બબીતાના ફેન્સ માટે ખરાબ સમાચાર: બબીતાજીનો થયો અકસ્માત, ફેન્સને લાગ્યો મોટો ધ્રાસ્કો, જુઓ શું શું થયું - Chel Chabilo Gujrati

બબીતાના ફેન્સ માટે ખરાબ સમાચાર: બબીતાજીનો થયો અકસ્માત, ફેન્સને લાગ્યો મોટો ધ્રાસ્કો, જુઓ શું શું થયું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ખુબ જ લોકપ્રિય છે અને આજે પણ દરેક ઘરમાં જોવામાં આવે છે. આ શો વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે, તો સાથે જ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે. થોડા દિવસ પહેલા શોના શૂટિંગ દરમિયાન શોમાં બાપુજીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા અમિત ભટ્ટને અકસ્માત થયો હોવાની ખબર સામે આવી હતી, ત્યારે હવે વધુ એક કલાકારને અકસ્માત નડ્યો હોવાના સમાચારે ચાહકોમાં દુઃખ જન્માવ્યું છે.

આ શોનું એક સૌથી લોકપ્રિય પાત્ર છે બબીતાજીનું. તેને અભિનેત્રી મુનમુન દતા નિભાવી રહી છે. મુનમુન દત્તાનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે અને તે ફરવાની પણ ખુબ જ શોખીન છે. ત્યારે થોડા અદઠવાડિયા પહેલા જ તે પોતાની યુરોપ યાત્રા પર નીકળી હતી. પરંતુ ત્યાં અભિનેત્રીને જર્મનીમાં એક અકસ્માત નડ્યો છે. જેના બાદ હવે તે પોતાના ઘરે પરત આવવા માટે નીકળી છે.

મુનમુન દત્તાએ પોતાની સ્ટોરી પર આ ઘટના શેર કરી છે અને જણાવ્યું છે કે, “જર્મનીમાં એક નાનો અકસ્માત થઇ ગયો. મારા ડાબા ઘૂંટણમાં બહુ જ ઇજા થઇ છે. જેના કારણે મારે ટ્રાવેલ ઓછું કરવાનું છે અને ઘરે પરત ફરવાનું છે. બે દિવસ પહેલા જ બબીતાજી સ્વિત્ઝરલેંડના ઇન્ટરલૅકનથી ટ્રેનમાં જર્મની ગઈ હતી. તેને પોતાના સોશિયલ મીડિયા પર પણ પોતાના આ પ્રવાસની ઘણી બધી તસવીરો શેર કરી હતી.

ત્યારે હવે મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીના અકસ્માતની ખબરથી ચાહકો પણ શોકમાં આવી ગયા છે અને તેમના જલ્દી જ સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુનમુન દત્ત ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા શોનો ભાગ છે અને દર્શકોને તેનો અભિયાન પણ ખુબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયામાં પણ જેઠાલાલ સાથેના તેના મીમ અને વીડિયો ખુબ જ વાયરલ પણ થતા હોય છે.

Uma Thakor

disabled