મહિલા ટીચરે વિદ્યાર્થીઓ સાથે ગીત 'પતલી કમરિયા' પર કર્યો એવો ડાન્સ કે....યુઝર્સે કહ્યુ- Lucky Students - Chel Chabilo Gujrati

મહિલા ટીચરે વિદ્યાર્થીઓ સાથે ગીત ‘પતલી કમરિયા’ પર કર્યો એવો ડાન્સ કે….યુઝર્સે કહ્યુ- Lucky Students

‘પતલી કમરિયા’ ગીત પર મહિલા ટીચરે બાળકો સામે કર્યો એવો ડાંસ કે પ્રિન્સિપલે….

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારે શું વાયરલ થઇ જાય અને ક્યારે કોણ રાતોરાત સ્ટાર બની જાય તે કંઇ કહેવાય નહિ. એક ગીત આવ્યુ નથી અને તેના પર જ પછી મોટાભાગના લોકો રીલ બનાવી છવાઇ જવાની રેસમાં લાગી જાય છે. પછી જોતજોતામાં તે ગીત પણ હિટ થઇ જાય છે અને કેટલાક લોકો પણ હિટ થઇ જાય છે. ત્યારે આ દિવસોમાં એવું જ એક ભોજપુરી હીત છે જેના પર લગભગ બધા જ રીલ્સ બનાવી રહ્યા છે.

તેમાં નાના મોટા બધા પોતાની કળા બતાવવામાં મશગુલ થઇ રહ્યા છે. હાલમાં જ એક મહિલા ટીચરે તેના વિદ્યાર્થીઓ સાથે પણ આ ટ્રેન્ડિંગ ગીત પર રીલ બનાવી દીધી અને આ વીડિયો જોતજોતામાં જ વાયરલ થઇ ગયો. વીડિયોમાં એક મહિલા ટીચર તેના વિદ્યાર્થીઓ સાથે મળી ક્લાસરૂમમાં ભોજપુરી ગીત પતલી કમરિયા પર કમર લચકાવતી જોવા મળી રહી છે. જેવી જ મેડમે કમર લચકાવી કે બાળકોએ હાય હાય કરવાનું શરૂ કરી દીધુ.

વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ તે વાયરલ થઇ ગયો. આ વીડિયોને 7 લાખથી વધારે વ્યુઝ મળી ચૂક્યા છે. એકે આ વીડિયો પર કમેન્ટ કરી લખ્યુ- આ બાળકો ઘણા નસીબવાળા છે, કે તેમને આવા ટીચર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ‘પતલી કમરિયા’ ગીત પર તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી રીલ્સ જોઇ હશે. પરંતુ આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alisha (@alisha_catherine_24)

ક્લાસની અંદર બેંચ પર બેસેલ સાંતા ક્લોઝના ડ્રેસમાં સ્ટુડેંટ બેઠેલા વીડિયોમાં દેખાઇ રહ્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય કે આ વીડિયો ક્રિસમસ દરમિયાનનો હતો. ટીચર ક્લાસમાં પતલી કમરિયા પર થિરકે છે અને બાળકો તેમની સાથે મસ્તી કરી રહ્યા છે. વીડિયોમાં બાળકોની મસ્તી અને ટીચરનો ડાંસ તમારુ દિલ જીતી લેશે.

Live 247 Media

disabled