શો માંથી જતા રહેલા સેલિબ્રિટીઓએ કર્યા ધડાકો,....અમુક સાથે કૂતરાં જેવો વ્યવહાર કરતા', જાણો અંદરની વાત - Chel Chabilo Gujrati

શો માંથી જતા રહેલા સેલિબ્રિટીઓએ કર્યા ધડાકો,….અમુક સાથે કૂતરાં જેવો વ્યવહાર કરતા’, જાણો અંદરની વાત

ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં છેલ્લા 15 વર્ષમાં ઘણા ફેરફાર થયા છે. શોની સ્ટારકાસ્ટ પણ કેટલીક બદલાઇ ચૂકી છે. ત્યાં શોના જે કલાકારો શો છોડી જઇ રહ્યા છે તે મેકર્સ પણ કેટલાક આરોપો પણ લગાવી રહ્યા છએ. હાલમાં જ શોમાં ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર સેક્સ્યુઅલ હેરેસેમેન્ટના આરોપ લગાવ્યા અને તેમના વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો.

જો કે, જે આ શો છોડી જઇ રહ્યા છે તેમણે શોના સેટ પર મેકર્સના સ્વભાવ વિશે વાત કરી છે. તેઓએ જણાવ્યુ કે, અસિત મોદીનો સ્વભાવ કેવો છે ? કલાકારો સતત આ સિરિયલ કેમ છોડી રહ્યા છે ? પુષ્પા ભાનુશાળી કે જે શોમાં 2012થી 2019 સુધી ‘સોનુ’નું પાત્ર ભજવી ચૂકેલી નિધિ ભાનુશાળીના મમ્મી છે, તેમણે જણાવ્યુ કે, બાળકોને શોના સેટ પર ઘણી મજા આવતી અને અસિતભાઈ બાળકોને હાથમાં પણ રાખતા, તેઓ કહે છે કે એમાંય તે મારી નિધિને તેમની દીકરી માનસીની જેમ માનતા અને બેટા બેટા કહીને જ બોલાવતા.

અસિતભાઈ તો કોઈ સેલિબ્રિટી આવવાની હોય અથવા તો કંઈ કામ હોય ત્યારે જ સેટ પર આવતા. તેમણે આગળ કહ્યુ કે, આ બધું તો ઇન્ડસ્ટ્રીમાં કોમન જ હોય છે. અહીંયા 12 કલાકની શિફ્ટ હોય છે. નિધિએ સાત વર્ષ સુધી આ સિરિયલમાં કામ કર્યું છે. ઘણીવાર સીન આગળ-પાછળ હોય તો રાહ જોવી પડતી હોય છે. શોના 25 જેટલા આર્ટિસ્ટ છે તો બધાને સમયનો એક સરખો ન્યાય આપવો કોઈ પણ પ્રોડ્યુસર માટે મુશ્કેલ હોય છે. નિધિને જાણી-જોઈને ક્યારેય બેસાડી રાખવામાં આવી નહોતી.

તેઓએ નિધિના શો છોડવા વિશે વાત કરતા કહે છે કે, નિધિને આગળ ભણવું હોવાને કારણે અને તે બધે પહોંચી વળી શકતી ન હોવાને કારણે તેણે શો છોડ્યો. જો કે, અસિતભાઈએ એડજસ્ટ અને મદદ કરવાની વાત કરી હતી, પરંતુ નિધિ માટે આ શક્ય નહોતું. નિધિ સિરિયલમાં એકલી તો હતી નહીં, ઘણીવાર તેને કોલેજ જવાનું હોય અને શૂટિંગ બાકી હોય તો તે જઈ ના શકે. તે કોલેજમાં હોય અને સેટ પર આવવાનું હોય તો ઘણીવાર મોડું પણ થયુ. નિધિ માટે બે નાવ પર પગ રાખીને ચાલવું મુશ્કેલ હતું.

