બોલીવુડમાંથી ગુમનામ થઇ ગઈ છે ટ્યૂલિપ જોશી, હવે પતિની 600 કરોડની કંપનીની માલકીન છે- જુઓ તસ્વીરો - Chel Chabilo Gujrati

બોલીવુડમાંથી ગુમનામ થઇ ગઈ છે ટ્યૂલિપ જોશી, હવે પતિની 600 કરોડની કંપનીની માલકીન છે- જુઓ તસ્વીરો

આ બોલ્ડ ફ્લોપ હિરોઈન પતિદેવની 600 કરોડની કંપનીની માલકીન છે- જુઓ હાલની તસ્વીરો

બોલીવુડમાં પહોંચવું સૌનું સપનું હોય છે, અને ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ બૉલીવુડ સુધીની સફર પણ પુરી કરી લેતા હોય છે, પરંતુ ઘણીવાર કિસ્મત સાથે નથી હોતી તો ઘણીવાર સફળતા નથી મળતી,

ઘણા કલાકારો એક હિટ ફિલ્મ આપ્યા બાદ બીજી ફિલ્મ હિટ નથી આપી શકતા અને એક પછી એક ફ્લોપ ફિલ્મો કરી અને ક્યાં ખોવાઈ જાય છે તે પણ કોઈને ખબર નથી હોતી. વર્ષ 2002માં આવેલી ફિલ્મ “મેરે યાર કી શાદી હે” દ્વારા જ અભિનેત્રી ટ્યૂલિપ જોશીએ બોલીવુડમાં પગ મુક્યો હતો. પરંતુ બોલીવુડમાં ટ્યૂલિપ સફળ ના થઇ શકે અને ફિલ્મોની સફર તેને અધવચ્ચે જ છોડવી પડી,

પરંતુ તેના જીવનમાં કઈ ખાસ બદલાયું નહીં, તેને ફિલ્મો છોડયા બાદ લગ્ન કરવાનો નિર્ણય કરીને પોતાનું ઘર વસાવી લીધું. ટ્યૂલિપનો જન્મ 11 સપ્ટેમ્બર 1979ના રોજ મુંબઈમાં વસેલા એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતા ગુજરાતી છે અને તેની માતા અરમેનિયન છે.

વર્ષ 2000માં ટ્યુલિપે મિસ ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કર્યું પરંતુ તે વિજેતા ના બની શકી, પરંતુ આ દરમિયાન તે ઘણા લોકોની નજરમાં જરૂર આવી ગઈ હતી. ત્યારબાદ ટ્યૂલિપને જાહેરાતમાં કામ મળવા લાગ્યું અને આખરે બોલીવુડમાં આવવાનું તેનું સપનું પણ સાકાર થયું જયારે યશરાજ ફિલ્મ દ્વારા વર્ષ 2002માં મેરે યાર કી શાદી હે ફિલ્મમાં તેને કામ મળી ગયું.

આ ફિલ્મમાં ઉદય ચોપડા અને જિમ્મી શિરગીલ હતા સાથે બિપાશા પણ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધર્યો પ્રભાવ પાડી ના શકી, પરંતુ ટ્યૂલિપ માટે આગળના રસ્તા ખુલી ગયા હતા, તેને બીજી ફિલ્મમાં અભિનેતા શાહિદ કપૂર સાથે ફિલ્મ “એ દિલ માંગે મોર”માં કામ કરવાનો અવસર મળ્યો.

આ ફિલ્મમાં પણ ટ્યૂલિપ ધારી અસર ના જન્માવી શકી, ટ્યૂલિપને બીજી ફિલ્મોમાં પણ કામ મળ્યું, પરંતુ આ બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ જાહેર થઇ. અને સાથે તેનું કેરિયર પણ ફ્લોપ રહ્યું.

ટ્યૂલિપ દ્વારા ફિલ્મોની દુનિયાને છોડી અને ગૃહસ્થીના જીવનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને તેને કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્નના બંધને બંધાઈ ગઈ. વિનોદ નાયર સાથે ટ્યૂલિપના સંબંધો પહેલાથી જ હતા અને બંને લિવ ઇનમાં પણ રહેતા હોવાની ચર્ચાઓ આવતી હતી. આ બંનેએ એકબીજાને 4 વર્ષ સુધી ડેટ કર્યું હતું.

બોલિવૂડ અભિનેત્રી ટ્યૂલિપ જોશી 40 વર્ષની છે. ટ્યૂલિપ જોશીનો જન્મ 11 સપ્ટેમ્બર 1979 માં મુંબઇમાં થયો હતો . વર્ષ 2000 માં , તેણે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો , પણ ખિતાબ જીતી શક્યો ન હતો . આ પછી અભિનેત્રીએ ઘણી એડ્વર્ટાઇઝ ફિલ્મોમાં કામ કર્યું . ટ્યૂલિપ જોશીએ બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત યશ રાજ બેનર હેઠળ 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ મેરે યાર કી શાદી હૈથી કરી હતી. ટિકિટ વિંડોમાં આ ફિલ્મ સરેરાશ સફળતા મળી હતી

પછી 2003 માં તેણે તેલુગુ વિલન અને બૉલીવુડ ફિલ્મ માતૃભૂમિ કરી હતી. માતૃભૂમિની ટિકિટ વિંડોમાં સફળ થઈ શકી નહીં તો પણ તેણીની એક્ટિંગને સારી પ્રશંસા મળી . ત્યારબાદ ટ્યૂલિપ જોશીએ દિલ માંગે મોરે , ઝીરો , ચીટ , કભી કહિં સુપરસ્ટાર , ડેડી કૂલ , રનવે , હોસ્ટેલ , બી કેરફુલ અને જય હો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું . આ સિવાય ટ્યૂલિપે કેટલીક તેલુગુ , પંજાબી અને કન્નડ ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે .

ફેમસ અભિનેત્રી ટ્યૂલિપ જોશીએ તેની સુંદરતા અને અભિનયના આધારે દિલ માંગે મોરે અને જય હો જેવી ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અભિનેત્રીના ના જીવનસાથીનું નામ વિનોદ નાયર, જે ટ્યૂલિપ જોશીની સરખામણીમાં સુંદરતામાં ખૂબ જ ઓછી છે.

વર્ષ 2007માં તેમને ટ્રેનિંગ અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફાર્મ શરૂ કર્યું, ટ્યૂલિપ હવે તેના પતિની સાથે તેમની 600 કરોડની કંપનીને સાચવી રહી છે.

Live 247 Media

disabled