રજનીકાંતથી લઈને બાહુબલીના પ્રભાસ સુધી આ અભિનેતાઓ પાસે છે પોતાનું પ્રાઇવેટ પ્લેન, જુઓ તસવીરો…

બોલીવુડના અભિનેતાઓ પણ આવી લાઈફ નહિ જીવતા હોય, સાઉથ વાળા જુઓ ક્યાંય આગળ નીકળી ગયા

બોલિવૂડ સ્ટાર્સ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ મામલે સાઉથના સેલેબ્સ પણ પાછળ નથી. આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સને રોયલ લાઇફસ્ટાઇલ જીવવી પસંદ કરે છે. તેમની પાસે લક્ઝરી કારથી લઈને આલીશાન બંગલા બધું જ છે. એટલું જ નહીં સાઉથ ઇન્ડિયનના ઘણા સ્ટાર્સ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. તેની મદદથી તેઓ મિનિટોમાં ગમે ત્યાં પહોંચી જતા હોય છે.

1. રજનીકાંતઃ રજનીકાંતને સાઉથ સિનેમાના ભગવાન માનવામાં આવે છે. રજનીકાંતે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ઘણું સ્ટારડમ મેળવ્યું છે. થલાઈવા રજનીકાંતે ઘણી કમાણી કરી છે. જેના કારણે તે વૈભવી જીવન જીવે છે. રજનીકાંત પાસે એક પ્રાઈવેટ પ્લેન પણ છે. તે ઘણીવાર તેના પર્સનલ અને પ્રોફેશનલ કામના સંદર્ભમાં મુસાફરી કરતા પણ જોવા મળે છે.

2. નયનતારાઃ સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા અને તેના ફિલ્મમેકર બોયફ્રેન્ડ વિગ્નેશ શિવન ઘણીવાર પોતાની ટ્રિપ્સ માટે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતા જોવા મળે છે. લોકોએ ઘણી વાર તેને રજાઓ અને પરિવારની યાત્રાઓ માટે પ્રાઈવેટ જેટમાં સવાર થતા જોયા છે. અહેવાલો અનુસાર, હવે નયનતારાએ અંગત ઉપયોગ માટે પોતાનું પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે.

3. મહેશ બાબુઃ મહેશ બાબુનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. મહેશ તેની પ્રાઇવેટ મુસાફરી માટે તેના પ્રાઈવેટ જેટમાં જવાનું પસંદ કરે છે. એકવાર મહેશ બાબુની પત્ની નમ્રતાએ તેના પ્રાઈવેટ જેટમાં પરિવારની તસવીરો શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

4. રામ ચરણઃ મેગા પાવર સ્ટાર રામ ચરણનું નામ પણ આ યાદીમાં સામેલ છે. રામ આચરણ અને તેમની પત્ની ઉપાસના કોનિડેલા પ્રાઇવેટ ચાર્ટર પ્લેનના માલિક છે. એટલું જ નહિ રામ ચરણ એવા સાઉથ સ્ટાર છે જેમની પોતાની એરલાઇન સર્વિસ ‘Trueje’ છે. તે પોતાના પ્રાઈવેટ જેટનો ઉપયોગ રજાઓ, ફેમિલી ટ્રીપ માટે કરે છે. આ સિવાય રામ ચરણ હાલમાં જ એક મોંઘી કાર Mercedes Maybach GLS600 ખરીદવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

5. જુનિયર એનટીઆર: ટાઈગર સ્ટાર જુનિયર એનટીઆર 80 કરોડના ખાનગી જેટના માલિક છે જે શમશાબાદ એરપોર્ટ પર પાર્ક છે. જો કે તેણે આ પ્લેન પોતાના પ્રાઇવેટ ઉપયોગ માટે ખરીદ્યું હતું પરંતુ જ્યારે તેને તેની જરૂરિયાત લાગે ત્યારે જ તે તેનો ઉપયોગ કરે છે. આ સિવાય જુનિયર એનટીઆરે તાજેતરમાં દેશની પ્રથમ લેમ્બોર્ગિની ઉર્સ પર્લ કેપ્સ્યુલ ગ્રેફાઇટ ગાડી ખરીદી છે.

6. પ્રભાસ : સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ તેની રીલ લાઈફમાં જ બાહુબલી નથી પરંતુ રિયલ લાઈફમાં પણ તે બાહુબલી જેવું જીવન જીવે છે. પ્રભાસ પાસે અઢળક સંપત્તિ છે. આ સિવાય પ્રભાસ પાસે એક પ્રાઈવેટ પ્લેન પણ છે જેનો ઉપયોગ તે પોતાની પ્રોફેશનલ ટ્રિપ્સ માટે કરે છે.

7. અલ્લુ અર્જુન : સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની સ્ટાઈલ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. અહેવાલો અનુસાર અલ્લુ અર્જુને તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા પછી છ સીટર પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું. જ્યારે તે અને તેનો પરિવાર ચૈતન્ય જેવી અને નિહારિકા કોનિડેલાના લગ્ન માટે ઉદયપુર ગયા હતા ત્યારે તેણે પ્લેનની અંદરની તસવીરો શેર કરી હતી. તેમનું પ્રાઈવેટ જેટ ખૂબ જ લક્ઝુરિયસ છે.

8. ચિરંજીવી : સાઉથની ફિલ્મોમાંથી પોતાના અભિનય સ્કિલ ફેલાવીને રાજકારણમાં આવેલા અભિનેતા ચિરંજીવી પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે. ચિરંજીવી પ્રાઈવેટ જેટમાં અવારનવાર તેના મિત્રો સાથે ફરવા જતા હોય છે.

9. નાગાર્જુન અક્કીનેની : નાગાર્જુન અક્કીનેની પણ એવા સાઉથ સ્ટાર્સમાંથી એક છે જેમની પાસે પોતાનું પર્સનલ પ્રાઈવેટ જેટ છે. નાગાર્જુન તેના કિંગ સાઈઝ લાઈફ માટે જાણીતા છે. નાગાર્જુન પાસે ઘણી મોંઘી કારનો કાફલો તેમજ પોતાનું પ્રાઈવેટ જેટ છે.

10. પવન કલ્યાણ : પાવર સ્ટાર પવન કલ્યાણ સાઉથ સિનેમાના જાણીતા નામોમાંથી એક છે. પવન પાસે પ્રાઇવેટ ચાર્ટર પ્લેન છે જેનો ઉપયોગ ઘણીવાર પોતાના પ્રાઇવેટ અને રાજકીય કામ માટે કરે છે.

disabled