એટલે અભ્યાસ મહત્ત્વનો હોવાથી અને કરિયર તો પછી પણ થશે એટલે નિધિએ શો છોડ્યો. અસિતભાઈએ તો નિધિને ઘણી સમજાવી અને કહ્યુ કે, તારા જેવી નિધિ અમને નહીં મળે, અમે તને મિસ કરીશું. જો કે, નિધિએ મન મનાવી લીધું હતું કે તે હવે આ સિરિયલમાં કામ કરશે નહીં. તેમણે પેમેન્ટને લઇને જણાવ્યુ કે, નિધિએ જ્યારે સિરિયલ છોડી ત્યારે તેનું બધું પેમેન્ટ ક્લિયર થઈ ગયું હતું, પણ સિરિયલમાં દર બે વર્ષે ઇન્ક્રીમેન્ટ થતુ હતુ અને નિધિએ સાત વર્ષ સુધી કામ કર્યું. પણ છેલ્લે તેનું ઇન્ક્રીમેન્ટ ત્યારે થયું હતું જ્યારે તેને સિરિયલમાં કામ કરે પાંચ વર્ષ થયા હતા.

તેમણે ઇન્ક્રીમેન્ટ વિશે વાત કરતા કહ્યુ કે, સાત વર્ષ કામ કર્યા પછી નિધિએ જ્યારે શો છોડ્યો ત્યારે તેને બે વર્ષનું ઇન્ક્રીમેન્ટ મળવું જોઈતું હતું. જોકે, નિધિ સિવાય સિરિયલના તમામને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું હતું. અમે વાત પણ કરી કે આ તેનો હક છે, પરંતુ ચોખ્ખી ના પાડી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, નિધિએ સિરિયલ અધવચ્ચે છોડી દીધી તો પગારવધારો ના મળે, તે શો છોડી રહી છે તો અમારે તો નુકસાન જ છે ને, અમારે બીજી આર્ટિસ્ટ શોધવી પડશે તો તેમાં ખર્ચો થશે.

ઓડિશન કરવા પડશે, તમને આ બધામાં ખબર ના પડે.’ પછી અમે પણ કંઈ વધુ મગજમારી કરી નહોતી.’ નિધિની માતાએ વધુમાં કહ્યુ કે, નિધિ ભણવામાં ઘણી હોશિયાર છે અને તેણે ગ્રેજ્યુએશન 96% સાથે પૂરું કર્યું. નિધિ ‘તારક મહેતા..’ અને ભણવામાં જ ધ્યાન આપતી હતી. તેણે આ સિરિયલ સિવાય બીજે એકેયમાં ધ્યાન પરોવ્યું નહોતું. નિધિએ સિરિયલ છોડી ત્યારે પ્રોડક્શન હાઉસ તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે અત્યારે તો એમ કહીને સિરિયલ છોડો છે કે તેણે ભણવું છે, પરંતુ બે-ત્રણ મહિના પછી તે બીજી કોઈ સિરિયલમાં જોવા મળશે તો અમે વાંધો ઉઠાવીશું.’

જોકે, અમે ત્યારે એવો જવાબ આપ્યો હતો, ‘જો અમારે બીજું કંઈ કરવું હોય તો અમારા માટે આ સિરિયલ જ શું ખોટી છે. નિધિને ભણવું છે એટલે સિરિયલ છોડે છે.’ નિધિ ભણવાનું પૂરું કરીને બે-પાંચ વર્ષ પછી આગળ જે કરવું હોય તે કરી શકે છે અને આ અંગે કોઈ શરત રાખવામાં આવી નહોતી. તારક મહેતાના ભૂતપૂર્વ ડિરેક્ટર ધર્મેશ મહેતા કેજેંણે શોની શરૂઆતના 500 કરતા વધુ એપિસોડ શૂટ કર્યા છે તેમણે જણાવ્યુ કે, જ્યારે તેઓ શોમાં કામ કરતા ત્યારે દરેકે દરેક દિવસ ગોલ્ડન દિવસ હતો. અસિત મોદીમાં પેશન છે અને તેમની સાથે કામ કરવાની મજા આવી.

