બાળપણમાં તેમના અભિનયની દીવાની હતી દુનિયા, જુઓ કેટલા મોટા થઇ ગયા છે ચાઇલ્ડ આર્ટિસ્ટ - Chel Chabilo Gujrati

બાળપણમાં તેમના અભિનયની દીવાની હતી દુનિયા, જુઓ કેટલા મોટા થઇ ગયા છે ચાઇલ્ડ આર્ટિસ્ટ

બાળપણમાં ક્યૂટ હતા, મોટા થતા જ હોટ ફિગર થઇ ગયું- જુઓ બ્યુટીફૂલ તસવીરો

ટીવી સિરિયલ “શકા લાકા બૂમ બૂમ”નો સંજૂ, “બાલિકા વધુ”ની આનંદી અને “પૃથ્વીરાજ ચૌહાણ”નો યોદ્ધા પૃથ્વીરાજ એ તો તમને યાદ જ હશે ને… આવા કેટલાક બાળ કલાકાર છે જેમણે નાની ઉંમરમાં દર્શકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી.

તો આવો આજે આપણે જાણીએ એવા બાળ કલાકાર વિશે જેમણે નાની ઉંમરમાં ફિલ્મો કે ટીવી ધારાવાહિકમાં અભિનય કર્યો અને લોકોને તેમના અભિનયના અને ખૂબસુરતીના દીવાના બનાવી દીધા.

1.કિંશુક વૈદ્ય
વર્ષ 2000માં એક ધારાવાહિક આવતી હતી “શકા લાકા બૂમ બૂમ”. આ ધારાવાહિક તો તમને યાદ જ હશે ને ? આ ધારાવાહિકમાં સંજૂ નામનો છોકરો આવતો હતો. જેના પાસે એક જાદુઇ પેન્સિલ હતી અને આ પેન્સિલથી તે કંઇ પણ બનાવતો હતો તે વસ્તુ સામે આવી જતી હતી. આ ધારાવાહિકની પૂરી કહાની આના પર જ આધારિત હતી.

આ શો ઘણો હિટ થઇ ગયો હતો અને મેકર્સે તેના ચાર સિઝન બતાવ્યા હતા. આ ચાર સિઝનમાં 491 એપિસોડ બતાવવામાં આવ્યા હતા. આ ધારાવાહિકથી સંજૂ એટલે કે કિંશુક વૈદ્યને ઘણી લોકપ્રિયતા મળી હતી.

તેણે મોટા થઇને વર્ષ 2016માં “એક રિશ્તા સાજેદારી કા”થી વાપસી કરી હતી. તે 2017 સુધી તેમાં જોવા મળ્યા હતા. તે બાદ તેણે “જાત ના પૂછો પ્રેમ કી” અને “કર્ણ સંગિની” જેવા ધારાવાહિકમાં પણ અભિનય કર્યો છે.

2.અવિકા ગૌર
ટીવી ધારાવાહિક “બાલિકા વધુ”ની આનંદી એટલે કે અવિકા ગૌરે આ શોથી ઘર ઘરમાં તેની ઓળખ બનાવી લીધી હતી. તે સમયે અવિકાની ઉંમર નાની હતી અને તે ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ હતી. બાદમાં તે “સસુરાલ સિમર કા”માં પણ જોવા મળી હતી.

અવિકાની ઉત્તર ભારતમાં જ નહિ પરંતુ દક્ષિણ ભરતમાં પણ સારી પકડ છે. તેણે ઘણી સાઉથ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. વર્ષ 2013માં આવેલી તેલુગુ ફિલ્મ “ઉઇય્યાલા જંપાલા” 2015માં રીલિઝ થયેલ ફિલ્મ “સિનેમા ચૂપિસ્તા મામા” અને વર્ષ 2019માં આવેલી ફિલ્મ “રાજૂ મારી ગદી” જેવી ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે.

અવિકા ગૌર હાલમાં જ તેની બોડી ટ્રાંસફોર્મેશનને કારણે ચર્ચામાં છે. અવિકાએ તેનું વજન ખૂબ જ ઘટાડ્યુ છે અને તે બાદ તે સોશિયલ મીડિયા પર તેની સુપરહિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

3.અદિતિ ભાટિયા: 20 વર્ષની ઉંમરમાં અદિતિ એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.

શું તમે જાણો છે કે, અદિતિએ તેના કરિયરની શરૂઆત માત્ર 1 વર્ષની ઉંમરથી કરી હતી ? એવું જણાવવામાં આવે છે કે, જયારે અદિતિ એક વર્ષની હતી ત્યારથી તેને જાહેરાત મળવાની શરૂ થઇ ગઇ હતી અને ત્યાંથી તેના અભિનયની શરૂઆત થઇ.

અદિતિ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં શાહિદ કપૂર સ્ટારર “વિવાહ” અને “ચાંસ પે ડાંસ” સામેલ છે. આ ઉપરાંત તે ઇમરાન હાશમીથી લઇ સંજય દત્ત સુધી તેમની સાથે કામ કરી ચૂકી છે.

અદિતિ ટીવી શો “હોમ સ્વીટ હોમ” “ટશન એ ઇશ્ક” “યે હે મહોબ્બતેં” “કોમેડી નાઇટ્સ બચાઓ તાજા” “કોમેડી સર્કસ” “ખતરા ખતરા ખતરા”માં પણ જોવા મળી છે.

4.રજત ટોક્સ : એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર રજત ટોકસે વર્ષ 1999માં અભિનય કરવાનો શરૂ કર્યો હતો. સૌથી પહેલા તે “જાદુઇ ચિરાગ”માં જોવા મળ્યા હતા.

તે બાદ તેમણે “બોંગો” “લાઇટહાઉસ” “એક નજર કી તમન્ના” “મેરે દોસ્ત” “હે હવાએ” “ખોજ ખજાના કી ઓર અભિવ્યક્તિ”માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ હતું. વર્ષ 2005માં આવેલ ધારાવાહિક “સાઇ બાબા” બાદ તેમને વર્ષ 2006માં “ધરતી કા વીર પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ” માટે તેમને લેવામાં આવ્યા હતા.

ઘણા શો કર્યા બાદ તે વર્ષ 2019માં “નાગિન 3″માં જોવા મળ્યા હતા. રજતને ઐતિહાસિક શો કરવા માટે ટાઇપકાસ્ટ કરવામા આવે છે. પરંતુ આ શોથી તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી અને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી.

5.અહસાસ ચન્ના : અહસાસ ચન્નાનો જન્મ 5 ઓગસ્ટ 1999માં મુંબઇમાં થયો હતો. તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેમના પિતા ઇકબાલ ચન્ના પંજાબી ફિલ્મોના નિર્માતા હતા. તેમની માતા કુલબીર કૌર એક અભિનેત્રી હતી.

અહસાસે ઘણી નાની ઉંમરમાં ફિલ્મ “વાસ્તુ શાસ્ત્ર”માં કામ કર્યુ હતું. જેમાં તે લીડ અભિનેત્રીન સુસ્મિતા સેનના દીકરાના રૂપમાં હતા.

અહેસાસે આ ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં “કભી અલવિદા ના કહેના”, “આર્યન”, “માય ફ્રેંડ ગણેશા”, “ફૂંક”, “ફૂંક 2”, “340” અને “રૂખ” સામેલ છે. બાળપણમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરનાર અહસાસ હવે ઘણી સુંદર લાગે છે. તેણે દક્ષિણ ભારતીય ફિલ્મ તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેની ઘણી સારી ફેન ફોલોઇંગ છે.

Live 247 Media

disabled