2 વાર છૂટાછેડાનું દર્દ જેલી ચૂકી છે આ સીધી સાદી અભિનેત્રી, હવે થઇ ગઈ બિંદાસ...2 નંબર વાળી નું ફિગર જોઈને ભુક્કા નીકળી જશે  - Chel Chabilo Gujrati

2 વાર છૂટાછેડાનું દર્દ જેલી ચૂકી છે આ સીધી સાદી અભિનેત્રી, હવે થઇ ગઈ બિંદાસ…2 નંબર વાળી નું ફિગર જોઈને ભુક્કા નીકળી જશે 

આજ કાલ ટીવી અભિનેત્રી ચારુ આસોપા અને રાજીવ સેનના તૂટતા સંબંધની ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. કપલે અત્યાર સુધી એકબીજાને લઇને ઘણુ કહ્યુ છે. વાત એટલી આગળ વધી ગઇ છે ચારુએ રાજીવની સામે છૂટાછેડાની માગ કરી છે. આ બીજી વાર છે જ્યારે પ્રેમ અને લગ્નના મામલે ચારુનું દિલ તૂટી ગયું છે. રાજીવ સેન પહેલા ચારુએ અભિનેતા નીરજ માલવિયા સાથે વર્ષ 2016માં સગાઈ કરી હતી.

સગાઈ પછી બંને લગ્ન કરવાના હતા, પરંતુ તેમના સંબંધો તે તબક્કે પહોંચી શક્યા નથી. ચારુ એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક મજબૂત મહિલા પણ છે. તેથી જ પ્રેમમાં તેનું દિલ તોડ્યા પછી પણ તે જીવનને હિંમતથી જીવવાનું જાણે છે. ચારુ આસોપા સિવાય ઇન્ડસ્ટ્રીમાં બીજી ઘણી અભિનેત્રીઓ છે જેમણે બે વાર છૂટાછેડાનું દર્દ સહન કર્યું છે. આમ છતાં આજે તે સુખી જીવન જીવી રહી છે.

શ્વેતા તિવારી- શ્વેતા તિવારી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. શ્વેતા ટીવીની સુંદર અને ફિટનેસ ફ્રીક અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ શ્વેતાના ચહેરા પરથી અભિનેત્રીના ભૂતકાળનો ભાગ્યે જ અંદાજ લગાવી શકાય છે. શ્વેતાના પહેલા લગ્ન 1998માં રાજા ચૌધરી સાથે થયા હતા. 9 વર્ષ સુધી રાજા ચૌધરી સાથે રહ્યા બાદ શ્વેતાએ 2007માં તેને છૂટાછેડા આપી દીધા.

રાજા ચૌધરીથી અલગ થયા બાદ શ્વેતાને અભિનવ કોહલીમાં તેનો લાઈફ પાર્ટનર મળ્યો અને બંનેએ 2013માં લગ્ન કરી લીધા. પરંતુ રાજા ચૌધરીની જેમ અભિનવ પણ શ્વેતા સાથે ઝઘડવા લાગ્યો. આ વખતે પણ અભિનેત્રીએ હિંસાને બદલે અભિનવથી અલગ થવાનો નિર્ણય કર્યો. આજે 42 વર્ષની ઉંમરે શ્વેતા પોતાની સુંદરતાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.

ચાહત ખન્ના- 36 વર્ષીય ચાહત ખન્ના ગ્લેમરસ અને ભવ્ય જીવન જીવે છે. ચાહતની જીવનશૈલી જોઈને કોઈ અનુમાન નથી કરી શકતું કે તેના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે. ચાહતે 2006માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા. ચાહત અને ભરતનો સંબંધ માત્ર 4 મહિના જ ચાલ્યો અને બંને અલગ થઈ ગયા. પ્રથમ લગ્ન તૂટ્યા બાદ ચાહતે 2013માં ફરહાન મિર્ઝા સાથે નવી સફર શરૂ કરી હતી.

પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતુ. ફરહાન સાથે ચાહતના લગ્ન સફળ ન થયા અને 2018માં આ દંપતીએ તેમના સંબંધોનો અંત લાવી દીધો. ફરહાનથી ચાહતને બે દીકરીઓ છે. હવે ચાહતને જોઈને કોઈ કહી શકે કે તેણે આટલું દુઃખ સહન કર્યુ છે. ચારુ બિંદાસ લાઇફ જીવી રહી છે.

સ્નેહા વાઘ- ઇમેજિન ટીવીના શો જ્યોતિમાં જ્યોતિનું પાત્ર ભજવનાર સ્નેહાએ પણ છૂટાછેડાનું દર્દ સહન કર્યુ છે. અભિનેત્રીએ 19 વર્ષની ઉંમરમાં આવિષ્કાર દારવેકર સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્નમાં તેને માત્ર પીડા જ મળી. આ પછી, તેણે લગ્ન તોડવાનું વધુ સારું માન્યું. પહેલા લગ્ન તૂટ્યા બાદ પણ સ્નેહાનો પ્રેમમાં વિશ્વાસ ઓછો થયો ન હતો અને તેણે 2015માં અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રીના બીજા લગ્ન પણ માત્ર 8 મહિના જ ચાલ્યા હતા.

દીપશિખા નાગપાલી- દીપિકા ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. દીપશિખાએ પહેલા લગ્ન 1997માં એક્ટર જીત ઉપેન્દ્ર સાથે કર્યા હતા. જ્યારે તેમના દાંપત્ય જીવનમાં ઝઘડાઓ વધવા લાગ્યા ત્યારે બંનેએ 2007માં છૂટાછેડા લીધા બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. દીપશિખાએ 2012માં કૈશવ અરોરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રીના બીજા લગ્ન પણ નિષ્ફળ રહ્યા હતા.

જોકે, હવે દીપશિખા બે વાર લગ્ન તૂટવાના દુ:ખને ભૂલીને સુખી જીવન જીવી રહી છે. છૂટાછેડાએ ચોક્કસપણે આ અભિનેત્રીઓને થોડા સમય માટે તોડી નાખી, પરંતુ તેણે પોતાના પર વિશ્વાસ રાખ્યો અને આજે તેઓએ તેમના કામથી એક અલગ ઓળખ બનાવી છે.

Live 247 Media

disabled