તેઓ કહે છે કે તેમની પાસેથી હું પેશન શીખ્યો અને કામ કરવાની લગન ને ધગશ પણ શીખ્યો. તે ક્યારેય સીનમાં બાંધછોડ ન કરતા અને આ તેનું જ પરિણામ છે. ટીમ સાથે આટલા વર્ષો સુધી શો ચલાવવો સહેલો નથી. મારું માનવું છે કે, આ બહુ જ અઘરું છે. ડિરેક્ટર તરીકે આ શોમાં મને તક આપી તેના માટે આભારી રહીશ. આજે દુનિયા મને ‘તારક મહેતા’ના ડિરેક્ટર તરીકે ઓળખે છે.’ શોમાં બાવરીનું 2013થી 2019સુધી પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી મોનિકા ભદોરિયાએ કહ્યુ કે, હાલમાં જે પણ ચાલી રહ્યું છે તે તો તમે બધું જોઈ જ રહ્યા છો. મારે હવે તેમાં બોલવાની શું જરૂર,

કારણ કે, જ્યારે સિરિયલના અડધા કલાકારો શો છોડીને જતા રહે તો કંઈક તો હશે ને ? એમનેમ તો થોડી ના કોઇ કલાકારો સિરિયલ છોડે. એક વ્યક્તિ ઊભો રહીને બોલે રાખે છે, ‘મેં તો કલાકારોને સમજાવ્યા અને તેમને રોકવાના ઘણા જ પ્રયાસ કર્યા. શો કરવાનું કહ્યું’, પણ આવું માત્ર એક જ વ્યક્તિ કહે છે અને કાસ્ટ અડધી બદલાઈ ગઈ છે તો સ્વાભાવિક છે કે પ્રોબ્લેમ એક વ્યક્તિ તરફથી હશે, નહીં કે આખી કાસ્ટ તરફથી.’ શોમાં કામ મળવાની વાત કરતા મોનિકા આભાર વ્યક્ત કરતા કહે છે કે શો મળ્યો, પણ છેલ્લે ઘણી જ સમસ્યાઓ સર્જાઈ અને પછી મેં નક્કી કર્યું કે હવે હું આ શો છોડી દઈશ.

ત્યાંના લોકોમાં ઘણું જ અભિમાન છે અને મને લાગે છે કે, આ યોગ્ય નથી. હું માનું છું કે તમારું અભિમાન તમારા પૂરતું રાખો, તમે તેને બીજા પાસે લઈને કેમ જાઓ છો?. બીજાને તેની સાથે કોઈ લેવાદેવા નથી હોતી, પરંતુ હા, તે અભિમાનની અસર જરૂરથી વર્તાય છે. આ ઉપરાંત તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેષ લોઢા સાથે થયેલા એક સંવાદને યાદ કરતાં મોનિકાએ કહ્યુ કે, હું ફ્લાઇટમાં શૈલેષ લોઢાને મળી ત્યારે તેમની સાથે વાત થઈ તો ખબર પડી કે, તેમણે પણ શો છોડી દીધો છે. મેં તેમની સામે સવાલ કર્યો કે તમે શો છોડી દીધો? તો તેમણે જવાબ આપ્યો, ‘એ જ તો કહું છું કે શો છોડ્યો.’

પછી મેં તેમને કારણ જ ના પૂછ્યું, કેમ કે સિરિયલમાં કામ કરનાર તમામને ખબર હોય છે કે કેમ શો છોડ્યો હશે.’ તે આગળ જણાવે છે કે, અસિતસર ઘણા અભિમાની છે, અને તે પોતાને ભગવાનથી ઓછા નથી સમજતા. તે બીજાં સાથે જે રીતે વાત કરે છે, ત્યારે એવું લાગે કે તેમણે ભગવાનથી તો થોડું ડરવું જોઈએ. જ્યારે પણ કલાકારો શો છોડે છે, ત્યારે તે એક જ વાત કહે છે કે ‘મેં તો તેમને રોકવાનો પ્રયાસ કર્યો.’- જોકે મને સવાલ એ થાય છે કે કેમ કલાકારો શો છોડવા માગે છે? કારણ કે તમે કલાકારોને ટોર્ચર કરો છો.

મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર આરોપ લગાવતા કહ્યુ કે, અસિતસર બધા સાથે ખરાબ વ્યવહાર કરે છે અને તે કોઈ રીતે સારા વ્યક્તિ નથી. જેટલા લોકોએ પણ ‘તારક મહેતા..’ છોડ્યો તે તમામનું કારણ અસિત મોદી જ છે. એક દિવસ જ્યારે હું તેમની ઓફિસ ગઈ તો તેમણે મને એવું કહ્યું, ‘જેટલા લોકો ‘તારક મહેતા’માં આવે છે તે પહેલાં રિક્ષામાં આવતા હતા અને હવે કાર લઈને આવે છે. આ લોકોની કોઈ હેસિયત નહોતી કે કાર ખરીદી શકે. તેમને આ બધું મારા કારણે મળ્યું છે.’ અસિતસર આ રીતનું અભિમાન રાખે છે.

મોનિકા કહે છે કે અસિત મોદી કલાકારોની બે કોડીની પણ કિંમત નથી કરતા. તે કહે છે કે, મારી મમ્મીના અવસાનને માંડ છ-સાત દિવસ થયાં હતાં અને મને ફોન કરીને શૂટિંગ માટે બોલાવવામાં આવી, મારી માનસિક સ્થિતિ જ એવી હતી જ નહિ કે હું સેટ પર જઇ શૂટિંગ કરી શકું. તેઓ મને ફોર્સ કરતા, ‘તું શૂટ પર આવ.’ મને નહોતું લાગતું કે હું આટલી જલ્દી આ પરિસ્થિતિમાં બહાર આવી શકીશ. મારા માટે બે ત્રણ મહિના પૂરતા નહોતા. મેં તેમને એવું કહ્યું કે, મને શોમાંથી જવા દો. મારાથી હાલમાં શૂટિંગ થઈ શકે તેમ નથી. મને આ રીતે ટોર્ચર ન કરો.

મારે બ્રેક લેવો હતો પણ મને શોમાંથી જવા દેવામાં આવી નહીં.’ તેણે કહ્યુ- મારી મમ્મીના અવસાનના 25 દિવસ બાદ મારા પરિવારના સભ્યોને ફોન કરીને કહે કે, મારે શૂટ પર આવવું જોઈએ. આટલા દિવસ તો થઈ ગયા છે, હજી કેટલા દિવસ જોઈએ. મારું માનવું છે કે, કોઈની સાથે આ રીતે વાત કરવી યોગ્ય નથી. હું તો શો છોડવા પણ તૈયાર હતી, પરંતુ તે લોકો ટોર્ચર કરતા હતા. થોડાં સમય બાદ પછી મેં પાછું શૂટિંગ શરૂ કર્યું.’મોનિકાએ કહ્યુ કે, મેં મારા પાંચ વર્ષ બરબાદ કરી નાખ્યા. મારું ઇન્ક્રીમેન્ટ થતું નહોતુ અને દર વર્ષે એવું કહે કે સીન વધારીશું.

દર વર્ષે ખોટું બોલીને મને રોકી રાખી અને મારા પાંચ વર્ષ એમ જ બરબાદ કરી નાખ્યા. તે કહે છે કે, સાચું કહું તો હું મોં પર જવાબ આપનારી એક માત્ર વ્યક્તિ હતી અને આ વાત તેમને નહોતી ગમતી. તેમને ખોટું પણ લાગતું હતું અને તેઓ મને કહેતા પણ ખરાં કે તું મારી સાથે આ રીતે વાત કરી શકે નહીં. હું તેમને કહેતી કે મેં કોઈ ખોટી વાત તો કરી નથી. પોતાના અધિકારની વાત કરવી તે ખોટું નથી. બીજા લોકોને એવું લાગે છે કે શો છૂટી જશે, પરંતુ મને નથી લાગતું. તમને કોઈ હક નથી કે તમે આ રીતે કલાકારો સાથે વાત કરો. મોનિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે કલાકારો કેમ શો ગ્રેસફૂલી નથી છોડતા ?

તો તે કહે છે કે, અસિતસર ઉદ્ધતાઈથી વર્તે છે અને તેમણે ખાસ EP રાખ્યો છે તે પણ ઉદ્ધતાઈથી વાત કરે છે. તમે કોઈની સાથે તું-તારીથી વાત કરશો તો તે ક્યાં સુધી સહન કરશે. તે કહે છે કે, આર્ટિસ્ટ દબાઈને રહે છે. કોન્ટ્રાક્ટની કૉપી પણ આપતા નથી. કેટલાંકને છોડીને બાકીના સાથે કૂતરાં જેવો વ્યવહાર કરતા. મોનિકા સિવાય શોના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદાએ કહ્યુ કે, જો કલાકારનું કામ ના હોય તો તેમને બોલાવામાં જ ના આવે, કારણ કે કલાકારોને રોજે-રોજની ફી મળતી હોય તો કામ વગર કોઈ પ્રોડ્યુસર કેમ આર્ટિસ્ટને ફી આપે.

