પહેલી ફિલ્મ સુપરહિટ થયા બાદ ના મળ્યુ આ 5 હસીનાઓને કામ, ફિગર જોશો તો આજે પણ ખુબ જ બોલ્ડ અને ટાઈટ છે - Chel Chabilo Gujrati

પહેલી ફિલ્મ સુપરહિટ થયા બાદ ના મળ્યુ આ 5 હસીનાઓને કામ, ફિગર જોશો તો આજે પણ ખુબ જ બોલ્ડ અને ટાઈટ છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની ડેબ્યુ ફિલ્મથી બોલિવૂડમાં ધમાલ મચાવી દીધી. પરંતુ આ પછી તે આજે ઈન્ડસ્ટ્રીમાં કામ શોધી રહ્યા છે. ઘણી એવી હિરોઈન છે જેમણે બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે પરંતુ પહેલી ફિલ્મ હિટ રહ્યા બાદ પણ તેમને ઈન્ડસ્ટ્રીમાં સફળતા મળી નથી. તો ચાલો આપણે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જાણીએ.

1.શમિતા શેટ્ટી : આ યાદીમાં બોલિવુડની ખૂબસુરત અદાકારા શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ સામેલ છે. શમિતાએ વર્ષ 2000માં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ ‘મોહબ્બતેં’થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ સિવાય તેની કોઈપણ ફિલ્મ દર્શકોનું દિલ જીતી શકી નહિ અને તે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ. શમિતા થોડા સમય પહેલા જ બિગબોસમાં જોવા મળી હતી. તે બિગબોસ તો ન જીતી શકી પરંતુ ચાહકોના દિલ જીતવામાં જરાય પણ પાછી રહી ન હતી.

2.ઇશા ગુપ્તા : આ યાદીમાં ઇશા ગુપ્તાનું નામ પણ સામેલ છે. તેણે સિરિયલ કિસર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘જન્નત 2’માં પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઈશાએ 2007માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. હવે ઈશા વેબ સિરીઝમાં દેખાઈ રહી છે, પરંતુ તેને તે સફળતા મળી નથી જે તે ઈચ્છતી હતી.

3.સોનલ ચૌહાણ : વર્ષ 2008માં અભિનેત્રી સોનલ ચૌહાણે ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘જન્નત’થી બોલિવૂડમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો પરંતુ આ પછી પણ સોનલને વધુ સફળતા મળી ન હતી. હવે સોનલ ફિલ્મોમાં નહીં પરંતુ માત્ર સોશિયલ મીડિયા પર જ એક્ટિવ રહે છે. તે તેની તસવીરોથી અવાર નવાર સોશિયલ મીડિયાનું તાપમાન ગરમ કરતી રહે છે. તે થોડા સમયથી તેની ઘણી બિકી તસવીરો શેર કરી રહી છે.

4.પ્રીતિ ઝાંગિયાની : અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીએ શમિતા શેટ્ટીની જેમ જ ફિલ્મ ‘મોહબ્બતેં’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેનો રોલ પણ લોકોને પસંદ આવ્યો હતો. પરંતુ તેમ છતાં પ્રીતિની કારકિર્દીએ ગતિ પકડી નહીં. તેણે વર્ષ 2008માં એક્ટર અને મોડલ પરવીન દબાસ સાથે લગ્ન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.

5.સ્નેહા ઉલ્લાલ : ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ કહેવાતી સ્નેહા ઉલ્લાલે વર્ષ 2005માં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ ‘લકી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ પછી પણ તેને બોલિવૂડમાં ખાસ કામ ન મળ્યું. જોકે, તે સોહેલ ખાન સાથે ‘આર્યન’માં પણ જોવા મળી હતી. પરંતુ આનાથી પણ તેની કારકિર્દીને ફાયદો થયો નહીં. આ પછી સ્નેહાએ પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી લીધી.

Live 247 Media

disabled