પપ્પાએ ઘરમાં નોકરી કરવા માટે રાખ્યો એક જુવાન નોકર, પછી માલકીનનું દિલ આવી ગયું તેના પર અને પછી... જુઓ અજબ પ્રેમ કી ગજબ કહાની - Chel Chabilo Gujrati

પપ્પાએ ઘરમાં નોકરી કરવા માટે રાખ્યો એક જુવાન નોકર, પછી માલકીનનું દિલ આવી ગયું તેના પર અને પછી… જુઓ અજબ પ્રેમ કી ગજબ કહાની

ઘરમાં રાખેલા નોકરને જ દિલ આપી બેઠી માલિકની દીકરી, અમીરી ગરીબી વિચાર્યા વગર જ કરી લીધા લગ્ન, જુઓ વીડિયો

આજે ઇન્ટરનેટ પર ઘણી બધી પ્રેમ કહાનીઓ સામે આવતી હોય છે, કેટલીક પ્રેમ કહાનીઓ તો એવી પણ હોય છે જેને જોઈને ઘણા લોકોને માથું પકડી લેવાનું મન થાય, ક્યાંક જુવાન જોધ કુમળા ફૂલ જેવી છોકરીને તેનાથી કેટલીય મોટી ઉંમરના છોકરા સાથે લગ્ન થઇ જાય તો ઘણીવાર કોઈને ડ્રાઈવર કે રસોઈયા સાથે પ્રેમ થઇ જતો હોય છે, આવી જ મોટા ભાગની કહાનીઓ પાકિસ્તાનમાંથી સામે આવતી જોવા મળે છે, હાલ પણ એવી જ એક કહાની ખુબ જ ચર્ચામાં છે.

પાકિસ્તાનમાં એક ઈસાઈ સમુદાયના પરિવારે પોતાની દીકરીના લગ્ન ઘરના જ એક નોકર સાથે કરાવી દીધા અને તેમાં ખાસ વાત તો એ છે કે તેમના આ લગ્ન લવ મેરેજ છે. જેમાં માલકીનને તેના જ ઘરના નોકર સાથે પ્રેમ થઇ ગયો અને પછી પરિવાર વાળાને મનાવ્યા બાદ બન્ને સાત જન્મ માટે એક બીજાના બની ગયા.

પોતાની નોકર સાથે લગ્ન કરનાર યુવતીનું નામ એની છે. એનીને તેના પિતાએ ઘરમાં નોકર તરીકે રાખ્યો હતો તે માણસ સાથે જ પ્રેમ થઇ ગયો. એનીએ જણાવ્યું કે તેના ઘરમાં કોઈ બીજા છોકરા સાથે તેના લગ્નની વાતો ચાલી રહી હતી, પરંતુ તે એની અને તેના પિતાની સંપત્તિ હડપ કરવા માંગતો હતો. પછી એનીએ તેના માતા-પિતાને સમજાવ્યું કે આ સંબંધ સારો નથી. તે તે છોકરા સાથે લગ્ન નહીં કરે.

એનીએ જણાવ્યું કે જ્યારે તે રસોડામાં ભોજન બનાવતી હતી ત્યારે તેના હાલનો પતિ એટલે તેનો પૂર્વ નોકર ઈસાયા તેની મદદ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી એની ઈશાયાને ખૂબ પસંદ કરવા લાગી. લગભગ બે અઠવાડિયા પછી, એનીએ પોતે ઈશાયાને પ્રપોઝ કર્યું અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જો કે, ઈશાયા ત્યારે ખૂબ જ નર્વસ થઈ ગયો અને કહ્યું કે તે વિચાર્યા પછી જવાબ આપશે.

જોકે, બાદમાં ઈશાયાએ તેની માલકીનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લગ્ન કરવા માટે સંમત થઈ ગઈ. પણ હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે એનીના માતા-પિતાને કેવી રીતે મનાવવા. પછી એક દિવસ એનીએ પોતે જ તેના પિતા સાથે વાત કરી અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી.

એનીના પિતાએ કહ્યું કે તેઓ કોઈ અમીર કે ગરીબને જોતા નથી. જો બાળકો ખુશ હોય તો બીજી વસ્તુઓની જરૂર નથી. જો કે, જ્યારે ઈશાયાને ખબર પડી કે એનીના પિતા દીકરીના લગ્ન માટે સંમત થયા છે, ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. બાદમાં એની અને ઈશાયાએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં.

Uma Thakor

disabled