હા એવું જરૂરથી થતું કે શોની કાસ્ટ મોટી હોવાથી માસ્ટર શોટ તો એક સાથે થઈ જાય, પણ મારે જ્યારે ક્લોઝઅપ લેવાના હોય ત્યારે હું ત્રણ-ચાર કલાકારોના ક્લોઝઅપ સીન શૂટ કરું ત્યારે બાકીના કલાકારોએ તો રાહ જોવી જ પડે. એક્ટરની સાથે ડિરેક્શન અને પ્રોડક્શનની ટીમ ગેરવર્તન કરતી ? આ સવાલના જવાબમાં માલવ રાજદાએ કહ્યું કે, ‘આ તો તમને માત્ર એક્ટર જ કહી શકશે, કારણ કે આપણે જ્યારે ફિલ્ડમાં કામ કરતા હોઈએ ત્યારે દરેકે દરેક સાથે સમાન વર્તન જ કરવામાં આવે તે શક્ય નથી. તે કહે છે કે, જેનિફરે જે આક્ષેપો કર્યા ત્યારે હું હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી કે શું બન્યું છે.

હું એક વાત ચોક્કસથી કહીશ કે મેં જેની (જેનિફર) સાથે 14 વર્ષ સુધી કામ કર્યું છે, તે ઘણી જ હસમુખી છે, તેને બધા સાથે સારું બને છે, તે આર્ટિસ્ટથી લઈ બધા સાથે હળીમળીને રહેતી. આખો દિવસ તે હસતી હોય. તે એકદમ પ્રોફેશનલ વ્યક્તિ છે. મને ખ્યાલ છે કે કલાકારોને પૈસા નથી મળ્યા, પણ તેની પાછળનું કારણ શું છે તે મને ખબર નથી. પ્રોડક્શન ટીમ એવું કહે છે કે, આ કલાકારોએ ફાઇનલ લેટર પર સાઇન કરી નથી એટલે તેમને પૈસા મળ્યા નથી. મેં ડિસેમ્બર, 2022માં છોડ્યું અને મને માર્ચ, 2023માં મારા પૈસા મળી ગયા. શો છોડ્યા પછી હું તરત બીજા શોમાં બિઝી થઈ ગયો હતો.

પ્રોડક્શન ટીમને બીજાં 25 કામો હોય અને મારે પણ એમને છ-સાત વાર યાદ અપાવું પડ્યું હતું કે મારા પૈસા ક્યારે ક્લિયર કરો છો. પછી એ લોકોએ મારા પૈસા ક્લિયર કરી દીધા હતા અને આ લોકોને પણ એમના પૈસા મળી જશે.’ તેમણે 14 વર્ષ પછી શો છોડવા પર કહ્યુ કે, સાચું કહું તો થાકી ગયો હતો અને ક્રિએટિવ કંઈ નહોતો કરી શકતો. છેલ્લા 14 વર્ષથી હું આ એક જ ડિરેક્ટ કરું છું તો મારે મારી જાતને બહારની દુનિયામાં જઈને ચેલેન્જ આપવી હતી.

જણાવી દઇએ કે, શોમાં મિસિસ શોઢીનું પાત્ર નિભાવતી અને જેણે હાલમાં શો છોડ્યા બાદ અસિત મોદી પર હેરેસમેન્ટના આક્ષેપ કર્યા છે તે જેનિફર મિસ્ત્રી ઘણી ચર્ચામાં છે. જો કે, જેનિફરના જાતીય સતામણીના આક્ષેપો બાદ અસિત મોદીની ટીમ તરફથી સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું અને કહેવાયુ હતુ કે શૂટિંગ દરમિયાન તેના ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે તેનો કરાર સમાપ્ત કર્યો અને એટલે તે પાયાવિહોણા આરોપો લગાવીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Live 247 Media

disabled