ટીવી હિરોઈન ટીના દત્તાની નજીકની વ્યક્તિનું થયુ નિધન, અભિનેત્રી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ - Chel Chabilo Gujrati

ટીવી હિરોઈન ટીના દત્તાની નજીકની વ્યક્તિનું થયુ નિધન, અભિનેત્રી પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ

બી ટાઉનના કેટલાક સ્ટાર્સ છે જેમણે ડોગ અને બિલાડીઓને પાળી છે. આ સ્ટાર્સ ઘણીવાર તેમના પેટ સાથે પોતાની તસવીરો પણ શેર કરતા રહે છે. ટીવી અભિનેત્રી ટીના દત્તા પાસે પણ એક પાલતૂ ડોગ છે. જેનું નામ રાની છે, જેની તે ઘણી જ નજીક છે.પરંતુ હવે તેની રાનીએ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે, જેનાથી અભિનેત્રી તૂટી ગઇ છે. અહીં સૌથી દુખની વાત એ છે કે પોતાના ડોગના અંતિમ સમયમાં ટીના તેની સાથે હાજર નહોતી. ટીના આ સમયે બિગબોસ 16માં જોવા મળી રહી છે.

ટીના દત્તાને બિગબોસે જ્યારે એ વાતની જાણકારી આપી કે તેની પેટ ડોગ રાની હવે નથી રહી તો તે ખૂબ જ રડી હતી. ટીનાને આ જાણકારી આપવા બિગબોસ કંફેશન રૂમમાં બોલાવવામાં આવી હતી. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ચોંકી ગઈ અને બિગ બોસે તેને દરવાજાની બહાર આવવા કહ્યું અને પછી તેને આખી વાત કહી. ટીનાને અફસોસ હતો કે તે રાનીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થઈ શકી. ટીનાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા રાનીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં ટીના રાની સાથે ક્યૂટ બોન્ડિંગ શેર કરતી જોવા મળી રહી છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યુ છે- ‘રાનીએ ટીના માટે ઘણો પ્રેમ છોડીને દુનિયા છોડી દીધી. રાની 2010માં ટીનાની દુનિયામાં આવી અને પરિવારનો એક ભાગ બની ગઈ. પરિવાર ક્યાંય જતો નથી અને તેમનો પ્રેમ રાનીની જેમ હંમેશા સાથે છે. બિગ બોસના ઘરમાં આ દુઃખ સહન કરવું સહેલું નહીં હોય, પણ ટીના તું મજબૂત છે. રાનીની આત્માને શાંતિ મળે.ટીનાને શાલીન અને નિમ્રિત સંભાળતા જોવા મળ્યા હતા, કારણ કે તે રાનીના નિધનથી ખરાબ રીતે રડતી હતી અને તેની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી.

મનોરંજન અને ડ્રામાથી ભરપૂર બિગ બોસની નવી સીઝનને દર્શકો દ્વારા સતત પસંદ કરવામાં આવી રહી છે. શોમાં જોવા મળતા સ્પર્ધકો સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે પ્રસારિત થયેલા એપિસોડમાં જ્યાં સ્પર્ધકો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, ત્યાં એક ક્ષણ એવી પણ આવી કે જેને જોઈને વ્યક્તિ ભાવુક થઈ જાય. શોમાં ભાગ લેનારી અભિનેત્રી ટીના દત્તાના પાલતુ ડોગનું નિધન થયું હતું. પાલતૂ પ્રાણી આપણા દૈનિક જીવનનો ભાગ છે અને માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

Live 247 Media

disabled