સો બ્રિટનમાં સામે આવ્યો છે. જયાં 81 વર્ષની મહિલાએ તેમનાથી 46 વર્ષ નાના એક યુવકથી પ્રેમ થઇ ગયો. મહિલાના કહેવા અનુસાર, આ યુવકે પ્રેમનો અહેસાસ કરાવ્યો. આ સંબંધને લઇને ઘણી બબાલો થઇ છે.

બ્રિટેનની રહેેવાસી 80 વર્ષિય મહિલાઓ ખુલાસો કર્યો છે કે, તેઓને ફેસબુક પર મળેલા તેમનાથી 46 વર્ષ નાના છોકરા સાથે ખૂબ જ પ્રેમ થઇ ગયો હતો. આ છોકરાએ વૃદ્ધ દાદીને પ્રેમનો અહેસાસ કરાવ્યો. આ મહિલાએ લાઇવ ટીવી પર તેમના સંબંધોનો (લાઇફ) પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના બાળકો અને પૌત્રી તેમજ પૌત્રો તેમના સાથેે વાત નથી કરી રહ્યા. લગ્ન બાદ મહિલાની તેના પરિવારથી કોઇ વાતચીત થઇ નથી. આ મહિલા તેના પતિ સાથે ઇજિપ્તમાં રહે છે.

35 વર્ષિય મોહમ્મદ અહેમદ ઇબ્રાહિમની મુસાકાત ફેસબુક પર 80 વર્ષીય આઇરિસ જોન્સ સાથે થઇ હતી. આઇરિસ બ્રિટનમાં રહે છે. ફેસબુક પર મિત્રતા બાદ આઇરિશ મોહમ્મદને મળવા ઇજિપ્ત પહોંચી હતી. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ટીવી શોમાં આ દંપતી દેખાય તો બધા જ તેમના સંબંધને લઈને ચોકી ઉઠ્યા હતા.

લાઇવ ટીવી પર આઇરિશે તેમની લાઇફ વિશે ઘણાં ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે, વર્ષો પછી તેને પ્રેમ થયો છે. એક રીપોર્ટ અનુસાર, લગ્ન પછી મોહમ્મદે કહ્યું કે, તેને આઇરિશ પાસેથી પૈસાની જરૂર નથી અને તેને યુકેની નાગરિકતા પણ જોઇતી નથી. તે ઇજિપ્તમાં ખુશ છે અને પોતાની પત્નીની સારસંભાળ રાખી શકે છે. એવું જણાવાવમાં આવી રહ્યુ છે કે, આ કપલના લગ્ન ઇજિપ્તમાં થયા હતા અને બંંનેએ તેમના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા.

Live 247 Media

disabled