કરીના કપૂરથી લઇને આ 13 અભિનેત્રીઓ ભીડમાં થઇ ચૂકી છે છેડછાડનો શિકાર, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

કરીના કપૂરથી લઇને આ 13 અભિનેત્રીઓ ભીડમાં થઇ ચૂકી છે છેડછાડનો શિકાર, જુઓ તસવીરો

કરીના, કેટરીના થી લઈને આ 13 અભિનેત્રીઓ પર ફેન્સે હાથ ફેરવી લીધો…જુઓ તસવીરો

બોલિવુડ સેલિબ્રિટીઓના દેશભરમાં જ નહિ પરંતુ દુનિયામાં પણ ચાહકો છે. દેશભરમાં કરોડો ચાહકો તેમના પસંદગીતા સેલિબ્રિટીઓની એક ઝલક મેળવવા માટે કંઇ પણ કરી શકે છે. ઘણીવાર જયારે આ સેલેબ્સ કોઇ જાહેર સ્થળ પર આવે તો તેમને માટે લોકોની ભીડ એકઠી થઇ જતી હોય છે અને તેમાં પણ કેટલીક વાર અભિનેત્રીઓ લોકોની ખરાબ હરકતનો શિકાર બનતા હોય છે.

1.કરીના કપૂર
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક ઇવેન્ટમાં ગઇહતી ત્યારે કેટલાક ચાહકોએ તેમને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી. જો કોઇ મહિલા સાથે આવુ થાય તો તે ડરી જાય છે અને કરીના પણ ઘણી ડરી ગઇ હતી. જે બાદ લોકોને બહાર નીકાળી દીધા હતા.

2.કેટરીના કેફ
બોલિવુડ અભિનેત્રી કેટરીના કેફ સાથે પણ આવી જ શરમજનક હરકત થઇ ચૂકી છે. વર્ષ 2005માં જયારે કેટરીના કેફ દુર્ગા પૂજામાં સામેલ થવા માટે કોલકાતા પહોંચી હતી ત્યારે ભીડ એટલી હતી કે સિક્યુરીટી પણ તેમની સુરક્ષા બરાબર કરી શકી નહિ. તેનો જ ફાયદો ઉઠાવી કોઇએ તેમના શરીર પર હાથ ફેરવી દીધો હતો.

3.દીપિકા પાદુકોણ
બોલિવુડની સૌથી ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ જેના ચાહકો કરોડોમાં છે. તેમની એક ઝલક માટે લોકો પાગલ થઇ જાય છે. એકવાર તે જયારે મેગેઝિનના લોન્ચ પર પહોંચી ત્યારે ચાહકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધી અને ત્યારે જ ફાયદો ઉઠાવી કોઇએ તેમના બ્રેસ્ટને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી. દીપિકાને ત્યારે લોકો પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તે તેમના પર વરસી ગઇ હતી.

4.સોનાક્ષી સિન્હા
વર્ષ 2010માં ફિલ્મ “દબંગ”ના એક ઇવેન્ટ દરમિયાન ભીડ એટલી વધી ગઇ કે અભિનેત્રી સોનાક્ષી સિન્હાને ચાહકોએ ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી. આ ઘટના સાઉથ મુંબઇના મંત્રાલય નજીક સ્થિત ગાંધી મેદાનમાં થઇ હતી અને તે બાદ સોનાક્ષી રોઇ પડી હતી.

5.સોનમ કપૂર
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર પણ લોકોની આવી ગંદી હરકતનો શિકાર થઇ ચૂકી છે. તેની ફિલ્મ “રાંજણા”ના પ્રમોશન દરમિયાન એક વ્યક્તિએ સોનમને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી તે બાદ સોનમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને ધનુષે સોનમને બચાવી લીધી હતી.

6.સુસ્મિતા સેન
અભિનેત્રી સુસ્મિતા સેન જયારે કોઇ જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટનમાં પહોંચી હતી ત્યાર બહાર હાજર લોકોએ તેને ઘેરી લીધી હતી, પરંતુ તે દરમિયાન કોઇએ ભીડનો ફાયદો ઉઠાવી તેમના શરીરને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી.

7.તાપસી પન્નૂ
વર્ષ 2016માં ફિલ્મ “પિંક”ના પ્રમોશન દરમિયાન તેમના સાથે છેડછાડ થઇ હતી. લોકોએ તેમને ખોટી રીતે અડવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત દિલ્હીમાં કોલેજ આવવા-જવા વખતે ઘણીવાર તેઓ બસમાં છેડછાડનો શિકાર થઇ ચૂકી છે.

8.અમીષા પટેલ
વર્ષ 2015માં અમીષા પટેલ એક જ્વેલરી શોરૂમના લોન્ચિંગ સમયે ગોરખપુર ગઇ હતી. અમીષાને જોવા માટે શોરૂમની બહાર લોકોની લાંબી ભીડ એકઠી થઇ ગઇ હતી. એવામાં જયારે તે ભીડને ક્રોસ કરી શોરૂમના અંદર જવા લાગી તો એક યુવક તેને જબરદસ્તી અડ્યો અને આવુ થયા બાદ તે ગુસ્સે થઇ ગઇ અને તે યુવકને લાફો મારી દીધો.

9.કોએના મિત્ર
કોએના મિત્ર પણ આ હરકતનો શિકાર થઇ ચૂકી છે. એક ફાઇવ સ્ટાર હોટલની ન્યુ યર પાર્ટી દરમિયાન તેમની સાથે આવી હરકત થઇ હતી. આ તેમની માટે એક ચોંકાવનારી હરકત હતી અને તેઓ તેનાથી ખૂબ દુ:ખી હતા,

10.અનુષ્કા શેટ્ટી
વર્ષ 2015માં જયારે અનુષ્કા દર્શન માટે તિરુમાલા મંદીર પહોંચી હતી ત્યારે ચાહકોની ભીડે તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન તેમની સાથે સેલફી અને તસવીર ક્લિક કરાવતા સમયે તેમને જબરદસ્તી અડવાની કોશિશ કરી હતી.

11.નગમા
મેરઠમાં એક જનસભા દરમિયાન નગમાએ એક વ્યક્તિને લાફો મારી દીધો હતો અને મંચ છોડી જતી રહી હતી. કોંગ્રેસ નેતા ઇમરાને નગમાની જનસભા બોલાવી હતી. નગમા જયારે મંચ પર પહોંચી તો ભીડ મંચ તરફ વધવા લાગી. કેટલાક શરારતી ત્તત્વો મંચ પર આવી ગયા અને ભીડનો ફાયદો ઉઠાવી તેના સાથે છેડછાડ કરવા લાગ્યા. આ વાત પર નગમાએ એક વ્યક્તિને લાફો મારી દીધો હતો.

12.રાખી સાવંત
રાખી સાવંત વર્ષ 2006માં મીકાની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી, ત્યાં મીકાએ રાખીને પકડીને જોરદાર કિસ કરી લીધી હતી. તે બાદ રાખીએ આ પર ખૂબ હંગામો મચાવ્યો હતો.

13.મિનિષા લાંબા
મોડલ અને અભિનેત્રી મિનિષા લાંબા પણ ગોવાના બીચ પર તેનો શિકાર થઇ ચૂકી છે. ખબર આવી હતી કે, તેઓ એક ફોટોશૂટ માટે ગોવામાં શૂટ કરી હતી અને ત્યારે કેટલાક લોકો તેમને આપત્તિજનક રીતે અડ્યા, આ બાદ તે ઘણા સહમી ગયા હતા.

Live 247 Media

disabled