બોલિવુડની આ 7 અભિનેત્રીઓ શુટિંગ દરમિયાન થઇ હતી પ્રેગ્નેટ, જાણો અભિનેત્રીઓ વિશે - Chel Chabilo Gujrati

બોલિવુડની આ 7 અભિનેત્રીઓ શુટિંગ દરમિયાન થઇ હતી પ્રેગ્નેટ, જાણો અભિનેત્રીઓ વિશે

૧ નંબરને જોઈને ગુસ્સો આવી જશે, શૂટિંગના દિવસોમાં રાત્રે ધબધબાટી બોલાવી નાખી આ બોલીવુડની સુંદર હિરોઇનોએ

બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે તેમના અભિનયના દમ પર નામ કમાવ્યુ છે અને તેઓ તેમના કામને લઇને કયારેય પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી. કયારેક આ અભિનેત્રીઓએ તેમની મરજીથી પ્રેગ્નેંસી દરમિયાન શુટિંગ કર્યુ તો કયારેક મજબૂરીને કારણે તેઓને કામ ચાલુ રાખવુ પડ્યુ. પરંતુ એવી એક પણ અભિનેત્રી નથી જેમણે પ્રેગ્નેટ દરમિયાન વચ્ચેથી જ કામ છોડી દીધુ હોય. આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશુ જે શુટિંગ દરમિયાન જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી

1.કરીના કપૂર: બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે હાલમાં જે તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીના કપૂર ફિલ્મ “વીરે દી વેડિંગ”ની શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઇ ગઇ હતી.

કરીના જયારે શરૂઆતમાં શુટિંગ કરી રહી હતી તે દરમિયાન જ તેને તેની પ્રેગ્નેંસીની ખબર પડી હતી. જો કે, પ્રેગ્નેંસી બાદ પણ તેને ઘણા સીન્સની શુટિંગ કરી પરંતુ બાદમાં ડિલીવરી પહેલા બ્રેક લઇ લીધો.

2.એશ્વર્યા રાય: પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી એશ્વર્યા રાયે વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા તા. વર્ષ 2011માં તે ફિલ્મનું શુટિંગ કરી રહી ત્યારે પ્રેગ્નેટ થઇ હતી.

ત્યાર બાદ તેને ફિલ્મ છોડવી પડી હતી કારણ કે તેમનું જે પાત્ર ફિલ્મમાં હતુ તે હિસાબે પ્રેગ્નેટ થવુ એ બરાબર ન હતુ. તે બાદ આ ફિલ્મ કરીના કપૂરે કરી હતી.

3.કાજોલ :કાજોલનું બોલિવુડ કરિયર ખૂબ જ શાનદાર રહ્યુ છે. તે આજે પણ તેના અભિનય માટે ઓળખાય છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 1999માં તેણે અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. તે બાદ પણ કાજોલે ફિલ્મોથી દૂરી ના બનાવી.

વર્ષ 2010માં ફિલ્મ “વી આર ફેમિલી”ની શુટિંગ દરમિયાન તે બીજીવાર પ્રેગ્નેટ હતી. શુટિંગ દરમિયાન કરણ અને અજયે તેનું ખૂબ જ ધ્યાન રાખ્યુ. કાજોલ અને અજયને બે બાળકો છે. એક દીકરી ન્યાસા અને એક દીકરો યુગ…

4.માધુરી દીક્ષિત : માધુરી દીક્ષિત એ અભિનેત્રીઓમાં સામેલ છે જે તેમના કામને લઇને કયારેય પણ કોઇ પણ સમજૂતી કરતા નથી.

જો કે, ફિલ્મ “દેવદાસ” દરમિયાન માધુરી પ્રેગ્નેટ હતી અને તેણે ફિલ્મના એક ગીત “હમપે કિસને રંગ ડાલા”માં ખૂબ જ સરસ ડાંસ કર્યો હતો.

5.જયા બચ્ચન: બોલિવુડની જાણિતી અભિનેત્રી જયા બચ્ચન તેમના જમાનાની ટોપ અભિનેત્રી રહી ચૂક્યા છે. જયા ફિલ્મ “શોલે”ના શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઇ હતી.

આ ફિલ્મના એક સીનમાં તેમનો બેબી બંપ પણ જોવા મળ્યો હતો, પરંતુ લોકોએ કદાચ એ સીન પર ધ્યાન નહિ આપ્યુ હોય.

6.શ્રીદેવી : આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી શ્રીદેવીને તેમની ખૂબસુરતી અને અદાકારીના દમ પર ઓળખ મળી હતી. ભલે આજે શ્રીદેવી આપણા વચ્ચે નથી પરંતુ તે આજે પણ લોકોના દિલમાં જીવિત છે.

તમને જણાવી દઇએ કે, શ્રીદેવી વર્ષ 19997માં ફિલ્મ “જુદાઇ”ના શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઇ ગઇ હતી. જયારે શ્રીદેવી પ્રેગ્નેટ થઇ ત્યારે તેનુ અફેર ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે ચાલી રહ્યુ હતુ.

પ્રેગ્નેટ થયા બાદ શ્રીદેવીએ બોની સાથે લગ્ન કરી લીધા હતા. આ ફિલ્મમાં શ્રીદેવી ઉપરાંત ઉર્મિલા માંતોડકર પણ હતી. 7.જૂહી ચાવલા : વર્ષ 1995માં જૂહીએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. તે બાદ પણ તેમણે ફિલ્મો છોડી ન હતી.

જયારે જૂહી પહેલીવાર પ્રેગ્નેટ થઇ તો તેને અમેરિકાથી સ્ટેજ શોની ઓફર આવી હતી. આ ઓફરને જૂહીએ ના ન કહી.જૂહી બીજીવાર ફિલ્મ “ઝંકાર બીટ્સ” દરમિયાન પ્રેગ્નેટ થઇ હતી.

Live 247 Media

disabled