ટીવીની ખુબ જ ફેમસ અભિનેત્રીનું નાની ઉંમરે થયું નિધન, લાખો ફેન્સની આંખોમાંથી દળ દળ આંશુ વહી ગયા - Chel Chabilo Gujrati

ટીવીની ખુબ જ ફેમસ અભિનેત્રીનું નાની ઉંમરે થયું નિધન, લાખો ફેન્સની આંખોમાંથી દળ દળ આંશુ વહી ગયા

સિરિયલ ઇશ્કબાઝની અભિનેત્રી નિશી સિંહ ભાદલીનું નિધન થયું છે. નિશી છેલ્લા ચાર વર્ષથી પેરાલિસિસ સામે ઝઝૂમી રહી હતી અને પથારીમાં હતી. 17 સપ્ટેમ્બરની રાત્રે ખરાબ તબિયતના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને પછી ગઇકાલના રોજ બપોરે 3 વાગ્યે તેનું અવસાન થયું હતું. નિશીના પતિએ તેના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું, ‘નિશી ચાર વર્ષથી બીમાર હતી. 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેમને લકવાનો પહેલો સ્ટ્રોક આવ્યો હતો. આ પછી બીજો સ્ટ્રોક 3 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો.

ત્યારબાદ 24 મે 2022ના રોજ તેને ત્રીજી વખત પેરાલિસિસનો હુમલો આવ્યો. ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ હતી. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારપછી રાત્રે લગભગ 1 વાગે તેને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેને અગાઉ પણ ત્યાં દાખલ કરવામાં આવી હતી. તેણે રવિવારે બપોરે ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે એટલે કે સોમવારે કરવામાં આવવાના છે.

આ સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રીના લોકો તથા નિશીના ચાહકો આઘાતમાં છે.આજતક સાથેની વાતચીતમાં તેના પતિ સંજય સિંહે જણાવ્યું કે નિશી સિંહના જીવનના અંતિમ દિવસો કેવી રીતે પસાર થયા અને કયા કારણોસર તેનું મૃત્યુ થયું. સંજયે કહ્યું, ‘તેનું મોત ત્રણ વાગ્યે થયું હતું. ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન તેની તબિયત બગડવા લાગી, જેને કારણે તેને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં તે 110 દિવસ રહી હતી. તે મે થી 2 સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં હતી.

16 સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો, જેની ઘરે ઉજવણી પણ કરવામાં આવી હતી.’ નિશીએ સંજય પાસે લાડુ ખાવાની માંગ પણ કરી હતી. તેને બેસનના લાડુ ખૂબ પસંદ હતા. તેણે મને કહ્યું કે મને લાડુ ખવડાવ, પછી મેં તેને ખવડાવ્યા. તે શનિવારના રોજ બપોર સુધી ઠીક હતી. તે પાણી માંગતી હતી. સાંજ સુધીમાં તેની તબિયત લથડવા લાગી અને તેમના લોહીમાં સંક્રમણ 60,000ને વટાવી ગયું હતું. જેના કારણે તેના ધબકારાનો સપ્લાય પણ બંધ થઈ ગયો હતો અને મગજને પુરવઠો પણ આપતો ન હતો. આ તેના મૃત્યુનું કારણ બન્યું.

સંજય સિંહે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાંથી તેમની મદદ માટે કોણ આગળ આવ્યું. તેણે કહ્યું, ‘નિર્દેશક રમેશ તૌરાનીની પુત્રી સ્નેહા તેની મિત્ર છે. તેણે મને એક લાખ રૂપિયા મોકલ્યા હતા. કુબૂલ હૈ સિરિયલના નિર્માતા ગુલ ખાને મને 50 હજાર અને અભિનેત્રી સુરભી ચંદનાએ 50 હજાર મોકલ્યા. તે નિશીને ખૂબ જ પસંદ કરતી હતી.’ નિશી સિંહના કરિયરની વાત કરીએ તો તેણે ટીવી સિરિયલ્સની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પીઢ અભિનેત્રી તેની નકારાત્મક ભૂમિકાઓ તેમજ કોમિક ભૂમિકાઓ માટે જાણીતી હતી. તે લગભગ 8 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહી.

Live 247 Media

disabled