શક્તિ કપૂરની સાળી તેજસ્વીની કોલ્હાપુરેને જોઈને ખાઈ જશો કાચે કાચી, ત્વચાથી ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કિલ છે - Chel Chabilo Gujrati

શક્તિ કપૂરની સાળી તેજસ્વીની કોલ્હાપુરેને જોઈને ખાઈ જશો કાચે કાચી, ત્વચાથી ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કિલ છે

અભિનેતા શક્તિ કપૂરે શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા છે જે ફેમસ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેની બહેન છે. તૅમની અન્ય એક બહેન પણ છે જેનું નામ છે તેજસ્વીની કોલ્હાપુરે. પદ્મિનીને તો મોટાભાગે લોકો જાણતા જ હશે પણ તેજસ્વીનીને ભાગ્યે જ લોકો ઓળખતા હશે, તેજસ્વીની ભલે ફિલ્મોમાં નામ ન બનાવી શકી હોય પણ સુંદરતા અને ફિટનેસની બાબતમાં તે બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

તેજસ્વીની ફિલ્મોથી દૂર સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરે છે. તેજસ્વીનીનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. તસ્વીરોમાં તેની ફિટનેસ અને સુંદરતાનો અંદાજો લગાવી શકાય છે. 1 જાન્યુઆરી- 1980ના રોજ જન્મેલી તેજસ્વીની માટે ઉંમર માત્ર એક આકડો છે જે તેની તસવીરો પણ કહી રહી છે.

42 વર્ષની તેજસ્વીની મહારાષ્ટ્રીયન પરિવારથી તાલ્લુક રાખે છે અને મુંબઈમાં જન્મી હતી. તેના પરિવારનું મૂળ કોલ્હાપુર સાથે જોડાયેલું છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે તેજસ્વીની, પદ્મિની અને શિવાંગી ત્રણે બહેનો લતા મંગેશકરના પરિવાર સાથે જોડાયેલી છે. ત્રણે લતાજીની ભત્રીજી થાય છે. ત્રણેની દાદી લતાજીના પિતા દીનાનાથ મંગેશકરની સાવકી બહેન હતી. વ્યવસાયથી તેજસ્વીની એક મોડલ અને અભિનેત્રી છે અને અન્ય બહેનોની જેમ તેણે પણ બોલીવુડમા આવવાનું નક્કી કર્યું હતું.

બોલીવુડમાં આવતા પહેલા તેણે મોડેલિંગ પણ કર્યું હતું, જો કે અહીં પણ તેને કઈ ખાસ નામના મળી ન હતી. વર્ષ 1999 થી 2008 સુધી તે થીએટર સાથે જોડાયેલી રહી હતી અને તેણે દ મેજીક પીલ, બ્રહ્મ વિષ્ણુ મહેશ, મોધ, બ્યુટી બ્રેન્સ એન્ડ પર્સનાલિટી, ફ્લર્ટ ઈન યોર ડ્રિમ્સ જેવા ઘણા પ્લેમાં ભાગ લીધો હતો. તેજસ્વીની એ અનુરાગ કશ્યપની ફિલ્મો પણ સાઈન કરી હતી.


જેમાં અનજાને, મુંબઈ કટિંગ, રાવણ, અગ્લી વગેરે શામિલ છે. આ ફિલ્મોનું શૂટિંગ ચોક્કસ થયું હતું પણ કોઈ કારણસર થિએટરમાં રિલીઝ થઇ શકી ન હતી. ફિલ્મમાં દેખાડવામાં આવેલી હિંસા અને ભાષા પર તે સમયે ખુબ વિવાદ થયો હતો, જો કે અમુક ઓનલાઈન પ્લેટફોર્મ પર આ ફિલ્મો ચોક્સસ મળી જશે. જો કે અનુરાગ કશ્યપની ફિલ્મ અગ્લીમાં તેજસ્વીની ચોક્કસ જોવા મળી હતી.

ફિલ્મમાં તેણે ડિપ્રેસ્ડ મહિલાનો કિરદાર નિભાવ્યો હતો જે દારૂના નશામાં ડૂબેલી રહે છે. જો કે તેજસ્વીનીએ પોતાની કારકિર્દીમાં 10 થી વધારે ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા છે, જો કે તેની એક્ટિંગ કારકિર્દી કઈ ખાસ રહી ન હતી.  એક સમયે તેજસ્વીની એ ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવવાનું સપનું જોયું હતું અને મુજે ચાંદ ચાહીએ શો દ્વારા ડેબ્યુ કર્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેજસ્વીની એરલાઇન્સ કંપનીમાં કામ કરતી હતી.

વર્ષ 2005માં તેજસ્વીની અને તેના પતિ પંકજ પહેલીવાર માતા પિતા બન્યા હતા અને દીકરીનો જન્મ થયો હતો. ગત દિસવોમાં તેજસ્વીનીએ પોતાની અમુક તસ્વીર શેર કરી હતી જેમાં તે હોટ બિકી પહેરેલી દેખાઈ રહી છે. આ તસવીરો 2012ની છે જે તેજસ્વીનીએ શેર કરી છે, બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરોમાં તેજસ્વીની એકદમ કાતિલાના લાગી રહી છે, તેને જોઈને કોઈ એ ન કહી શકે કે તે શ્રદ્ધા કપૂરની 42 વર્ષની માસી છે.

yc.naresh

disabled