આ 7 ટીવી કલાકારોએ નાની ઉંમરમાં જ વસાવી લીધુ ઘર, કરણવીર તો ત્રીજી વાર બાપ બનશે
બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે લગ્ન કરતા પહેલા કારકિર્દી બનાવી લેવી વધારે જરૂરી છે. જો કે અમુક કલાકારો એવા એવા પણ છે કે જેણે કારકિર્દી બનતા પહેલા જ આની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. આવો તો જણાવીએ આવા કપલ્સ વિશે.
1. બરુન સોબતી:
સિરિયલ ‘શ્રદ્ધા’ થી કારકિર્દીની શરૂઆત કરનારા બરૂનને સાચી ઓળખ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દુ’ દ્વારા મળી હતી. બરૂને માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાની બાળપણની મિત્ર પશ્મીન મનચંદા સાથે ગુરુદ્વારેમાં લગ્ન કરી લીધા હતા.
2. રજત ટોક્સ:
જોધા અકબરમાં અકબરનો કિરદાર નિભાવનારા રજતે માત્ર 24 વર્ષની ઉંમરમાં પોતાની ગર્લફ્રેન્ડ સૃષ્ટિ નૈંયર સાથે વર્ષ 2015 માં ઉદયપુરના પેલેસમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંન્નેએ એકબીજા સાથે બે વર્ષ સુધી ડેટ કરી હતી.
3. કરણવીર બોહરા:
‘કસૌટી ઝિંદકી’ માં નકારાત્મક ભૂમિકામાં જોવા મળેલા કરણવીર બોહરાએ વર્ષ 2006 માં માત્ર 24 વર્ષની ઉંમરે ટીજે સિદ્ધુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમના ઘરે જુડવા દીકરીઓનો જન્મ થયો હતો. જો કે એકવાર ફરીથી કરણવીર બોહરા પિતા બનવાના છે.
4. આશિષ શર્મા:
‘પુનર્વિવાહ’ સીરિયલના સેટ પર જ આશિષને અભિનેત્રી અર્ચના તાયડે સાથે પ્રેમ થયો હતો અને વર્ષ 2013 માં લગ્ન કર્યા હતા, લગ્ન વખતે આશિષની ઉંમર ઉંમર માત્ર 28 વર્ષની જ હતી.
5. અવિનેશ રેખી:
સ્ટાર પ્લસની ફેમસ સિરિયલ ‘તું સૂરજ મૈં સાંજ પિયા જી’ અને ‘ચાલ-શહ ઔર માત’ માં લીડ રોલ કરનારા અભિનેતા અવિનેશે માત્ર 26 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા. વર્ષ 2010 માં અવીનેશે પોતાની પ્રેમીકા રઇસા સાથે લગ્ન કરી લીધા.
6. ગુરમીત ચૌધરી:
ગુરમીત ચૌધરીને રામાયણમાં ભગવાન રામના કિરદારમાં ખુબ પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય ‘ગીત હુઈ સબસે પરાઈ’ માં પણ ગુરમીત અને દ્રષ્ટિ ધામીની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. ગુરમીતે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ પોતાની પ્રેમિકા દેબીના બેનર્જી સાથે લગ્ન કર્યા હતા.
7. વરુણ કપૂર:
સ્વરાગિની સીરિયલના અભિનેતા વરુણે 26 વર્ષની ઉંમરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ ધન્યા મોહન સાથે લગ્ન કરી લીધા હતા.