દુ:ખદ સમાચાર/ રામાયણના રાવણ ઉર્ફ અરવિંદનું આ ખતરનાક બીમારીને લીધે થયું નિધન, ચોંકી જશો - Chel Chabilo Gujrati

દુ:ખદ સમાચાર/ રામાયણના રાવણ ઉર્ફ અરવિંદનું આ ખતરનાક બીમારીને લીધે થયું નિધન, ચોંકી જશો

1987 માં આપણા બધાનું ફેવરિટ દૂરદર્શન ટીવી પર પ્રસારિત થતી રામાનંદ સાગરની બેહદ લોકપ્રિય મહાન પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા અને લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. આ ને લીધે તેઓ ચાલવામાં પણ અસમર્થ હતાં.

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ કહ્યું છે કે, તેના અંકલ અરવિંદના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “કાકા છેલ્લા ઘણાય વર્ષોથી સતત બીમાર હતા. છેલ્લા 3 વર્ષથી તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. આ સમયે તેને બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે એક મહિના પહેલા ફરી એક વખત હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા હતા. મંગળવારે રાત્રે 9-9.30 વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને કાંદિવલીમાં તેના ઘરમાં જ તેનું મૃત્યુ થયું હતું. “

‘રામાયણ’ સિરિયલ બાદ એક્ટરે ‘વિક્રમ અને બેતાલ’ સિવાય અન્ય ઘણી હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું. પણ આજે પણ તેઓ રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે 300 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણા ગુજરાતી નાટકોમાં તેમના મજબૂત અભિનયની છાપ છોડી.

મિત્રો તમને જણાવી દઈએ કે, ‘રામાયણ’માં રાવણના રોલની ભવ્ય સફળતા પછી તેનો ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના સાબરકાંઠાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી એટલું જ નહીં, રાવણના આ પાત્રની સફળતાને કારણે તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના જાણીતા અભિનેતા હતા.

admins

disabled