પાર્ટનર સાથે કિચનમાં આવી રીતે કરો રોમાન્સ, પત્ની તમારા પર થઈ જશે ખુશ અને ફિદા, જાણો 5 ટિપ્સ - Chel Chabilo Gujrati

પાર્ટનર સાથે કિચનમાં આવી રીતે કરો રોમાન્સ, પત્ની તમારા પર થઈ જશે ખુશ અને ફિદા, જાણો 5 ટિપ્સ

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં પતિ-પત્ની વચ્ચે વાત કરવાનો સરખો સમય મળવો મુશ્કેલ થઈ ગયો છે. કામનું ટેન્શન અને વ્યસ્તતાના કારણે પાર્ટરનર એકબીજા સાથે જોઈએ તેવો સમય વિતાવી શકતાં નથી. પણ આજે અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેનાથી તમારો રોમાન્સ ફરીથી જાગૃત થઈ જશે.જો કે રોમાન્સ તો ઘણી રીતે કરી શકાય છે પણ આજે અમે તમને કિચન રોમાન્સ વિશેની ટિપ્સ આપીશું. કિચનમાં તમે અમુક નાની વાતોનું ધ્યાન રાખીને પાર્ટનરને ખુશ કરી શકો છો.

1. રજાના દિવસે જ્યારે તમે ઘરે હોવ ત્યારે તમારા પાર્ટનરની સાથે ફેવરિટ ફૂટ બનાવવાની પ્લાનિંગ કરો, ભોજનની તૈયારીમાં મદદ કરતી વખતે જ પત્નીની સાથે થોડી હંસી-મજાક અને એક હેલ્ધી ફ્લર્ટિંગ કરવાનું શરૂ કરી દો. હેલ્ધી ફ્લર્ટિંગ તમને એકબીજાની વધુ નજીક લઈ આવશે.

2. બેડરૂમમાં જતા પહેલા તમારા પાર્ટનરને તમારા હાથેથી બનાવેલી સારી કોફી પીવડાવવી ન ભૂલશો. પછી જુઓ તમારા હાથની બનેલી કોફી તમારા પાર્ટનર પર કેવો જાદુ કરે છે, તે કહ્યા વિના નહી રહી ‘બાહો મેં ચલે આઓ’. જે રીતે પતિના દિલ સુધી પહોંચવાનો માર્ગ પેટથી થઈને જાય છે એવી જ રીતે જો પત્નીને ખુશ કરવી હોય તો તેમના દિલનો માર્ગ કિચનથી થઈને જાય છે એવું કહેવું ખોટું નથી. તેઓ દરરોજ તમારા માટે તમારી પસંદની વાનગીઓ બનાવતી હોય છે, પરંતુ જ્યારે તમે તેમની પસંદનું કંઈક બનાવશો તો તે અત્યંત ખુશ થશે.

3. કિચનમાં જ્યારે તમારી પત્નીના બંને હાથ કામમાં વ્યસ્ત હોય તો ધીમેથી તેમના વાળમાં લાગેલા બટરફ્લાય, ક્લિપ અથવા રબરબેંડને ખોલી દો. ચહેરા પર આવતી વાળની લટો જોઈ તમારા દિલમાં પ્રેમના અંકુર ફૂટી પડશે. આ સિવાય જ્યારે તેઓ કિચનના કામમાં વ્યસ્ત હોય ત્યારે ધીમેથી તેમની પાછળ જઈ તેમને કમરથી પકડીને તમારી તરફ ખેંચી તમારી બાંહોમાં ભરી લો. અચાનક આ રીતે દર્શાવેલો તમારો પ્રેમ તમારી પત્નીના મનમાં પણ રોમાન્સને જીવંત કરી દેશે.

4. જ્યારે તમારી પાર્ટનર કિચનમાં રસોઈ કરી રહી હોય ત્યારે મોકો જોઈ તમે પણ કિચનમાં તેમની મદદ કરવા માટે પહોંચી જાવ. તમને કિચનમાં તેમની મદદ માટે જોઈ તમારી પાર્ટનર ચોક્કસપણે ખૂબ થશે. કુકિંગ કરતી વખતે માહોલને વધુ રોમેન્ટિક બનાવવા માટે પોતાની પાર્ટનરને કોઈ નોનવેજ જોક્સ સંભળાવો.

5. રજાના દિવસે તમારા બંનેની પસંદનું કોઈ જ્યુસ અથવા મિલ્કશેક બનાવી લઈ જાવ. યાદ રાખો એ મિલ્કશેક અથવા જ્યુસમાં બે સ્ટ્રો રાખવી, પછી એકબીજાની આંખોમાં જોતા-જોતા તેને પીવો. આવું કરવાથી તમારા બંનેની વચ્ચે કરમાઈ ગયેલો પ્રેમ ફરીથી જાગૃત થઈ ઊઠશે.

Uma Thakor

disabled