46 વર્ષના ટીવી અભિનેતાને જિમમાં કસરત દરમિયાન આવ્યો હાર્ટ એટકે, બેભાન થતા જ હોસ્પિટલ લઇ ગયા, ડોકટરે જાહેર કર્યો મૃત, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ - Chel Chabilo Gujrati

46 વર્ષના ટીવી અભિનેતાને જિમમાં કસરત દરમિયાન આવ્યો હાર્ટ એટકે, બેભાન થતા જ હોસ્પિટલ લઇ ગયા, ડોકટરે જાહેર કર્યો મૃત, ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

થોડા સમય પહેલા જ ખ્યાતનામ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું, તેના નિધનની ખબરમાંથી હજુ માંડ ચાહકો બેઠા થયા હતા ત્યારે આજે ટીવી જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને મોડલ સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થયું છે. સિદ્ધાંત કસૌટી ઝિંદગી કી જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કરવા માટે જાણીતો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર  શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે સિદ્ધાંતનું મૃત્યુ થયું છે. અભિનેતાની ઉંમર માત્ર 46 વર્ષની હતી. કથિત રીતે એક્ટર જીમ કરતી વખતે પડી ગયો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. અભિનેતાના નિધન બાદ પરિવારના પણ હાલ બેહાલ થઇ ગયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરીને તેમને સાજા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે તે તેમને બચાવવામાં નિષ્ફળ ગયા અને અભિનેતાને મૃત જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિનેતાએ પોતાનું નામ આનંદ સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી રાખ્યું છે.

સિદ્ધાંત વીર સૂર્યવંશીનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. અગાઉ તેણે ઈરા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બે વર્ષ પછી સિદ્ધાંત ફરીથી પ્રેમમાં પડ્યો. તેનું એલિસિયા પર દિલ આવી ગયું. તેમને પ્રથમ લગ્નથી એક પુત્રી હતી. બીજા લગ્ન પછી તેમને એક પુત્ર થયો. સિદ્ધાંત અને એલિસિયા બંને બાળકોની સંભાળ એક સાથે રાખતા.

સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેણે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.  તેને ‘કસૌટી ઝિંદગી કી’, ‘કૃષ્ણ અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાની કારકિર્દીમાં ઉડાન ભરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો ‘ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ‘ઝિદ્દી દિલ’ હતા.

Uma Thakor

disabled