અબ્દુલથી લઈને જેઠાલાલ સુધી કંઈ કાર ચલાવે છે ‘તારક મહેતા’ 10 સ્ટાર્સ - Chel Chabilo Gujrati

અબ્દુલથી લઈને જેઠાલાલ સુધી કંઈ કાર ચલાવે છે ‘તારક મહેતા’ 10 સ્ટાર્સ

દયાભાભી ચલાવે છે બ્રાન્ડ ન્યુ LUXURIOUS AUDI તો ચંપકચાચા પાસે છે Honda City, જુઓ

જાણીતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટ પડદા પર તો રીક્ષા સવારી કરતા જ જોવા મળે છે. રોશન સિંહ સોઢીની જીપને છોડીને ગોકુલધામ સોસાયટી મેમ્બર પાસે કોઈ કાર જોવા નથી મળી. પરંતુ વાસ્તવિક જીવનમાં આવું નથી. શોના મોટાભાગની એક્ટર-એક્ટ્રેસ તેમની પોતાની કાર લઈને આવે છે.

જેઠાલાલ (દિલીપ જોશી) : સીરિયલમાં લોકોનું ફેવરિટ રોલ એટલે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ઈનોવા કારના માલિક છે.દિલીપ જોશી સ્ટુડિયો પર ઇનોવા કાર લઇને આવે છે. દિલીપ જોશીએ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને પ્રસિદ્ધિ તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દુકાનદાર જેઠાલાલના રોલથી જ મળી છે.

દયાભાભી (દિશા વાકાણી) : સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પાસે ઓડી કાર છે. દિશા છેલ્લાં ઘણા સમયથી સીરિયલમાં જોવા મળતી નથી. દિશાએ 2017માં દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ફેન્સ તેની સીરિયલમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

ચંપકલાલ ગડ્ડા (અમિત ભટ્ટ) : દમદાર એક્ટિંગથી લોકોને હસાવનાર ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ હોન્ડા સિટી કારના માલિક છે. અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે શરૂઆતથી જોડાયેલા છે. અમિત ભટ્ટ ખિચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કૉફી શોપ અને FIRનો સમાવેશ થાય છે.તારક મહેતા (શૈલેષ લોઢા) : તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પાસે મર્સિડિઝ બ્રાન્ડની કાર છે. શૈલેષ એક એક્ટર, લેખક અને કવિ છે. જ્યારે તેમની પત્ની ડો.સ્વાતિ લોઢા તેની દીકરી સ્વરા લોઢા પણ લેખક છે.

અંજલી મહેતા (નેહા મહેતા) : મૂળ ગુજરાતની નેહાએ નાટકો અને ટીવી શોમાં પણ કામ કર્યુ છે. જેમાં ‘હ્રદયત્રિપુટી’, ‘પ્રતિબિંબ પર પરછાઇ’, ‘તુ હી મેરા મૌસમ’,‘મસ્તી મજે કી લાઇફ’ અને જેવા નાટકોનો સમાવેશ થાય છે. જો કે સીરિયલમાં નેહાને લોકો અંજલીભાભીથી જ ઓળખે છે આત્મારામ ભીડે (મંદાર ચંદાવડકર) : આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે. મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાડકર એન્જિનિયર છે. મંદારે અનેક મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે.

માધવી ભીડે (સોનાલિકા જોશી) : ભીડે માસ્તરને મદદ કરનાર માધવીભાભી એટલે કે સોનાલિકા જોશી એમજી હેકટર કાર ચલાવે છે. હંમેશા ગળામાં મંગળસૂત્ર, માથે ચાંદલો અને સાડીમાં જોવા મળતા માધવીભાભીની મરાઠી લહેકા સાથે બોલાવાની છટા ગજબની છે.

પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) : હંમેશા છત્રી સાથે જોવા મળતા અનેક વાર લગ્ન થતા-થતા રહી ગયેલા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે.

રોશનસિંહ સોઢી (ગુરુચરણસિંહ) : રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સોઢી પાસે પોતાની સ્વિફ્ટ કાર છે. ગુરુચરણસિંહએ બેંગલુરુમાં એક્ટિંગનો કોરિસ્પોન્ડન્સનો કોર્સ કર્યો હતો. શૂટિંગ જોવા માટે અનેક સ્ટુડિયોના ધક્કા ખાધા. કોમલ હાથી (અંબિકા રંજનકર) : ડૉક્ટર હાથીના પત્નીનો રોલ કરનાર કોમલભાભી એટલે કે અંબિકા રંજનકર ઈનોવા કારના માલિક છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.

બાઘા (તન્મય વેકરિયા) : ચાલવાની અને બોલવાની અલગ છટાથી બધાને હસાવનાર બાઘા એટલે કે તન્મય વેકરિયા પાસે હોન્ડા સિટી કાર છે.તન્મયે વર્ષ 2000માં ‘સપનાનાં કિનારે’ નામની પ્રથમ સિરિયલમાં એક્ટિંગ કરી હતી.

સુંદરલાલ (મયુર વાકાણી) : સીરિયલ અને રીઅલ લાઈફમાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પાસે હોન્ડા જાઝ કાર છે. મયુર અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે.અબ્દુલ (શરદ શાંકલા) જેની દુકાને સોડા પીવા જાય છે એ અબ્દુલ એટલે કે શરદ સાંકલા પાસે સ્વિફ્ટ કાર છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ગોગી (સમય શાહ) : ગોગીનું પાત્ર ભજવનાર ગુજરાતી કલાકાર સમય શાહ પાસે ઈનોવા કાર છે. સમય શાહ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા આરખી ગામનો વતની છે અને તે વર્ષે એકવાર પોતાના ગામની મુલાકાત લે છે.

Live 247 Media

disabled