શું તમે પણ મનને શાંત રાખવા માંગો છો, તો ગુસ્સા અને લાલચથી રહો હંમેશા દૂર, મળશે અપાર શાંતિ

આજના ભાગદોડ ભરેલા જીવનમાં દરેક કોઈ શાંતિથી જીવન જીવવા માંગે છે. પણ કામનું પ્રેશર અને અનેક જવાબદારીઓ તેને આડે આવે છે પરિણામે  મન ચિડિયું અને ગુસ્સેલ થઇ જાય છે. એવામાં જો તમે મનને શાંત રાખવા માંગતા હોવ તો ગુસ્સો અને લાલચથી હંમેશા દૂર રહેવું જોઈએ. એવી જ એક કહાની તમને જણાવીશું.

જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને પોતાની સમસ્યા જણાવી અને કહ્યું કે મહારાજ મને કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી મારા મનને શાંતિ મળે.

શેઠની વાત સાંભળતાની સાથે જ સાધુ ત્યાંથી ઊભા થયા અને આશ્રમની બહાર ગયા. શેઠ પણ સંતની પાછળ-પાછળ ચાલ્યો. બહાર આવીને સાધુએ કેટલાક લાકડા લીધા અને એક જગ્યાએ એ લાકડામાં આગળ સળગાવી.

સંત થોડી-થોડી વારમાં આગમાં એક-એક લાકડું નાખતાં જતાં હતાં. શેઠ આ બધુ જોઈ રહ્યો હતો. થોડી વારમાં જ આગ ખૂબ જ તેજ થઈ ગઈ, ત્યારબાદ સંત ત્યાંથી ઊભા થઈ ગયા અને આશ્રમમાં પોતાની જગ્યાએ આવીને બેસી ગયાં. તેમની પાછળ-પાછળ શેઠ પણ આવ્યો.

After post

disabled