ટીવીની સૌથી ખુબસુરત અભિનેત્રીએ જેકેટ ઉતારીને કરાવ્યું ફોટોશૂટ, અદાઓ જોઈને થઇ જશો પાણી પાણી - Chel Chabilo Gujrati

ટીવીની સૌથી ખુબસુરત અભિનેત્રીએ જેકેટ ઉતારીને કરાવ્યું ફોટોશૂટ, અદાઓ જોઈને થઇ જશો પાણી પાણી

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી એવી તેજસ્વી પ્રકાશે ‘બિગ બોસ 15’ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ની 10મી સીઝનમાં તેજસ્વીએ પોતાના ખતરનાક સ્ટંટથી લોકોનું દિલ જીતી લીધું હતું.  તેણે ટ્રોફી તેમજ 40 લાખની ઈનામી રકમ જીતી હતી. એટલું જ નહીં, તેજસ્વી ટીવીની નવી ‘નાગિન’ પણ બની ગઈ છે. ‘બિગ બોસ’માં આવ્યા બાદ તેજસ્વીને ટ્રિપલ ફાયદો મળ્યો.

જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશનો પરિવાર સંગીતની ખૂબ નજીક રહ્યો છે. તે સંગીત પરિવારમાંથી આવે છે પરંતુ વ્યવસાયે એન્જિનિયર છે. તેજસ્વીએ એક્ટિંગ માટે એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી હતી. તેજસ્વી પ્રકાશે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી લીધી અને પછી એન્જિનિયરિંગ કારકિર્દી પૂર્ણ કર્યા પછી અભિનય તરફ વળી.

તેજસ્વી પ્રકાશે 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.તેણે વર્ષ 2012માં ટીવી શો ‘2612’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘સંસ્કાર-ધરોહર અપનો કી’, ‘સ્વરાગિની-જોડે રિશ્તો કે સૂર’, ‘પહેરેદાર પિયા કી’ અને ‘સિલસિલા બદલતે રિશ્તો કા’ જેવા ટીવી શોમાં જોવા મળી છે.

તેજસ્વી ખતરોં કે ખિલાડી 10′ સિવાય ‘કિચન ચેમ્પિયન 5’, ‘કોમેડી નાઇટ્સ લાઇવ’, ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘કોમેડી નાઇટ્સ બચાવો’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી ચુકી છે. જ્યારે ‘ખતરો કે ખિલાડી 10’ તેજસ્વી પ્રકાશના શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેનું નામ અભિનેતા શિવિન નારંગ સાથે જોડાયું હતું. શોમાં બંનેની બોન્ડિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર બંનેને #TeVin કહેવામાં આવી રહ્યા હતા.

જો કે, તેજસ્વી પ્રકાશે આ સંબંધ પર કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ચાહકોએ અમારી વચ્ચે કેવી મિત્રતા જોઈ. હા અમે સારા મિત્રો છીએ. તેનાથી આગળ કંઈ નથી. મારા મિત્રો પણ મને પૂછે છે કે શું હું તેને ડેટ કરી રહી છું. તો તમને કહી દઉં કે હું તેને ડેટ કરી રહી નથી. તેજસ્વી પ્રકાશ સીરિયલ પેહરેદાર પિયા કીમાં જોવા મળી હતી. આ સીરિયલને લઈને ઘણો વિવાદ થયો હતો. તેજસ્વી પ્રકાશ ચાઈલ્ડ એક્ટર અફફાન ખાન સાથે જોવા મળી હતી. દર્શકોએ આ સિરિયલનો જોરદાર વિરોધ કર્યો હતો. શો પર વધી રહેલા વિવાદને જોઈને મેકર્સે તેને અચાનક બંધ કરી દીધો હતો.

નાગિન-6ની 26 વર્ષની અભિનેત્રી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. તેજસ્વીને તેના અભિનયના સિવાય તેના લુક્સ અને ફેશનને લીધે પણ જાણવામાં આવે છે. બિગ બોસમાં જ તેજસ્વી અને કરન કુન્દ્રાની નજીકતા વધી હતી, અને શો પછી પણ બંનેની ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે. બંને અવાર નવાર ઇવેન્ટમાં એક સાથે જ સ્પોટ થાય છે, અને એકબીજા પર પ્રેમ લૂંટાવતા પણ જોવા મળે છે.

લોકો વચ્ચે પણ તેજસ્વીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. એવામાં તેજસ્વીએ એવી તસવીરો શેર કરી દીધી કે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. સામે આવેલી તસવીરોમાં તેજસ્વીએ બ્લેક લેધર બ્રાલેટ ટોપ અને પેન્ટ પહેર્યું છે, અને સાથે જ જીન્સ જેકેટ પણ પહેર્યું છે. તેજસ્વીની બ્રાલેટ આગળથી એટલી ડીપ હતી કે તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. તેજસ્વીએ પેન્ટ સાથે મેચિંગ લેદર બેલ્ટ પહેર્યો છે જે તેના આઉટફિટ સાથે એકદમ મેચ થઇ રહ્યો છે.

હળવા મેકઅપની સાથે તેજસ્વીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે એકથી એક કાતિલાના પોઝ આપ્યા છે. તેજસ્વીએ પોતાનું જેકેટ ઉતારીને બ્લેક બ્રાલેટ ફ્લોન્ટ કરી છે અને સાથે જ પોતાનું હોટ ફિગર પણ દેખાડ્યું છે. તેજસ્વીએ જેકેટના બટન ખોલી, નીચે સરકાવીને એવા એવા પોઝ આપ્યા કે જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે. તસવીરોમાં તેજસ્વી દીવાલનો સપોર્ટ લઈને અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે, ચાહકોએ તેજસ્વીનો આ લુક ખૂબ પસંદ કર્યો છે અમને કમેન્ટનો વરસાદ કર્યો છે.

yc.naresh

disabled