બ્લેક બિકીની પહેરીને અંગળાઇ લેતી જોવા મળી 'તારક મેહતા....'ની આ અભિનેત્રી, તસવીરો જોઈને પાણી પાણી થયા લોકો - Chel Chabilo Gujrati

બ્લેક બિકીની પહેરીને અંગળાઇ લેતી જોવા મળી ‘તારક મેહતા….’ની આ અભિનેત્રી, તસવીરો જોઈને પાણી પાણી થયા લોકો

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય એવો કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કર્યું છે. આ શો જેટલો લોકપ્રિય છે તેટલા જ લોકપ્રિય શો ના કલાકારો પણ છે, અસલ જીવનમાં પણ લોકો તેમને શોના કિરદાર દ્વારા જ ઓળખે છે પછી તે જેઠાલાલ હોય, ભીડે કે પછી પોપટલાલ કેમ ન હોય. આવો જ એક કિરદાર છે આરાધાના શર્મા.

આરાધના શર્મા શો માં અમુક એપિસોડમાં જોવા મળી હતી. શો માં કોરોના વેક્સીન અને દવા અંગેની તસ્કરી અને કાળા બજાર પર થયેલા કૌભાંડના એપિસોડમાં આરાધાના જોવા મળી હતી, જેમાં તે રંગતરંગ રિસોર્ટની રિસેપ્સનિસ્ટ હતી અને તેનું નામ દીપ્તિ હતું અને તે પણ દવાની કાળાબજારી કરતી ગેંગ સાથે જોડાયેલી હતી.

શો માં આરાધના અમુક જ એપિસોડમાં જોવા મળી હતી છતાં પણ તેની છાપ તારક મહેતાની અભિનેત્રી તરીકે બની ચુકી છે અને આજે પણ લોકો તેને યાદ કરે છે. શો માં સીધી સાદી દેખાતી આરાધના અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે અને આધિકારિક રૂપે તે એક ડાન્સર પણ છે. આરાધના સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. મોટાભાગના તેના વિડીયો ડાન્સિંગ ના જ છે જેમાં તે પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને દીવાના બનાવતી રહે છે.

આરાધના કેમેરા સામે બોલ્ડ થવામાં બિલકુલ પણ અચકાતી નથી અને બિકી પહેરીને પણ તસવીરો શેર કરે છે. એવામાં તાજેતરમાં જ આરાધાને પોતાની હોટ તસવીરો શેર કરીને લોકોના દિલની ધડકન વધારી દીધી છે. સામે આવેલી તસ્વીરોમાં આરાધના બ્લેક મોનોકોની પહેરીને અંગળાઈ લેતી દેખાઈ રહી છે. બ્લેક બિકી સાથે આરાધાને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને  વિન્ડો પાસે બેસીને એકથી એક લોકોને લુભાવનારા પોઝ આપી રહી છે.

તસવીરો શેર કરીને આરાધનાએ બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. તસ્વીરોમાં તેનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.આરાધનાનાય આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ મળી રહી છે. આરાધના સ્પ્લિટ્સવિલા-12ની કન્ટેસ્ટેટ્ન રહી ચુકી છે, આ સિવાય તે ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને બુગી વુગી જેવા ડાન્સિંગ શોમાં પણ જોવા મળી ચુકી છે. તારક મેહતાના સિવાય આરાધના હીરો ગાયબ, અલાદીન નામ તો સુનાહી હોગા, સ્પાઇબહુ જેવા ટીવી શોમાં પણ કામ કરી ચુકી છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અદાઓનો જાદુ દેખાડનારી આરાધના બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. આરાધના વિક્રમ ભટ્ટની ફિલ્મ જુદા હોકે ભી માં નાના એવા રોલમાં જોવા મળી છે, ફિલ્મ ગત જુલાઈ મહિનામાં રિલીઝ થઇ ચુકી છે.ફિલ્મમાં આરાધનાનો કિરદાર એકદમ મજેદાર છે. ફિલ્મના અમુક સીન્સ પણ આરાધનાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યા હતા અને લખ્યું કે,

“જીવનમાં નાની નાની બાબતો ખુબ મહત્વ રાખે છે. સિનેમા હંમેશા આવું જ રહ્યું છે, જેના માટે હું જૂનુની હતી, અને પહેલી વાર મોટી સ્ક્રીન પર પોતાને જોવું એક સપના જેવું હતું. હું તે જણાવતા ખુબ જ અભિભૂત છું કે હું આ શાનદાર પ્રોજેક્ટ #judahokebhi નો નાનો એવો ભાગ છું.હું ખુબ આભારી છું. આ માત્ર પહેલું પગલું છે, હજુ ઘણું બધું હાંસિલ કરવાનું છે”.

વિક્રમ ભટ્ટ સાથે કામ કરવા અંગે આરાધનાએ કહ્યું હતું કે,”તેની સાથે કામ કરવું ખૂબ જ અદ્દભુત હતું. તેનો અનુભવ એ બધું કહે છે અને તેના કામ કરવાનો તરીકો પણ બેસ્ટ છે. આ ફિલ્મ માટે તેમણે ખુબ મહેનત કરી છે અને ક્રિએટિવિટી દેખાડી છે. આ એક સુખદ અને શીખવા માટેનો અનુભવ હતો. હું ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું”.આરાધાના હાલમાં જ લોન્ચ થયેલા શો ચન્ના મેરેયામાં પણ જોવા મળી હતી.

yc.naresh

disabled